For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવસમાં તમે કેટલી વાર હસો છો? જાણો આ રહસ્યો

|
Google Oneindia Gujarati News

જો મિત્રોનો સાથ હોય અને રજાનો દિવસ હોય તો આપણો આખો દિવસ હસી ખુશીમાં ક્યાં જતો રહે છે ખબર નથી પડતી. અને તેનું ઉલટું સોમવાર જેવો કોઇ દિવસ હોય અને ઓફિસ જવાનું હોય ત્યારે આપણા મોઢામાંથી દાંત નીકળવાનું નામ નથી લેતા. ત્યારે તમે કદી વિચાર્યું છે કે એક દિવસમાં સરેરાશ તમે કેટલું હસ્યા?

હવે તમે કહેશો કે અહીં અમારે કેટલાક કામ હોય છે બેન એમાં હસવાના હિસાબ ક્યાં રાખવા જઇએ. તો લાવો તમારું કામ થોડું સરળ કરી દઉં. ભલે તમે હસવાના હિસાબના રાખતા હોવ પણ રિસર્ચરો હોય છે જે આ વાતના હિસાબ રાખવામાં રસ ધરાવતા હોય છે.

ત્યારે આજે અમે તમારી માટે આવો જ એક રસપ્રદ અને રોચક લેખ લઇને આવ્યા છીએ. જે તમને તમારા શરીરના કેટલાક આવા જ રસપ્રદ તથ્યો કહેશે. ત્યારે પોતાના શરીરથી જોડાયેલા આવા તથ્યોને જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને હા તમને જવાબ પણ આપી દઉં. સામાન્ય રીતે માણસ એક દિવસમાં સરેરાશ 15 વાર હસે છે. તો આજે તમે કેટલી વાર હસો છો તેની ગણતરી કરી લેજો હો! તો વાંચો આ રસપ્રદ તથ્યો...

10 ટકા વજન

10 ટકા વજન

જો તમે વજનકાંટા પર ઊભા રહોને તમારું વજન વધારે આવે તો તમે જીવાણુંઓનો વાંક કાઢી શકો છે. કારણ કે માનવ શરીરમાં 10 ટકા શુષ્ક ભાર જીવાણુઓનો હોય છે.

કેટલા વાળ તૂટે છે

કેટલા વાળ તૂટે છે

તમને એવું લાગતું હોય કે તમારા વાળ ખૂબ તૂટે છે. તો જણાવી દઉં કે રોજ માણસના સરેરાશ 80 વાળ તૂટે છે. તો જો આનાથી વધુ હોય તો કોઇ ટ્રિટમેન્ટ કરાવજો.

મગજમાં પાણી

મગજમાં પાણી

નેક્ટ ટાઇમ જો કોઇ તમને કહે કે તારા મગજમાં તો ભુસું ભરાયું છે તો તમે તેને બિન્દાસ કહેજો કે ભુસું નહીં મગજમાં 80 ટકા પાણી ભરાયું હોય છે.

મધુમેહ

મધુમેહ

તમે માનશો નથી પણ મધુમેહથી દર વર્ષે 32 લાખ લોકોની મોત થાય છે. અને પ્રતિમિનિટ દુનિયામાં 6 લોકો મધુમેહથી મરે છે.

નાસ્તો અને કેલરી

નાસ્તો અને કેલરી

જો તમે ખાલી નિયમિત નાસ્તો પણ કરોને તો તે તમારી પૂરા દિવસની 5 થી 20 ટકા કેલેરીને બાળે છે.

લોહીનું એક ટિપું

લોહીનું એક ટિપું

શું તમને ખબર છે લોહીનું એક ટીપું આખા શરીરનો ચક્કર ખાલી 20 સેકેન્ડમાં લગાડી દે છે. અને તમને લાગે છે કે ખાલી તમારું 4જી કનેક્શન જ ફાસ્ટ છે!

બાળકોમાં આ નથી હોતું

બાળકોમાં આ નથી હોતું

નાના બાળકોમાં ગૂંઢણની ટોપી જન્મના વખતે નથી હોતું. અને ટે 2 થી 6 વર્ષની ઉંમરે દેખાવાનું શરૂ થાય છે.

તમારી લંબાઇ ને માથું

તમારી લંબાઇ ને માથું

બાળકનું માથું તેની કુલ લંબાઇના એક ચોથાઇ ભાગનું હોય છે. જ્યારે 25 વર્ષની ઉંમરે આ લંબાઇ આઠવા હિસ્સાને બરાબર હોય છે.

લોહીનું એક ટીપામાં કેટલી કોષિકા?

લોહીનું એક ટીપામાં કેટલી કોષિકા?

શું તમને ખબર છે કે લોહીના એક ટીપામાં કેટલી કોષિકાઓ હોય છે? લોહીના એક ટીપામાં કુલ 250 મિલિયન કોષિકાઓ હોય છે.

ગર્ભાશયમાં ફિંગર પ્રિન્ટ!

ગર્ભાશયમાં ફિંગર પ્રિન્ટ!

શું તમને ખબર છે જ્યારે બાળક માતાના ભ્રૃણમાં હોય છે ત્યારે પણ તેના હાથમાં ફિંગર પ્રિન્ટના નિશાન હોય છે. 3 મહિનાના ભ્રણમાં ફિંગર પ્રિન્ટ આવી જાય છે.

મૂત્રાશયનો આકાર

મૂત્રાશયનો આકાર

તમને જાણીને નવાઇ લાગશે પણ એક પૂર્ણ મુત્રાશયનો આકાર એક નરમ દડા જોવા હોય છે.

0.3 મિલીમીટર વાળ

0.3 મિલીમીટર વાળ

વાળ રોજ 0.3 થી 05 મીમી વધે છે. અને મહિનામાં 1 થી 1.5 સેમી અને વર્ષે 12 થી 15 સેમી વધે છે.

15 લિટર પાણી શરીર નિચોવે છે

15 લિટર પાણી શરીર નિચોવે છે

તમને જાણીને નવાઇ લાગશે પણ મહેનત કરનાર વ્યસ્કના શરીરમાંથી દરરોજ 15 લિટર પરસેવો નીકળે છે. એટલે જ કહું છું શ્રમ કરો અને પાણી પીતા રહો.

720 લીટર રક્ત

720 લીટર રક્ત

તમને લાગે છે કે કાલે તમે જ દિવસ રાત કામ કરો છો જરા તમારા લિવરનું વિચારો. એક સ્વસ્થ લિવર દરરોજ 720 લિટર લોહીને પ્રોસેસ કરે છે.

દિલ ધડકતું નથી વાલ્વ ધડકે છે

દિલ ધડકતું નથી વાલ્વ ધડકે છે

હવે તમે કોઇ છોકરીને જોઇને મોહી પડો તો તમે થોડા અલગ અંદાજ મારવા માટે કહી શકો છો કે મારા હદયના વાલ્વ પણ તને જોઇને ધકડી ગયા. કારણ કે હકીકતમાં હદય ધક ધકનો અવાજ નથી કરતું હદયના વાલ્વમાંથી લોહી પસાર થવાના કારણે આ ધક ધકનો અવાજ આવે છે.

તમે કેટલી વાર સેક્સ કરી શકો છો

તમે કેટલી વાર સેક્સ કરી શકો છો

જો તમારે તે જાણવું હોય કે કેટલી વાર સેક્સ કરી શકાય તો આ છે તેનો ઉત્તર, કે એક સ્વસ્થ વ્યક્તિ 2580 વાર સેક્સ કરી શકે છે.

200000 ટેમ્પરેચર

200000 ટેમ્પરેચર

માનવ શરીરમાં લગભગ 200,000 તાપમાન સંસૂચક એટલે કે ડિટેક્ટર હોય છે.

સેસર

સેસર

શું તમને ખબર છે માનવ શરીરમાં કેટલા ટચ સેન્સર હોય છે. માનવ શરીરમાં કુલ 500,000 ટચ સેન્સર હોય છે.

કાનમાં 24 હજાર ફાઇબર

કાનમાં 24 હજાર ફાઇબર

તમને જાણીને નવાઇ લાગશે પણ આપણા એક કાનમાં લગભગ 24000 ફાઇબર હોય છે.

English summary
Read amazing facts about human body in Gujarati. Know about body parts in Gujarati. All about Women and men body in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X