For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજ પહેલા તમે ભાગ્યેજ સાંભળી હોય તેવી અજીબ બ્યૂટી ટિપ્સ

|
Google Oneindia Gujarati News

ચોક્કસથી તમે અત્યાર સુધીમાં તેવા અનેક આર્ટીકલ વાંચ્યા હશે જેમાં કાકડી, દહીં, ચણાનો લોટ, હળદર જેવી અનેક ધરેલુ વસ્તુઓથી ઘરે બેઠા સુંદરતા મેળવી શકતી હતી. આ તમામ વસ્તુઓ ઘરમાં મળી રહે તેવી છે અને તે તમારી સુંદરતા પણ નીખારે છે. પણ આજે અમે તમારી માટે થોડી હટકે ટિપ્સ લાવ્યા છીએ.

આજે અમે તમને કેટલીક તેવી અજીબો ગરીબ વસ્તુઓનો ઉપયોગ બ્યૂટી માટે કરતા શીખવવાના છીએ જેનો આજથી પહેલા બ્યૂટી પ્રોડક્ટ તરીકે ઉપયોગ તમે ભાગ્યેજ સાંભળ્યો હશો. જો કે નોંધનીય છે કે અમે રોજ રોજ તમને આ વસ્તુઓનો ઉપયોગ કરવાનું નથી કહેતા પણ જ્યારે તમે બ્યૂટી પ્રોડક્ટની અછત હેઠળ હોવ ત્યારે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. કારણ કે આ વસ્તુઓ પણ ઝડપી અને સરળ ઉપાય આપે છે. ત્યારે આવી અજીબો ગરીબ બ્યૂટી ટીપ્સને વાંચવા તૈયાર થઇ જાવ અહીં....

ડ્રેર્ન્ડફ શેમ્પુથી મોઢું ધોવું

ડ્રેર્ન્ડફ શેમ્પુથી મોઢું ધોવું

માની લો કે અચાનક જ એક દિવસ તમારું ફેસ કિન્સઝર પુરુ થઇ ગયું. તો હવે શું કરશો. શાનાથી મોઢું સાફ કરશો. તો આવી સ્થિતિમાં જો તમારી ત્વચા સૂકી ત્વચામાં આવતી હોય તો આ વસ્તુ ટ્રાય કરી શકો છો. માઇલ્ડ ડેર્ન્ડફ શેમ્પુથી પોતાનું મોઢું સાફ કરી શકો છો.

રોજ રોજ નહીં

રોજ રોજ નહીં

જો કે આવું ક્યારેક જ કરવું યોગ્ય છે મહિનામાં 1-2 વાર બસ.

પફ્ફી આઇસ

પફ્ફી આઇસ

સવારે સુજાઇલી આંખોના સોજા ઓછા કરવા હોય તો ફ્રીઝરમાં સ્ટીલની એક ચમચીને 10 મિનિટ માટે મૂકી દો પછી આ ચમચી આંખાના સોજાયેલા ભાગ પર લગાવો. જેથી સોજા ઓછા થશે.

ટૂથપેસ્ટથી પીમ્પલ

ટૂથપેસ્ટથી પીમ્પલ

કોલગેટ જેવી ટૂથપેસ્ટને તમારા ખીલ પર લગાવો 10 મિનિટ તેને રહેવા દો અને પછી પાણીથી ધોઇ લો. પાણી કે પસ ભરેલા ખીલો માટે આ એક અસરદાર ઉપાય છે.

વેસેલાઇન અને પાપણ

વેસેલાઇન અને પાપણ

વિચારો કે તમારો મસ્કારા પૂરો થઇ ગયો છે. અને તમારે આંખો પર મસ્કરા લગાવવો છે. તો પહેલા તમારી પાપણ પર થોડા પાવડર લગાવો. અને પછી મસ્કરાના બ્રશ પર થોડું વેસેલાઇન લગાવીને આંખોને કર્વી બનાવો. તે મસ્કરા જોવા જ લૂક આપશે.

એસીડીટીની દવાથી ફેસિયલ

એસીડીટીની દવાથી ફેસિયલ

એસીટીડીની દવા કે લીકવીટથી કદી ફેસિયલ કર્યું છે? ઇમરજન્સીમાં ટ્રાય કરાય તેવો આ ઉપાય છે. જેલોસીનની દવા કે લીકવીડને ચહેરા પર લગાવીને 5-10 મિનિટ પછી પાણીથી મોઢું ધોઇ લો. અને ચમક જુઓ.

ટેસ્ટ કરો પહેલા

ટેસ્ટ કરો પહેલા

ઉપરોક્ત તમામ વસ્તુઓ અલગ અલગ સ્ક્રીન પર અલગ અલગ રીતે રિયેક્ટ કરે છે. તો પહેલા હથેળી પર એક નાનકડા ભાગમાં સેફ્ટી ટેસ્ટ કરીને અજમાવી જુઓ. જો વાંધો ના આવતો હોય તો જ તેનો ઉપયોગ કરો. અને ક્યારેય પણ બળતરા થાય તો તરત પાણીથી સાફ કરી લો. વધુમાં ઉપરોક્ત ઉપાય હંમેશા નહીં પણ મુશ્કેલ પરિસ્થિતીમાં જ ટ્રાય કરવા માટે જ છે.

English summary
There are a wide range of natural ingredients that are used commonly to get rid of acne, blemishes and dark circles. These kitchen ingredients have a combination of various vitamins and enzymes that give you the results that you want.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X