For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દિવાળીએ ગર્ભવતી મહિલાઓ કંઇ કંઇ વાતોથી સંભાળવું

|
Google Oneindia Gujarati News

દિવાળી આમ તો છે હર્ષ ઉલ્લાસ, ખુશી અને પ્રકાશનો તહેવાર પણ તેમ છતાં દિવાળીના આ અવસર પર ગર્ભવર્તી મહિલાઓએ તેમના સ્વાસ્થય અને સુરક્ષાને લઇને વધુ સચેત રહેવું જરૂરી છે. કારણ કે દિવાળીમાં ધણીવાર ભેળસેળ વાળી મીઠાઇઓ કે પછી ફટાકડાના ધુમાડાથી બાળક અને માતા બન્નેના સ્વાસ્થ પર અસર પડી શકે છે. અને મોટું નુક્શાન પણ થઇ શકે છે. ત્યારે આ ખુશી અને પ્રકાશના તહેવારે ગર્ભવતી મહિલાઓએ કેવી કેવી સાવચેતી રાખવી જોઇએ તે વિષે કેટલીક મહત્વપૂર્ણ માહિતી અમે આજે આપવાના છીએ.

અને હા જો તમે ગર્ભવતી હોવ કે પછી તમારા પરિવારમાં કોઇ ગર્ભવતી મહિલા હોય તો આ આર્ટીકલ તેમની જોડે જરૂરથી શેયર કરજો. અને નીચે મુજબની જાણકારી મેળવીને તેમનો યોગ્ય રીતે ધ્યાન જરૂરથી રાખજો. તો વાંચો દિવાળી અને નવા વર્ષ જેવા તહેવારના દિવસોમાં ગર્ભવતી મહિલાઓએ કેવી રીતે તેમના સ્વાસ્થયનું ધ્યાન રાખવું જોઇએ. અને કેવી રીતે તેમનું અને તેમના બાળકનું રક્ષણ કરવું જોઇએ. તો વાંચો નીચેના આ ફોટોસ્લાઇડર...

પ્રદૂષણથી દૂર રહો

પ્રદૂષણથી દૂર રહો

દિવાળીના સમયે સાફ સફાઇનું કામ વધુ રહે છે જેના કારણે ધૂળ અને કચરો ઘરમાં જ ઉડે છે. ત્યારે આવા સમયે ધૂળ અને પેન્ટ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. આ સમયે ઘરમાં પેન્ટ કરાવાનું રહેવા દેવું જોઇએ. વળી ભૂલથી પણ કોઇ ભારે સામાન ન ઉચકાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

ઘરના કામ

ઘરના કામ

આવા સમયે વારંવાર વળવું, વજન ઉઠાવવું ઠીક નથી. વળી જ્યારે પણ તમે સફાઇ કે કોઇ રસોઇમાં કોઇ કામ હાથ પર લો તો થોડા થોડા સમયે આરામ કરવાનું યાદ રાખો. એકી સાથે કામ કરવા ના મંડી પડો. વચ્ચે વચ્ચે થોડા આરામ કરતા રહો. અને સમયાંતરે પગને કોઇ ટેબલ પર ચઢાવી આરામ આપો.

ફટાકડાથી દૂર રહો

ફટાકડાથી દૂર રહો

ફટાકડામાંથી જે ધુમાડો નીકળતો હોય છે તેમાં અને રાસાણયો હોય છે જે તમારા અને તમારા બાળકના સ્વાસ્થય માટે હાનિકારક હોઇ શકે છે. તો આવા ધુમાડાથી દૂર રહો. સાંજ પડે ઘરના બહાર જવાનું ટાળો.

ધ્વનિ પ્રદૂષણને કહો ના

ધ્વનિ પ્રદૂષણને કહો ના

દિવાળીના દિવસે અનેક ફટાકડા ફોડવામાં આવે છે જેના કારણે કેટલીક મહિલાઓને માથું દુખવાની સમસ્યા પણ થાય છે. ત્યારે આવા સમયે કાનમાં કોટન બોલ્સ નાખીને રાખી શકો છો. અને ધ્વનિ પ્રદૂષણથી દૂર રહી શકો છો. નોંધનીય છે કે તમારા બાળક માટે 110 ડેસીબલથી વધુનો અવાજ પહોંચવો નુક્શાનકારક હોઇ શકે છે.

સ્વાસ્થય વર્ધક ભોજન

સ્વાસ્થય વર્ધક ભોજન

દિવાળી સમયે જાત જાતની મીઠાઇઓ બને છે. પણ આવા સમયે બહારની મીઠાઇઓઓ ખાવી ટાળવી જોઇએ. કારણ કે આમાં ધણીવાર ભેળસેળ હોય છે. વધુમાં વધુ પડતું તેલ-ધી વાળું ખાવાથી એસિડિટી પણ થઇ શકે છે. તેના કરતા પોષ્ટિક અને સ્વાસ્થય વર્ધક ખોરાક ખાવો જોઇએ. વળી પ્રેગનેન્સી દરમિયાન ડાયાબિટિઝ થવાનો ખતરો પણ રહે છે તો મહિલાઓએ આ અંગે ધ્યાન રાખવું જોઇએ.

English summary
5 tips for pregnant women to enjoy a healthy and safe Diwali If you are pregnant, you need to be cautious with firecrackers, loud noises and all that rich food synonymous with Diwali. Okay, let us not scare you. If you are worried that the festive season may harm you or your baby one way or the other, worry not. Here we tells you how you can stay safe during Diwali and make the most of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X