For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાથાથી દૂર કરો બીમારીઓ, આવો જાણીએ તેના ઔષધીય પ્રયોગ

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય] જો આપ પાન ખાવાના શોખીન હોવ તો કાથા વિશે પણ ચોક્કસ જાણતા હશો. કત્થઇ રંગના દેખાનાર આ કાથા વગર પાન ક્યારેય સ્વાદ નથી આપી શકતું. પરંતુ શું આપ જાણો છો કે પાનમાં લગાવવામાં આવતો કાથો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

કાથો ખૈરના વૃક્ષના લાકડાથી નિકાળવામાં આવે છે. આયુર્વેદ અનુસાર કાથો ઠંડો, કડવો, તીખો અને કસૈલો હોય છે. તે કુષ્ટ રોગ, મુખ રોગ, મેદસ્વીપણુ, ખાંસી, ઇજા, ઘા, રક્ત પિત્ત વગેરેને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

પરંતુ હા, કાથાનું વધારે સેવન કરવાથી નપુંસકતા પણ થઇ શકે છે. આ ઉપરાંત કાથાના વધારે સેવનથી પથરી પણ થાય છે. એટલા માટે કાથાનું ચૂર્ણ 1થી 3 ગ્રામ સુધી જ પ્રયોગ કરો. હવે આવો જાણીએ કે કાથો કેવી રીતે રૂપ-રંગ નિખારીને આપણને સારૂ સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે.

નોંધ: સફેદ કાથો ઔષધિ અને લાલ કાથો પાનમાં પ્રયોગ કરવામાં આવે છે. પાનમાં લગાવવામાં આવનાર કાથો બીમારીઓને દૂર કરવા માટે પ્રયોગ ના કરો.

મલેરિયાનો તાવ

મલેરિયાનો તાવ

મલેરિયાના તાવ માટે કાથાની ગોળી બનાવી લો. તેની એક ગોળી ખાવ, આપને તાવ નહીં આવે. આ ગોળી બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓને આપવી નહીં.

દાંતોની બીમારી

દાંતોની બીમારી

કાથાને મંજનમાં ભેળવીને દાંત અને પેઢા પર રોજ સવાર-સાંજ દાંતોની તમામ બિમારીઓ દૂર થાય છે.

દાંતોમાં કીડા

દાંતોમાં કીડા

કાથાને સરસોના તેલ સાથે મેળવીને રોજ 3થી 3 વાર દાંતો પર લગાવો. તેનાથી લોહી આવવું તથા દુર્ગંધ આવવી બંધ થઇ જશે.

ખાટા ઓડકાર

ખાટા ઓડકાર

300થી 700 મિલી ગ્રામ કાથાનો સવાર સાંજ સેવન કરવાથી ખાટા ઓડકાર બંધ થઇ જશે

ઝાડા

ઝાડા

કાથાને પકવીને પ્રયોગ કરવાથી ઝાડા બંધ થઇ જાય છે. સાથે જ તેના પ્રયોગથી પાચન શક્તિ પણ ઠીક થઇ જાય છે. તેનું 300થી 700 મિલી ગ્રામની માત્રા સુધી પ્રયોગ કરો.

હરસ/મસા

હરસ/મસા

સફેદ કાથો, મોટી સોપારી અને નીલાથોથા બરાબર માત્રામાં મેળવી દો. પહેલા સોપારી અને નીલાથોથાને આગમાં શેકી લો. પછી તેમાં કાથાને ભેળવીને ચૂર્ણ બનાવી લો. ચૂર્ણને માખણમાં ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રોજ સવારે-સાંજે શૌચ બાદ 8થી 10 દિવસ સુધી મસા પર લગાવવાથી મસા સુકાઇ જાય છે.

ગળામાં ખાસી

ગળામાં ખાસી

300 મિલીગ્રામ કાથાનું ચૂર્ણ મોઢામાં રાખીને ચૂસવાથી બેસેલુ ગળુ, અવાજ રોકાવી, ગળાની ખરાશ, અને ચાંદા વગેરે દૂર થઇ જાય છે. તેનો દિવસમાં 5થી 6 વાર પ્રયોગ કરવો જોઇએ.

ખાંસી

ખાંસી

દિવસમાં ત્રણ વાર કાથો, હળદર અને મિશ્રી 1-1ગ્રામની માત્રામાં ભેળવીને ચૂસવાથી ખાંસી દૂર થાય છે

કાનનો દુ:ખાવો

કાનનો દુ:ખાવો

સફેદ કાથાને વાટીને હળવા ગરમ પાણીને મેળવીને કાનમાં નાખવાથી દાનનો દુ:ખાવો દૂર થાય છે.

કુષ્ટ રોગ

કુષ્ટ રોગ

કાથાને પાણીમાં ભેળવીને દરરોજ નહાવાથી કુષ્ટ રોગ દૂર થાય છે.

ઘા અથવા ઇજા

ઘા અથવા ઇજા

જો ઘાવમાંથી પસ નિકળી રહ્યું હોય તો કાથાને ઘા પર લગાવવાથી પસ નિકળવાનું બંધ થઇ જાય છે, તથા ઘા સૂખાવા લાગે છે.

યોનીમાં બળતરા અને ખંજવાળ

યોનીમાં બળતરા અને ખંજવાળ

5 ગ્રામની માત્રામાં કાથો, વિંડગ અને હળદર લઇને પાણીની સાથે પીસીને યોની પર લગાવો. તેનાથી ખંજવાળ અને બળતરા બંને દૂર થઇ જશે.

English summary
Catechu or Kattha is used for medicinal purpose. As an astringent it has been used since ancient times in Ayurvedic medicine. It is also an important ingredient in South Asian cooking paan mixtures, such as ready-made paan masala and gutka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X