For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીમ કે યોગ? જાણો સ્વાસ્થ્ય માટે કયું છે વધારે કારગર

|
Google Oneindia Gujarati News

કેટલાક લોકોના મનમાં હંમેશા એવા સવાલ રહે છે કે સ્વાસ્થ્ય માટે સૌથી સારી કસરત કે યોગ. શું આપના મનમાં પણ કંઇક આવા જ સંશય છે. આવા અનેક કારણો છે જે સાબિત કરે છે કે યોગ જીમ કરતા પણ વધારે સારુ છે.

જો ફિટનેસની વાત કરીએ તો યોગાની સાથે મોટા પાયે લચીલાપણું, શરીરમાં રંગત, એક નિશ્ચિત મજબૂતી મેળવી શકાય છે. ધ્યાન અને શ્વાસથી સંબંધિત વ્યાયામ પણ યોગનો જ એક ભાગ છે. જેના થકી આપ દિમાગ, શરીર અને આત્મા ત્રણેયને ફાયદો પહોંચાડી શકો છો.

આવો જોઇએ શું કરવું વધારે યોગ્ય છે અને કેમ?

દિમાગ, શરીર અને આત્મા ત્રણેય માટે ફાયદાકારક છે યોગ

દિમાગ, શરીર અને આત્મા ત્રણેય માટે ફાયદાકારક છે યોગ

યોગા શરીરને રંગત પ્રદાન કરે છે જ્યારે બીજી તરફ તે આત્માને પણ જાગૃત કરે છે, સકારાત્મક ઊર્જાનું સંચાર થાય છે. જેમાં શારિરીક, માનસિક અને આત્મિક ફાયદા પણ છે.

યોગ અંદર અને બહાર બંને માટે લાભદાઈ

યોગ અંદર અને બહાર બંને માટે લાભદાઈ

યોગા દરમિયાન શરીરને ફરાવવું, ખેંચવુ અને વાળવું વગેરે ક્રિયાઓ કરી પાચન તંત્ર, સંચાર તંત્ર, લસીકા તંત્ર વગેરે માટે લાભકારક છે. યોગ દ્વારા શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે, અને હૃદય તંત્ર બરાબર થઇ જાય છે. તેનાથી માંશપેશીઓ મજબૂત થાય છે.

વિશ્વાસમાં વધારો થાય છે

વિશ્વાસમાં વધારો થાય છે

યોગ કરવાથી પોતાની નબળાઇઓ અને શક્તિઓનું યોગ્ય આંકલન કરી શકાય છે. જેના કારણે આપમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે. જ્યારે કસરત કરવાથી એવું નથી થતું.

યોગથી ખુદ પર ધ્યાન કેન્દ્રીત થાય છે

યોગથી ખુદ પર ધ્યાન કેન્દ્રીત થાય છે

ઘણા યોગ કેન્દ્રોમાં કાંચ નથી હોતા જેના કારણે આપ આપના શરીર પર ધ્યાન કેન્દ્રીદ કરી શકો છો. તેનાથી આપને માલૂમ પડે છે કે આપનું દરેક અંગ અને માંસપેશી શું કરી રહી છે. જ્યારે જીમમાં કાંચ લાગેલા હોય છે જેના કારણે આપને એ ચિંતા રહે છે કે અન્ય લોકો આપને જોઇ રહ્યા છે અને આપ પણ લોકોને જોવામાં રહી જાવ છો.

યોગ આપનું શરીર મેન્ટેઇન રાખે છે

યોગ આપનું શરીર મેન્ટેઇન રાખે છે

માંસપેશીઓને ખેંચીને આપ તેને વધારો છો એટલા માટે તેનાથી આપનું શરીર દુબળુ દેખાય છે. જીમ વર્કઆઉટમાં આપ વજન ઊઠાવો છો એટલા માટે માંસપેશિયો ફુલે છે.

યોગ વધારે કારગર છે

યોગ વધારે કારગર છે

યોગ આપના શરીર પર નિર્ભર છે કારણ કે તેમાં આપ શરીરને ખેંચીને લાંબુ કરો છો. જીમમાં આપ વજન ઉઠાવો છો જ્યારે યોગમાં આપ શરીરના વજનનો જ ઉપયોગ થાય છે, તેનાથી શરીરમાં રંગત આવે છે અને તે મજબૂત બને છે. વજન અથવા ભારે ઉપકરણનો ઉપયોગ કરવાથી માંસપેશિયો અલગ-અલગ થઇ જાય છે.

યોગ ગમેત્યાં કરી શકાય છે

યોગ ગમેત્યાં કરી શકાય છે

યોગ સ્ટૂડિયોમાં યોગ કરવા એક અલગ અનુભવ છે, પરંતુ તો પણ આપ યોગાને ઘરમાં, બહાર અથવા નાનકડી જગ્યાએ પણ કરી શકો છો. જ્યારે જીમ માટે આપને વધારે સ્પેસની જરૂર પડે છે.

યોગ શરીર માટે યોગ્ય છે

યોગ શરીર માટે યોગ્ય છે

એવું નથી કે યોગ કરવામાં જોર નથી પડતું, જો કોઇ અષ્ટાંગ કરી રહ્યું હોય તો તેને પૂછીએ કે તે કેટલું મુશ્કેલ છે. યોગાથી શરીરમાં ગરમી પેદા થાય છે અને માંસપેશીઓમાં જોર પડે છે, પરંતુ આમાં આપ એટલું કરો છો જેટલું આપનું શરીર કરી શકે છે. જ્યારે જીમમાં આપને વધારે વજન ઊઠાવવો પડે છે જેનાથી શરીરને નુકસાન પણ પહોંશી શકે છે.

યોગ આપના દુ:ખાવાને સરળ કરે છે

યોગ આપના દુ:ખાવાને સરળ કરે છે

જીમમાં આપને દુ:ખાવો વધારે થાય છે. આપ ધીરે-ધીરે માંસપેશિયોને ખેંચો છો અને ઊર્જા શરીરમાં લો છો. માંસપેશિયોનું લચીલાપણુ અને લુબ્રિકેન્ટ શરીરને સ્વસ્થ રાખે છે. વજન ઉઠાવવા અને ટ્રેડમિલ પર દોડવાથી વધારે ખેંચાવ આવે છે જેમાં ઇજા પણ લાગી શકે છે.

ખુલ્લો શ્વાસ

ખુલ્લો શ્વાસ

તણાવના સમયમાં આપણે બરાબર રીતે શ્વાસ નથી લઇ શકતા અને જો લઇ શકતા હોઇએ તો અટકાઇ અટકાઇને. ઊંડા શ્વાસ વગર બરાબર વિચારી નથી સકાતું. યોગમાં શ્વાસોને મહત્વ આપવામાં આવ્યું છે જેના કારણે આપણે ઊંડા શ્વાસ લઇ શકીએ છીએ.

યોગ એક શાંત વ્યાયામ

યોગ એક શાંત વ્યાયામ

યોગા દરમિયાન આપણે શાંત રહીએ છીએ અને આરામની સ્થિતિ અનુભવીએ છીએ. યોગમાં જે પ્રકારે કરાહના, ડંબલ્સનું પડવું, દાંત ભીડવા, જેવી ઉત્તેજક વસ્તુઓ નથી થતી. યોગાનો મુખ્ય ઉદ્દેશ્ય શરીર અને દિમાગને ચિંતામૂક્ત કરવાનો છે.

યોગાથી તણાવ દૂર થાય છે

યોગાથી તણાવ દૂર થાય છે

યોગ ક્લાસિસમાં ધ્યાન અને સવાસન જરૂર કરાવવામાં આવે છે. જેનાથી આપ દિવસ ભર તણાવને ભૂલી જાઓ છો. અભ્યાસની સાથે સાથે તણાવની સ્થિતિથી સરળતાથી લડી શકાય છે અને તણાવના સ્તરને પણ ઓછું કરી શકાય છે. જ્યારે જીમમાં વધારે કરસરત કરવાની પ્રતિદ્વંદ્ધતા રહે છે.

યોગા કોઇ પણ કરી શકે છે

યોગા કોઇ પણ કરી શકે છે

આપની ઉંમર અને સ્વાસ્થ્યથી યોગા પ્રભાવિત નથી થતું, તેને કોઇ પણ કરી શકે છે. પાર્કિંસંસથી લઇને કેંસરવાળો કોઇ પણ વ્યક્તિ યોગ કરી શકે છે. બીમાર અથવા વધારે ઉંમર વાળો વ્યક્તિ જીમમાં વર્કઆઉટ નથી કરી શકતો.

યોગથી ધ્યાન કેન્દ્રીત થાય છે

યોગથી ધ્યાન કેન્દ્રીત થાય છે

યોગ દરમિયાન આપ શ્વાસ, મુદ્રા અને એક ટક જોવા પર કેન્દ્રીત કરો છો. બહારનું કોઇ વ્યવધાન આપને પરેશાન નથી કરતું. જ્યારે જીમમાં ઝડપી મ્યૂઝિક ટીવી વગેરેના કારણે આપનું ધ્યાન ભંગ થાય છે.

યોગ કરનાર લોકો વધારે ખુશ અને પ્રફુલ્લિત રહે છે

યોગ કરનાર લોકો વધારે ખુશ અને પ્રફુલ્લિત રહે છે

યોગ કરનારા જીમ જનારા લોકોની તુલનાએ વધારે ખુશ રહે છે. યોગ કરનાર લોકો દરેકની સાથે તુરંત ભળી જાય છે.

English summary
Some people see it as a question…yoga or the gym — which is better? Is there really a question in there? There are about a gazillion reasons a yoga class is better.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X