For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 ખ્યાતિપ્રાપ્ત હસ્તીઓ જેમણે વાંજણાપણાને આપી માત

|
Google Oneindia Gujarati News

તેઓ વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિઓ છે તથા તેઓ પોતાના કેરિયરમાં પણ સફળ છે. આ ઉપરાંત આ ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિઓ પાસે ખૂબ જ સંપતિ છે. પરંતુ પ્રસિદ્ધ હોવા થવા સમૃદ્ધ હોવાનો અર્થ એ નથી કે તેમનું જીવન ખૂબ જ સરળ અને સારુ છે.

તેઓ પણ પોતાના જીવનના કોઇને કોઇ મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ ચૂક્યા છે. અહીં અમે 5 પ્રસિદ્ધ વ્યક્તિઓ અંગે જાણકારી આપી છે જેમણે વાંજણાપણાની સમસ્યાથી સંઘર્ષ કર્યો છે, અને આખરે એ પરિસ્થિતિને માત આપી છે. તેમાંથી કેટલાંકે આઇવીએફ પદ્ધતિને અપનાવી છે તો કોઇએ બાળક દત્તક લેવાના વિકલ્પ પસંદ કર્યો છે.

આવો જોઇએ કે એ પાંચ હસ્તીઓ કોણ છે અને શું છે તેમના જીવનની કહાણી...

આમિર ખાન અને કિરણ રાવ

આમિર ખાન અને કિરણ રાવ

1 ડિસેમ્બર 2011નો દિવસ આ યુગલ માટે સૌથી ખુશીનો દિવસ હતો. કેટલીંક તકલીફો અને એક લાંબી ઇંતેજારી બાદ કિરણ અને આમિરને સરોગસીની પદ્ધતિ દ્વારા પોતાની પહેલી સંતાન પ્રાપ્ત થઇ. આમાં તેમને આ વિટ્રો ફર્ટિલાઇજેશન (આઇવીએફ) પદ્ધતિનો સહારો લીધો. મેડિકલથી સંબંધિત કેટલીક સમસ્યાઓના કારણે ડોક્ટરોએ તેમને આઇવીએફ પદ્ધતિ અપનાવા જણાવ્યું હતું.

મરીકા ક્રોસ, અમેરિકન અભિનેત્રી

મરીકા ક્રોસ, અમેરિકન અભિનેત્રી

30 વર્ષની ઉંમર બાદ સ્ત્રીની ઉર્વરતા (પ્રજનન ક્ષમતા) ઓછી થવા લાગે છે તથા ગર્ભધારણથી સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. આ જ વાત મરીકા ક્રોસની સાથે બની. જ્યારે તેણે માતા બનવાનો નિર્ણય કર્યો ત્યારે તે 40 વર્ષની હતી. માટે લગ્નના તુરંત બાત તેમણે આઇવીએફ ઉપચાર કરાવ્યો. ફેબ્રુઆરી 2007ના રોજ તેમણે બે જુડવા બાળકીઓને જન્મ આપ્યો.

બ્રૂક શીલ્ડ્સ

બ્રૂક શીલ્ડ્સ

બ્રૂક શીલ્ડ્સ એક અમેરિકન મોડલ અને અભિનેત્રી છે. પોતાના પ્રથમ પુત્રના ગર્ભમાં આવતા પહેલા આ અભિનેત્રી 7 વાર આઇવીએફ ઉપચાર લઇ ચૂકી હતી. આ સમય તેમના જીવનનો સૌથી મુશ્કેલીભર્યો સમય હતો. તેમને પ્રસવ બાદ થનારી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. બાળકની જરૂરીયાતોને પૂરી કરવામાં અસક્ષમતા તેનામાં આવી ગઇ હતી જેના કારણે તે તણાવનો શિકાર થઇ ગઇ હતી. ધીરે ધીરે ડોક્ટરોની સહાયતાથી તે તણાવની સ્થિતિમાંથી બહાર નીકળી શકી.

સેલીન ડિઓ

સેલીન ડિઓ

આ એક કેનેડિયન સિંગર છે. 17 ડિસેમ્બર 1994ના રોજ તેમના લગ્ન રેને એંજેલિલ સાથે થયા. તેમણે ઘણા વર્ષો સુધી ગર્ભ ધારણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહી. અંતે તેમણે ઇન-વિટ્રો ફર્ટિલાઇજેશનનો નિર્ણય કર્યો સેલીન 6 વાર આઇવીએફ પ્રક્રિયામાંથી પસાર થઇ. આ બધું તેમના માટે ખૂબ જ ભાવનાત્મક હતું. 23 ઓક્ટોબર 2010ના રોજ તેમણે જોડીયા સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો.

હ્યૂન જેકમેન

હ્યૂન જેકમેન

આ એક ઓસ્ટ્રેલિયન પ્રોડ્યૂસર અને એક્ટર છે. 11 એપ્રિલ 1996ના રોજ તેમના લગ્ન દેબોરરા-લી ફુર્નેસ સાથે થયા. તેઓને પોતાનું બાળક જોઇતું હતું. દેબોરરા બે વાર ગર્ભવતી થઇ પરંતુ બંનેવાર તેમનું ગર્ભપાત થઇ ગયું. બાદમાં તેમણે બે બાળકો અને ઓસ્કર મેક્સમિલિયન અને અવા ઇલિયોટને દત્તક લીધા.

English summary
I have included 5 celebs, who have struggled with fertility issues. Some of them resorted to IVF and others opted for adoption.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X