• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગનેંસી દરમિયાન કયું ડ્રીંક પીવું અને કયું ટાળવું જોઈએ

|
Google Oneindia Gujarati News

ગર્ભાવસ્થા દરમિયાન આપણે ઘણી બાબતોથી સાવધાન થઈ જઈએ છીએ, ખાસ કરીને આપણી જીવનશૈલીને લગતી. આવનારા નાના મહેમાન સ્વસ્થ રહે તે માટે આપણે જીવનશૈલીમાં ઘણા ફેરફાર કરવા પણ તૈયાર રહીએ છીએ. દરેક નાના મોટા ફેરફારમાં સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગર્ભાવસ્થા દરમિયાન પીણા એ આ સાવચેતીઓમાં પ્રથમ ક્રમાંકે છે. જી હા, આ નવ મહિનામાં આપણે જે પીએ છીએ તેની સીધી અસર બાળક પર પડે છે. જો કે તરસ છીપાવા માટે શુદ્ધ અને સ્વચ્છ પાણી કરતાં બીજી કોઈ વસ્તુ મોટી હોતી નથી, પરંતુ ઘણી વખત આપણને બીજું કંઇક પીવાનું મન થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે આવા ત્રણ પીણાં લઈને આવ્યા છીએ જે હેલ્ધી છે અને ત્રણ એવા છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેનાથી દૂર રહેવું વધુ સારું રહેશે.

ગર્ભાવસ્થા દરમિયાન, અહીં જણાવેલા ત્રણ પીણાં પોતાના અને બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક છે. તમે તેના વિશે જાણો અને શક્ય તેટલી વહેલી તકે તેને તમારા ડાયટ પ્લાનમાં શામેલ કરો.

સાઇટ્રસ ડ્રિંક્સ

સાઇટ્રસ ડ્રિંક્સ

લીંબુનું શરબત અને નારંગીનો રસ જેવા ખાટા પીણાં જેવા ખાટાં પીણાં, સગર્ભા સ્ત્રીઓએ તેમની ડાયટમાં જરૂર ઉમેરવા જોઈએ છે. જ્યારે નારંગીનો રસ બ્લડ પ્રેશર ઘટાડે છે, તે હાડકાના સ્વાસ્થ્યને પણ સુધારે છે. ઉપરાંત, તે પ્રિનેટલ વિટામિનની જેમ કાર્ય કરે છે, જેનાથી ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ સારો થાય છે. એ જ રીતે, પ્રથમ ત્રિમાસિક દરમિયાન સવારની માંદગી માટે પણ લીંબુનું પાણી ખૂબ જ સારું માનવામાં આવે છે.

દૂધ

દૂધ

દૂધ ફક્ત નાના બાળકો માટે જ નહીં, પરંતુ સગર્ભા સ્ત્રીઓ માટે પણ સારું માનવામાં આવે છે. આટલું જ નહીં, નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સગર્ભા સ્ત્રીઓ માટે દૂધ જ સૌથી સારું નરીશમેન્ટ છે. આની મદદથી, જરૂરી ન્યુટ્રીયંસ, વિટામિન્સ અને મિનરલ્સ શરીરમાં પહોંચે છે, જે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે જરૂરી છે અને તેને સ્વસ્થ પણ રાખે છે. સગર્ભા સ્ત્રીને દરરોજ ઓછામાં ઓછું 1 ગ્લાસ દૂધ પીવાનું કહેવામાં આવ્યું છે. જો તમે ડેરીનું દૂધ પી શકતા નથી, તો પછી તમે તંદુરસ્ત વિકલ્પો પસંદ કરી શકો છો જેમ કે સોયા દૂધ અથવા બદામ દૂધ.

ઇલેક્ટ્રોલાઇટ ઇન્ફ્યૂઝડ

ઇલેક્ટ્રોલાઇટ ઇન્ફ્યૂઝડ

તમને આ જાણીને આશ્ચર્ય થશે, પરંતુ કેટલાક સ્પોર્ટ્સ ડ્રિંક્સ ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ ફાયદાકારક છે, ખાસ કરીને બીજા ક્વાર્ટરમાં અચાનક થનારી પીડા દરમિયાન. ઉપરાંત, આ પીણાંથી ફ્લુઇડ સંતુલન યોગ્ય બની રહે છે અને જરૂરી ન્યૂટ્રીયંસ પણ બાળક સુધી પહોંચે છે.

હમણાં સુધી અમે તમને હેલ્ધી ડ્રિંક્સ વિશે કહ્યું છે, આવી સ્થિતિમાં, તે જાણવાનું પણ મહત્વનું છે કે આખરે કયા એવા પીણાં છે જેનાથી આપણે સગર્ભાવસ્થા દરમિયાન દૂર રહેવું જરૂરી છે.

સોડાને કહો ના

સોડાને કહો ના

ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ બે ત્રિમાસિક કેફીનથી સંપૂર્ણપણે દૂર હોવું જોઈએ. જો કે, આ દિવસોમાં કેફીનની સાથે સાથે સોડા અને ફીઝવાળી કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહેવું સારું છે. હકીકતમાં, આ વિષય પર 2017 માં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન સોડા પીતી મહિલાઓના બાળકોમાં જાડાપણાની સમસ્યા જોવા મળી હતી. એવું જોવા મળ્યું છે કે જે મહિલાઓ દિવસમાં બે કરતાં વધુ સુગરયુક્ત પીણા પીવે છે, તેમના બાળકો મેદસ્વીપણાથી પરેશાન થાય છે. તેથી, તમારા માટે આ સાચો સમય છે તમે સાવચેત રહો અને થોડા સમય માટે આવી બધી બાબતોથી દૂર રહો.

તાજા ફળનો રસ

તાજા ફળનો રસ

આ દિવસોમાં વિવિધ પ્રકારના જ્યુસ અને ડિટોક્સ ડ્રિંક્સની ચર્ચા થઈ રહી છે. જોકે ગર્ભાવસ્થા દરમિયાન, તાજા રસ પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ હજી પણ અનપેસ્ટ્યુરાઇઝ્ડ ડ્રિંક્સ અને જ્યુસને ટાળો, કારણ કે એકવાર તે શરીરમાં પહોંચે છે, ત્યાં પેટ સાથે સંકળાયેલી અનેક ખતરનાક સમસ્યાઓ જેવી કે ફૂડ પોઇઝનિંગ વગેરે થઈ શકે છે.

નળનું પાણી

નળનું પાણી

તેમાં કોઈ શંકા નથી કે સરળ રીતે મળનારું પાણી આપણા શરીરને હાઇડ્રેટ બનાવી રાખે છે, પરંતુ શુદ્ધ પાણી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે કોઈ પણ નળનાં પાણીમાં લેડ જેવા ખતરનાક કેમીકલો હોઈ શકે છે. જો કે લેડ યુક્ત ખરાબ પાણી કોઈ પણ માટે સારું નથી, પરંતુ જ્યાં સુધી સગર્ભા સ્ત્રીની વાત છે ત્યાં સુધી વધુ સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્રેગ્નેન્સી દરમિયાન તણાવના કારણે બાળકના લિંગમાં ફેરફાર થઈ શકે છે: અભ્યાસપ્રેગ્નેન્સી દરમિયાન તણાવના કારણે બાળકના લિંગમાં ફેરફાર થઈ શકે છે: અભ્યાસ

English summary
avoid these drinks during pregnancy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X