For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવારે ફળો ખાવાના આ છે 8 ફાયદા

|
Google Oneindia Gujarati News

રાત સિવાય કોઇ પણ સમયે ફળ ખાવા આમ તો સ્વાસ્થય માટે છે ખૂબ જ લાભદાયક. પણ તેમ છતાં જો તમે સવારના સમયે તાજા ફળ ખાવા છો તો તે તમારા સ્વાસ્થયને સૌથી વધુ લાભ પહોંચાડી શકે છે.

તમને થશે કે સવારે ફળ ખાવાથી એવો તો શું ફાયદો થઇ શકે? આ જ ફાયદા આજે અમે તમને કહેવા છીએ. સવારે બ્રેકફાસ્ટ સાથે જ તમે એક ફળ લો કે પછી બ્રેકફાસ્ટ બાદ સવારે 10 કે 11 વાગે તમે તમારું ગમતું કોઇ પણ ફળ ખાવ.

વધુમાં તમે અઠવાડિયામાં અલગ અલગ ફળ ખાઇને પણ એક ડાયેટ ફોલો કરી શકો છો જેનાથી તમને વજન ઓછું કરવામાં પણ મદદ થશે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો સવારે ફળ ખાવાથી શું શું ફાયદા થઇ શકે છે...

શક્તિવર્ધક

શક્તિવર્ધક

સવારે ફળ ખાવાથી તમારા શરીરને સવારના સમયે વિવિધ કામો કરવા માટે જોઇતી જરૂરી શક્તિ મળશે.

પાચન

પાચન

વધુમાં ફળોમાં મોટા પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તે તમારી પાચન ક્રિયામાં પણ મદદરૂપ થશે.

ઉત્સેચકો

ઉત્સેચકો

ઉત્સેચકો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે જે ફળોમાંથી ભરપૂર પ્રમાણમાં મળે છે.

મૂડ સ્વિંગ

મૂડ સ્વિંગ

ખરેખરમાં ફળો તમારા મૂડ સ્વિંગને બદલી શકે છે. અમુક ફળો જેમ કે બ્લુ બેરી તમારા મૂડને સારા કરવામાં તમારી મદદ કરે છે. વધુમાં ફળોમાં પ્રાકૃતિક ગ્લુકોઝ હોય છે જે તમને શક્તિ અને સ્ફૂર્તિ આપે છે.

સ્ટ્રેસ

સ્ટ્રેસ

સ્ટ્રોબેરી જેવા વિટામિન સીથી ભરપૂર ફળો તમારા સ્ટ્રેસને દૂર કરવામાં પણ મદદરૂપ થશે.

હાઇડ્રેટ

હાઇડ્રેટ

ફળોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે જે તમારા શરીરને તરોતાજા કરે છે અને હાઇડ્રેટ કરે છે.

મીઠાશ

મીઠાશ

વધુમાં જો તમે મીઠું ખાવાની વારંવાર ઇચ્છા થતી હોય તો ફળ ખાવાથી તે ઇચ્છા પણ સંતોષાય છે અને તમને પ્રાકૃતિક શર્કરા પણ મળે છે.

વજન ઓછું

વજન ઓછું

વજન ઓછું કરવામાં ફળો બહુ જ ઉપયોગી સાબિત થાય છે. તેને ખાવાથી ભૂખ પણ સંતોષાય છે. તેમાં પ્રાકૃતિક શર્કરા તમને એનર્જી પણ આપે છે. અને તેમાં કેલરી પણ ઓછી હોય છે.

English summary
Fruits should be added to your daily diet no matter how old or young you might be. Fruits contain the right nutrients and proteins to increase your immunity, to keep you strong and fit. Most of all fruits provide energy boosters which means it is the sole reason to keep you active in the morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X