For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: આ વસ્તુઓમાં પણ હોય છે, આલ્કોહોલ!

|
Google Oneindia Gujarati News

જો તમે વિચારી રહ્યા છો કે તમે દારૂ એટલે કે આલ્કોહોલનું સેવન નથી કરતા તો તમે તદ્દન ખોટા હોઇ શકો છો. જી હા, આમ કહેવા પાછળનું ચોક્કસ કારણ છે. કારણ કે આપણે રોજે રોજ એવી અનેક વસ્તુઓનું સેવન કરતા હોઇએ છીએ કે જેમા દારૂની થોડી માત્રા જરૂરથી હોય છે. પરંતુ આ અંગે આપણને ખબર નથી હોતી.

કેકમાં સ્વાદ વધારવા માટે ઉમેરવામાં આવતુ વેનીલા એક્સટ્રેક્ટ કે શરદી-ઉધરસ ઓછી કરવા માટે પીવામાં આવતી કફ સીરપ. આ તમામ વસ્તુઓમાં વત્તા ઓછા પ્રમાણમાં દારૂનું પ્રમાણ હોય છે.

ક્યારેક ક્યારેક આ વસ્તુઓના વધુ પડતા સેવનના કારણે શરીરમાં ઝેરની માત્રા ફેલાઇ જતી હોય છે. તો આવો આજે જાણી લઇએ કે કઇ કઇ વસ્તુઓમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે.

વેનિલા એક્સટ્રેક્ટ

વેનિલા એક્સટ્રેક્ટ

કેક બનાવતી વખતે આપણે વેનિલા એક્સટ્રેક્ટના માત્ર થોડા જ ટીપા ઉમેરતા હોઇએ છીએ કારણ કે તેમા આલ્કોહોલનું પ્રમાણ વોડકા અને જીન જેટલુ હોય છે.

હેન્ડ સેનિટાઇઝર

હેન્ડ સેનિટાઇઝર

આલ્કોહોલની માત્રા વાળા હેન્ડ સેનિટાઇઝર હાથોમાંથી સૂક્ષ્મ જીવોને નષ્ટ કરવામાં સાબુ કરતા પણ વધુ અસરકારક હોય છે. બજારમાંથી તમને આલ્કોહોલ ફ્રી સેનીટાઇઝર મળી જાય છે, પણ તે એટલા પ્રભાવકારી નથી હોતા.

કફ સીરપ

કફ સીરપ

કફ સીરપમાં લગભગ 10થી 40 ટકા સુધી આલ્કોહોલનું પ્રમાણ હોય છે. તેથી જ કફ સીરપનો ડૉઝ હંમેશા ડૉક્ટરની સલાહ બાદ જ લેવો જોઇએ.

માઉથ વૉશ

માઉથ વૉશ

માઉથ વૉશમાં હાઇ આલ્કોહૉલ કંન્ટેટ હોય છે. તેમાં 30 ટકા આલ્કૉહોલનું પ્રમાણ હોય છે, જો તમે ભૂલથી માઉથ વૉશ પી લીધુ તો તમને નશો પણ ચઢી શકે છે.

વિંડ શીલ્ડ વાઇપર ફ્લુડ

વિંડ શીલ્ડ વાઇપર ફ્લુડ

કારની વિંડશીલ્ડને સાફ કરવા માટે જે તરલ પદાર્થનો ઉપયોગ થાય છે, તેમા પણ આલ્કોહૉલ હોય છે, અને તે પણ ઝેરીલી.

પરફ્યુમ અને કોલોજન

પરફ્યુમ અને કોલોજન

બધાં જ પ્રકારના પરફ્યુમ અને કોલોઝનમાં 50થી 90 ટકા જેટલુ આલ્કોહોલનું પ્રમાણ હોય છે. જેનો ઉપયોગ સમજદારીથી કરવો જોઇએ નહીંતર ખતરનાક સાબિત થઇ શકે છે.

પ્રોટીનબાર

પ્રોટીનબાર

પ્રોટીનબારમાં શુગર આલ્કોહૉલ હોય છે જે રેગ્યુલર આલ્કોહૉલથી અલગ હોય છે. શુગર આલ્કોહૉલ એક પ્રકારનું સ્વીટરન છે. જેનો ઉપયોગ આઇસ્ક્રીમ અને કુકીઝ બનાવવામાં થાય છે.

English summary
There are certain things we use daily that have traces of alcohol. We bet you don't know about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X