
તમારા રૂટીનમાં અપનાવો આ 5 આદતો, બીમારીઓથી કાયમ દુર રહેશો!
વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલે ઉજવવામાં આવે છે. તેની ઉજવણી 1948 માં શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ લોકોને સ્વાસ્થ્ય સાથે સંબંધિત દરેક મુદ્દાઓ વિશે જાગૃત કરવાનો છે. સારા જીવન માટે ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. વર્તમાન યુગની જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાણી-પીણીની આદતોને કારણે આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી શકતા નથી અને અનેક ગંભીર રોગોની મહેફિલ જમાવીએ છીએ. આજે અમે એવી 5 આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે સ્વસ્થ રહી શકો છો.

હેલ્દી આહાર લો
સ્વસ્થ રહેવા માટે સંતુલિત અને આરોગ્યપ્રદ ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. તમારા રોજિંદા આહારમાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. આ સિવાય જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ખાંડ, ઠંડા પીણાનું સેવન ઓછું કરો.

શરીરને હાઇડ્રેટેડ રાખો
શરીરમાં પાણીની કમી ન થાય તે માટે દિવસમાં ઓછામાં ઓછું 8 થી 9 ગ્લાસ પાણી પીવો કારણ કે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આમ ન કરો તો ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરની મોટાભાગની ગંદકી બહાર નીકળી જાય છે.

પુરી ઊંઘ લો
તમારું રોજિંદું જીવન ગમે તેટલું વ્યસ્ત હોય, 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આનાથી તમે આખો દિવસ તાજગી અનુભવશો, તુ ટેન્શનથી પણ દૂર રહી શકશો. માનસિક સ્વાસ્થ્ય માટે આ કરવું જરૂરી છે.

નિયમિત કસરત કરો
જો તમે ફિટ રહેવા માંગતા હોવ અને પેટની ચરબી ન વધે તો નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે. વૉકિંગ, જોગિંગ, સ્વિમિંગ અને જિમ જવાના વિકલ્પો અપનાવો.

દારૂ-સિગારેટ છોડો
આપણે બધા એ હકીકતથી વાકેફ છીએ કે ધૂમ્રપાન અને આલ્કોહોલ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમને તેની લત લાગી ગઈ હોય તો આજે જ તેને છોડી દો કારણ કે તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે.