જો તમે ચુસ્ત અને તંદુરસ્ત રહેવા માંગો છો તો સમય અને ઉંમરની સાથે તમારે તમારો ખોરાક અને દિનચર્ચા તો બદલવી જ રહી. શરીરને ઉંમરના દરેક પડાવ મુજબ અલગ અલગ પ્રકારના ખોરાકની જરૂરિયાત હોય છે. જેના દ્વારા તે યોગ્ય રીતે ચાલતું રહે. માટે જ ઉંમરની સાથે ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવું જોઇએ.
30 વર્ષ પછી શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે. વળી આજ કાલના સમયમાં ના ખોરાક એટલો હેલ્થી રહ્યો છે ના આપણા શરીર. વળી સ્ટ્રેસ, પ્રદૂષણ, આપણી અનફીટ લાઇફ સ્ટાઇલ પણ આપણા શરીર પર અસર કરે છે. અને તમે પણ પહેલા કરતા જલ્દી થાકી જાવ છો.
સાથે હાડકાંમાં કેલશ્યિમની અછત ઊભી થાય છે. અને વાળ પણ સફેદ થવા લાગે છે. સાથે જ રક્તચાપની સમસ્યા પણ ઊભી થાય છે. વળી વિટામિન ડીની ડેફિસ્યન્સી પણ અનેક વસ્તુ માટે કારણભૂત હોઇ શકે છે. ત્યારે 35 વર્ષની ઉંમર પછી કંઇ કંઇ વસ્તુઓને ના પાડવી જોઇએ તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
માર્ગરાઇન
કોલેસ્ટ્રોલ અને ટ્રાંસફેટ આમાં સૌથી વધુ હોય છે. જેના કારણે શરીરમાં એક્ટ્રા ફેટ વધી જાય છે. માટે તમારે તેનાથી દૂર જ રહેવું જોઇએ.
લેબલ ડાયટ ફૂડ
આવા ખોરાકો સ્વાદમાં સારા હોય છે પણ તેના સેવનથી તમારે દૂર રહેવું જોઇએ કારણકે તેનાથી તમે થાક અને કમજોરી અનુભવી શકો છો. આવા ફૂડમાં તાકાતના નામ પર કશું જ નથી હોતું.
વધુ પડતું મીઠું
35 વર્ષ પછી ખાવામાં થોડાક ઓછા મીઠાનો ઉપયોગ શરૂ કરવો જોઇએ. તમે પહેલા જેટલું મીઠું વાપરતા હોવ તેનાથી ઓછું મીઠાવાળું ખાવ. તેનાથી હદય અને કિડની સલામત રહે છે.
વધારે પડતી ખાંડ
જો તમે ચામાં બે ચમચી ખાંડ નાખતા હોવ તો 35 વર્ષ બાદ 1 કે 1/2 ચમચીવાળી ખાંડવાળી ચા પીવાની આદત નાખો. જેટલી ખાંડ ઓછી ખાશો તેટલું ડાયાબિટીઝથી દૂર રહેશો.
વધુ પડતું તળેલુ
વધુ પડતું ઓઇલી ફૂડ તમારા શરીરમાં ફેટ જમા કરી તમારા શરીરને બગાડવા સિવાય કોઇ ખાસ કામ નહીં કરે. તો આવું ખાઇને વર્કઆઉટ કરવાનું ના ભૂલો. અને આવા ખાવાથી થાય એટલું દૂર રહો.
વધુ વાઇન ના પીવો
કોઇ પણ પ્રકારના દારૂની વધુ પડતું સેવન હંમેશા હાનિકારક જ છે. પણ વાઇનના વધુ પડતા સેવનથી ખાસ કરીને હદય અને લીવરને અસર થાય છે. માટે તેનાથી દૂર રહો.
કૈફિન
35 વર્ષની આયુ પછી ચિંતા અને વ્યથા વધે છે. માટે કૈફિન દ્રવ્યો જેમ કે ચા, કોફીનું પ્રમાણ ધટાડો. તે તમારા માટે ધાતક સાબિત થઇ શકે છે.
સફેદ બ્રેડ
મેદાથી બનેલી સફેદ બ્રેડ તમારા પેટમાં કબજિયાત કરી શકે છે. માટે આવી બ્રેડ અને તેની વાનગીથી દૂર રહો.
ભાત
સફેદ બ્રેડ, સફેદ ભાત બન્નેથી અંતર કરો. પહેલાના પ્રમાણ થોડા ઓછા ભાત ખાવ. થાય તો બ્રાઉન રાઇઝ ખાવ. તેમાં ફાઇબર અને વિટામિન વધારે હોય છે.