For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમારા પેટમાં કરમિયા છે? આ સાત લક્ષણ આપશે જવાબ

|
Google Oneindia Gujarati News

કૃમિ કે કરમિયા એક તેવા પરજીવી છે જે આપણા શરીરની અંદર રહીને પોષણ મેળવે છે. આમાંથી કેટલાક પરજીવી હાનિકારક હોય છે તો કેટલાક ખૂબ જ ખતરનાક. જે પરજીવી શરીરને નુક્શાન પહોંચાડે છે તે વર્ષો સુધી શરીરમાં રહીને શરીરમાં રહે છે અને આપણને ખબર પણ નથી પડતી. અને ધીરે ધીરા આજ કારણે આપણું શરીર અંદરથી ખોખલું થઇ જાય છે.

ડોક્ટરો તો મોટેરાઓને પણ વર્ષમાં એક વાર ડોક્ટરની સલાહ મુજબ કૃમિ મારવાની દવા ખાવાની સલાહ આપે છે. તો જો તમને પણ નીચેના માંથી કોઇ વસ્તુ વારંવાર થતી હોય તો તમારે પણ તમારે પણ તમારા ડોક્ટરનું ધ્યાન આ બાબતે દોરવું જોઇએ. અને યોગ્ય સારવાર લેવી જોઇએ....

ગેસ અને સોજો

ગેસ અને સોજો

શરીરમાં પેરાસાઇટ હોવાનું સૌથી મોટું લક્ષણ છે પેટમાં ગેસ થવો અને સોજા રહેવા. પરજીવી પેટના પોષક તત્વોને ખાય છે અને તેના કારણે જ મરોઢ આવે છે. અને પાચનક્રિયા પણ બગડે છે.

અનિદ્રા

અનિદ્રા

પેરેસાઇટના કારણે તંત્રિકા પર પણ ખરાબ અસર થાય છે જેનાથી અનિંદ્રાની સમસ્યા પણ ઊભી થાય છે અને ઓછી નિંદ્રાના કારણે આપણા દૈનિક કાર્યો પણ બગડે છે. અને સ્વભાવ પણ ચીડયો થાય છે.

કબજિયાત

કબજિયાત

પેરાસાઇટના કારણે શરીરના આંતરડા નબળા પડે છે અને તેનાથી વારંવાર કબજિયાત અને ડાયરિયાની સમસ્યા ઊભી થાય છે.

ત્વચા સંબંધી રોગ

ત્વચા સંબંધી રોગ

પેરાસાઇટના કારણે ત્વચા સંબંધી બિમારી પણ થાય છે, સફેદ ડાધ, ચકતા પડવા પણ આ જ કારણે થાય છે.

દાંત પીસવા

દાંત પીસવા

પેટનાં જીવડાના કારણે ઊંધમાં દાંત પીસવાની સમસ્યા પણ રહે છે. જે સામાન્ય રીતે બાળકોમાં જોવા મળતી હોય છે. અને તેનાથી તેમનો વિકાસ રોકાઇ જાય છે.

શરીરમાં દર્દ

શરીરમાં દર્દ

પરજીવીઓ એક સ્થળેથી બીજી જગ્યાએ જતા રહેતા હોય છે તેનાથી શરીરના અલગ અલગ ભાગમાં દુખાવો રહે છે.

થાક

થાક

વારંવાર થાક લાગવો, કામ કરવામાં મન ના લાગવું તે પણ પરજીવીઓ હોવાની નિશાની કારણ કે પરજીવી આપણા શરીરનું પોષણ આપણાથી લઇ લે છે. અને આપણે જલ્દી થાકી જઇએ છીએ. તો જો આવું હોય તો ડોક્ટરની સલાહ ચોક્કસથી લેજો.

English summary
7 Signs That You Have Parasites In Your Body Parasites are tiny micro-organisms that live inside of us. Some are harmless, while some can be extremely dangerous.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X