For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

12 દિવસ સુધી આ મહિલાએ ખાલી કેળા ખાધા, જુઓ પછી શું થયું!

|
Google Oneindia Gujarati News

આપણે બધા જ જાણીએ છીએ કે કેળા ખાવા કેટલા લાભકારી છે. તેનાથી પાચન ક્રિયા સારી થાય છે અને કબજિયાતથી પણ નિજાત મળે છે. ઉચ્ચ પોષક તત્વોથી ભરપૂર અને સસ્તીદરે અને સરળતાથી ઉપલબ્ધ તેવા આ કેળા નાના મોટા બધાને ભાવે છે. વળી ઔષધ વિજ્ઞાનમાં પણ કેળાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. અને મેડિકલ સાયન્સ પણ કેળાને ગુણકારી ફળ માને છે.

જો તમે આખો દિવસ કંઇ જ ના ખાવ અને ખાલી કેળા જ ખાવ તો તમારું વજન ઘટી શકે છે. અને જો તમે રોજના 8-10 કેળા અને ભોજન ખાવ તો તમારું વજન વધી પણ શકે છે. ત્યારે પોતાનું વજન ધટાડવામાં ન્યૂટ્રિશનિસ્ટ યુલિયા તરબત પણ કંઇક આવું જ કર્યું.

તેમણે સતત બાર દિવસ સુધી ખાલી કેળા જ ખાધા. તેમણે કેળા ખાવાથી શું સ્વાસ્થય લાભો થઇ શકે છે તેના પરિક્ષણ માટે મોનો-ફ્રૂટ આ ડાયટ શરૂ કરી હતી. જેમાં તેમણે દિવસ ભર ખાલી કેળા જ ખાવાના હતા. ત્યારે બાર દિવસ પછી યુલિયાએ તેના વજનમાં કેવો ફેરફાર જોયો. તેનાથી તેને કેવા કેવા લાભ થયા અને તમારે પણ આવી કોઇ ડાયેડ કરવી જોઇએ કે નહીં તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કેવી રીતે થાય છે આ ડાયટ

કેવી રીતે થાય છે આ ડાયટ

આ રીતની ડાયટ માટે તમારે દરેક પ્રકારના કેળા ખાઇ શકો છો. કેટલાક લોકો આખો દિવસ કેળા ખાધા પછી સાંજે કોઇ અન્ય શાક ભોજનમાં લે છે. તે સાથે તમારે દિવસમાં 3 લીટર પાણી પીવાનું રહે છે. અને સામાન્ય વ્યાયામ પણ. વળી આરામ પણ જરૂરી છે.

કેળા અને સ્વાસ્થય

કેળા અને સ્વાસ્થય

રિસર્ચ મુજબ કેળાને વેટ લોસ ડાયટમાં સામેલ કરી શકાય છે. એક 6 ઇંચના કેળામાં લગભગ 90 કેલેરી હોય છે. જે કોઇ પણ ચોકલેટની સામે ખૂબ જ ઓછી છે. વળી આ ફળમાં ધુલનશીલ ફાઇબર પણ હોય છે. જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

કેળાની ડાયટથી યુલિયાને શું ફાયદા થયા

કેળાની ડાયટથી યુલિયાને શું ફાયદા થયા

આ ડાયટ અપનાવ્યા પછી યુલિયાની પાચન શક્તિ વધી. તેનો પેટનો દુખાવો ગાયબ થયો. વળી તેના કહેવા મુજબ તેની મગજ પહેલા કરતા વધુ રિલેક્સ રહેવા લાગ્યું અને તે પોતાના કામમાં પૂરી રીતે ધ્યાન આપી શકી. વળી તેના ચહેરા પર પણ ચમક આવી. અને તે શરીરથી સંતુલિત અને મનથી સકારાત્મક થઇ.

યુલિયાને મળી રોગોથી મુક્તિ

યુલિયાને મળી રોગોથી મુક્તિ

યુલિયાએ જણાવ્યું કે આ ડાયેટ કર્યા પહેલા તેને હાઇ બ્લડ સુગર, હોર્મોન અસંતુલન અને કેંડિડાની બિમારી હતી. જો કે શરીરમાંથી તમામ વિષેલા પદાર્થો બહાર નીકળી જવાથી તેને હવે આ બિમારીઓથી ઠીક થઇ છે.

શું તમે પણ આ ડાયેટ અપનાવી શકો?

શું તમે પણ આ ડાયેટ અપનાવી શકો?

જો તમે આ ડાયેટ અપનાવા ઇચ્છતા હોવ તો પહેલા તમારે તમારો ડોક્ટર જોડે આ અંગે વિચાર વિમર્શ કરવો જોઇએ. કારણ કે આ ડાયેટ દરેક લોકોને શૂટ થાય તેવું જરૂરી નથી. વળી આ ડાયેટ ખાસ કરીને થાઇરોઇડના બિમારીથી પીડત લોકોએ ના કરવી જોઇએ.

English summary
A Woman Ate Only Bananas For 12 Days And Look What It Did To Her What would happen if you decided to eat only one food for an extended period of time? One nutritionist decided to see what would happen if she took this approach, eating only bananas for almost two weeks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X