રોઇંગ મશીન પર વર્કઆઉટ કરવાના ફાયદા

Posted By:
Subscribe to Oneindia News

જો તમે જીમમાં વર્કઆઉટ કરો છો તો તમે જીમમાં એકથી એક ચઢીયાતા ભારે ભરખમ મશીન્સ જોયા હશે. ત્યાં તમને રોઇંગ મશીન કે જે રોવરના નામે જાણીતુ છે તે પણ જોવા મળશે. રોઇગ મશીન પર તમે એક બે વાર ચોક્કસ વર્કઆઉટ કર્યું હશે. રોવર કેલરી ઘટાડવા માટે બેસ્ટ માનવામાં આવે છે. અન્ય મશીન્સની તુલનામાં તેનાથી વધુ કેલરી બર્ન થાય છે.

સાયકલ અને ટ્રેડમીલ પર કલાકો સુધી પસીનો વહાવવાની જગ્યાએ જો તમે રોઇંગ મશીન પર વર્કઆઉટ કરશો તો તમે લગભગ 10થી 15 ટકા કેલરી બર્ન કરી શકશો. જો તમને ટ્રેડ મીલ પર દોડવાનું પસંદ નથી તો અહીં ક્લીક કરો અને જાણો રોઇંગ મશીન પર વર્કઆઉટ કરવાના સારા ફાયદા અંગે....

હ્રદય અને ફેંફસા મજબૂત બને છે
  

હ્રદય અને ફેંફસા મજબૂત બને છે

આ મશીન પર એક્સરસાઇઝ કરવી એક પ્રભાવશાળી એરોબિક્સ એક્સરસાઇઝ કરવા બરાબર છે. આમ કરવાથી હ્રદય અને ફેંફસા મજબૂત બને છે.

આખુ શરીર મજબૂત બને છે
  

આખુ શરીર મજબૂત બને છે

રોઇંગ મશીનથી વર્કઆઉટ કરવાથી આખા શરીરના મસલ્સને કસરત મળે છે.

ફેટ બર્ન
  

ફેટ બર્ન

કેલરી બર્ન કરીને વેઇટ લોસમાં મદદરૂપ થાય છે. જે સામાન્ય મશીન નથી કરી શક્તુ. તેનાથી ફેટ બર્ન થાય છે અને મસલ્સ પણ બને છે.

મસલ્સનું ટોનીંગ
  

મસલ્સનું ટોનીંગ

નિયમીત રીતે રોઇંગ મશીન પર વર્કઆઉટ કરવાથી મસલ્સ ટોન થાય છે. અને મસલ્સમાં તાકાત પણ આવે છે.

રેજીસ્ટેંસ પેદા થાય છે
  
 

રેજીસ્ટેંસ પેદા થાય છે

રોઇંગ મશીન પર આગળ પાછળ જોર લગાવવાથી સાઇકલની સરખામણીમાં સારૂં રેજીસ્ટેંસ પેદા થાય છે.

વડીલો માટે ઉત્તમ
  

વડીલો માટે ઉત્તમ

જો કોઇને ઘુંટણમાં મુશ્કેલી હોય તો તે પણ રોઇંગ મશીનને આરામથી યુઝ કરી શકે છે. રોઇંગ મશીન વડીલો માટે ઉત્તમ છે.

સ્ટેમિના વધે છે
  

સ્ટેમિના વધે છે

આ મશીનથી વર્કઆઉટ કરવાથી શરીરમાં લચક અને સ્ટેમીના વધે છે.

ઈજાનો ડર નહીં
  

ઈજાનો ડર નહીં

આના પર વર્કઆઉટ કરવાથી ઇજાનો કોઇ ડર નથી રહેતો.

English summary
8 Benefits Of Rowing Machine Exercises The rowing machine, also known as rower and ergometes, is the newest trend in the fitness world. Here are some amazing benefits of using a rowing machine for workout.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.