For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોમાસાની ઋતુમાં આ 5 ધરેલૂ ફેસ પૈકથી ત્વચા નીખારો

|
Google Oneindia Gujarati News

હાલ ચોમાસીની ઋતુ ચાલી રહી છે. અને આવી ઋતુમાં ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે અમુક વખતે વરસાદથી ત્વચા ડ્રાય થઇ જાય કે પછી ચીપચીપી.

ત્યારે આ ચોમાસે કેવી રીતે ધરેલું ફેસપેકથી તમારી સુંદરતાનું તમે ધ્યાન રાખશો તે અમે તમને જણાવીશું આ આર્ટીકલમાં. અને તે પણ તેવી વસ્તુઓની મદદથી જેના માટે તમારે કંઇ ખાસ ખર્ચો નહીં કરવો પડે.

સાથે આ ચોમાસામાં પાણી સારી માત્રામાં પીવાનું અને ચહેરાને સાફ કરી ક્રીમ લગાવાનું પણ ના ભૂલતા. તો જાણો આ ધરેલું ફેસ પેકની રીત નીચેના ફોટોસ્લાઇડરમાં...

કોમ્બિનેશન સ્કિન

કોમ્બિનેશન સ્કિન

જેની ત્વચા ખૂબ જ ડ્રાય કે ખૂબ જ ઓઇલી ના હોય તેવી ત્વચા માટે એક કપ સ્ટ્રોબેરી, 1 કપ દહીં અને 1 ચમચી મધ મેળવીને તેને બ્લેન્ડ કરો અને આ ફેસ પેકને ચહેરા પર લગાવી 10 મિનિટ રહેવા દો. પછી પાણીથી સાફ કરી દો.

સંવેદનશીલ ત્વચા

સંવેદનશીલ ત્વચા

અડધુ એલોવેરા કાપીને તેના ખીરાને દહીંમાં ભેળવી તેમાં થોડુંક ગુલાબજળ નાખી ચહેરા પર આ પેસ્ટ 15 મિનિટ માટે લગાવો.

શુસ્ક ત્વચા

શુસ્ક ત્વચા

2 ચમચી દાડમના દાણા, 2 ચમચી મધ અને થોડીક છાશને ભેળવી તેના રસને ચહેરા પર 5-10 મિનિટ રાખો.

તેલી ત્વચા

તેલી ત્વચા

પકેયેલા પપૈયાની પેસ્ટને ચહેરા પર લગાવો અને પછી 10 મિનિટ બાદ પાણીથી સાફ કરી દો.

નોર્મલ સ્ક્રિન

નોર્મલ સ્ક્રિન

સફરજન અને કેળાને સપ્રમાણમાં લઇને તેને એક ચોથાઇ ઓટ્સ અને બદામ પાવડર જોડે મિક્સ કરી પેસ્ટ બનાવો. તેમાં 1 ચમચી મધ અને 3 ચમચી દૂધ નાંખો. અને તેને ચહેરા પર 10 મિનિટ લગાવી પાણીથી ધોઇ દો.

English summary
Don’t let the monsoons ruin your skin. No, we aren’t suggesting opting for expensive salon treatments, try these homemade packs instead. We’ve got one for every skin type.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X