For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાની બાબતે પણ થઇ જાવ છો ગુસ્સે, તો આ રીતે ઠંડુ રાખો મગજ

ગુસ્સો આવવો એ સામાન્ય બાબત છે, પરંતુ જો તમને નાની-નાની બાબતો પર ગુસ્સો આવે છે, તો તે ચિંતાનો વિષય છે. આ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

ગુસ્સો આવવો એ સામાન્ય બાબત છે, પરંતુ જો તમને નાની-નાની બાબતો પર ગુસ્સો આવે છે, તો તે ચિંતાનો વિષય છે. આ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે, જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે ઘણી વખત આપણે ધ્યાન રાખતા નથી કે, આપણે ક્યાં ઉભા છીએ અને કોની સાથે વાત કરી રહ્યા છીએ.

ગુસ્સો આપણા સંબંધોને બગાડે છે. આ સાથે ઘણી વાર બનાવેલા કામ પણ બગાડી જાય છે. જો તમે સરળ યુક્તિઓ દ્વારા તમારા ગુસ્સાને નિયંત્રિત કરવા માગો છો, તો તમારે કેટલાક ઉપાયો કરવા પડશે. આવો જાણીએ ગુસ્સો કંટ્રોલ કરવાના ઉપાયો વિશે.

ગુસ્સો ઘટાડવાની રીતો

ગુસ્સો ઘટાડવાની રીતો

ઊંડો શ્વાસ લેવાથી ગુસ્સો ઓછો થશે

જો તમને કોઈ વાત પર ગુસ્સો આવે છે, તો સૌથી પહેલા ઊંડો શ્વાસ લો. તેનાથી તમને આરામ મળશે. ઉલ્લેખનીય છે કે, ઊંડા શ્વાસોશ્વાસઉત્તેજના, ચિંતા, હતાશા અને ગુસ્સાને ઘટાડવાનું કામ કરે છે. જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે ઊંડો શ્વાસ લો, આ તમને વિષય પરથીધ્યાન હટાવવામાં મદદ કરશે, જેના કારણે તમે ગુસ્સે થયા છો.

ગીતો સાંભળવાથી ગુસ્સો શાંત થશે

ગીતો સાંભળવાથી ગુસ્સો શાંત થશે

ગુસ્સાને શાંત કરવામાં સંગીત ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. જ્યારે પણ તમને ગુસ્સો આવે, ત્યારે ગીતો સાંભળવાનું શરૂ કરો. સારુંસંગીત સાંભળવાથી તમને આરામ મળશે અને તમારું મન શાંત થઈ જશે.

ચાલવાથી ગુસ્સો ઓછો થશે

ચાલવાથી ગુસ્સો ઓછો થશે

જ્યારે પણ તમને અચાનક ગુસ્સો આવે ત્યારે ચાલવાનું શરૂ કરો. આ ગુસ્સાને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. ચાલવાથી શરીરના સ્નાયુઓનેઆરામ મળે છે અને તમારું મન શાંત થાય છે. આમ કરવાથી તમે સમસ્યાને સમજી શકો છો અને તે પરિસ્થિતિ સાથે એડજસ્ટ કરવામાંમદદ કરે છે.

સ્ટ્રેચિંગ એંગર મેનેજમેન્ટમાં મદદ કરશે

સ્ટ્રેચિંગ એંગર મેનેજમેન્ટમાં મદદ કરશે

જો તમે સ્ટ્રેચ કરવાનું શરૂ કરો છો, તો તમારા સ્નાયુઓને પણ આરામ મળશે, જ્યારે તમારા સ્નાયુઓને આરામ મળશે, ત્યારે તણાવ પણ દૂરથશે. આ સિવાય તમે સાંધાને આરામ આપતી કસરતો પણ કરી શકો છો.

English summary
adept these tips to overcome on quick Anger
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X