For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્ટ બ્લોકેઝને ખોલવાની અસરદાર આયુર્વેદિક દવા

|
Google Oneindia Gujarati News

આપણા શરીરનું મહત્વનું અંગ છે હદય જે 24 કલાક પોતાનું કામ કરે છે. ના તો તે આરામ કરે છે ના તેના કામમાં કદી કોઇ ખોટ આવે છે પણ આપણી ખરાબ લાઇફ સ્ટાઇલ અને અયોગ્ય ખાણી પીણીના કારણે આજ કાલ 30 વર્ષની ઉંમરના યુવાનોને પણ હાર્ટ બ્લોકેઝની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ત્યારે જો તમારે હાર્ટ બ્લોકેઝ અને પછી તેનાથી હાર્ટ અટેક સુધી વાત ના લંબાવી હોય તો પહેલા જ હાર્ટ બ્લોકેઝની થતું રોકવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર જે સરળ પણ છે અને તે હાર્ટ બ્લોકેઝ સિવાય એસીટીડિ જેવા રોગોથી પણ રાહત આપે છે. વળી શરીર માટે પણ તે ખૂબ જ લાભદાયી અને સ્વાસ્થવર્ધક છે. તમને તો ખબર જ હશે કે જો હાર્ટ બ્લોકેઝ હોય તો તેવી વસ્તુઓ ખાવી જોઇએ જે ક્ષરીય હોય....

દૂધીનો રસ

દૂધીનો રસ

એસીડિટીથી લઇને પાચન ક્રિયાના સુધાર માટે અને હાર્ટ બ્લોકેઝથી લઇને હાર્ટ અટેકને થતો અટકાવા માટે દૂધીનો રસ અક્ષીર દવા મનાય છે. રોજ તમે અડધો કપ પણ દૂધીનો રસ પીસો કે કાચી દૂધી ખાસો તો ફાયદામાં રહેશો.

કેટલી માત્રા

કેટલી માત્રા

રોજ 200 થી 300 ml આ રસ પીવો જોઇએ. જેનાથી તમે યોગ્ય લાભ થાય.

ક્યારે પીવો?

ક્યારે પીવો?

દૂધીનો જ્યૂસ ખાલી પેટે પીવો જોઇએ. કે પછી નાસ્તાના અડધા કલાક પહેલા.

તેમાં નાંખો તુલસી

તેમાં નાંખો તુલસી

દૂધીના રસમાં તમે ફૂદીનો કે તુલસીના 7-10 પત્તા નાખી શકો છો કે પછી કાળા મરીનો ભુક્કો. પણ દૂધીના રસમાં બજારમાં મળતું આયોડિન મીઠું ના મેળવો.

સાવધાની

સાવધાની

જો કે દૂધીનો રસ બનાવતા પહેલા તેની થોડી ચાખીને તે સ્પષ્ટતા કરી લેજો કે તે કડવી તો નથીને. અને હા દૂધીના રસને ક્યારેય પણ અન્ય જ્યૂસની સાથે મેળવીને ના પીતા.

અર્જૂનની છાલ

અર્જૂનની છાલ

અર્જૂનના ઝાડની છાલ જે ખૂબ જ સરળતાથી મળે છે તેનો પણ હાર્ટ બ્લોકેઝ તરીકે ઉપયોગ કરી શકાય છે. 2 ચમચી અર્જૂનની છાલને એક ગ્લાસ ગર્મ પાણીમાં નાંખી પાણીને અડધું થાય ત્યાં સુધી ઉકાળો. પછી તેને ઠંડુ કરીને દિવસમાં હે વાર પીવો. ખાલી પેટે પીવું શ્રેષ્ઠ રહેશે.

ક્યાં સુધી કરવું

ક્યાં સુધી કરવું

દૂધીના રસ કે અર્જૂનની છાલનો પ્રયોગ 2-3 મહિના સુધી જ કરવો જોઇએ. તેનાથી તમને થોડાક જ સમયમાં અસર દેખાવા લાગશે.

English summary
Ayurvedic treatment for heart blockage.A few promising home remedies for heart blockage which will help readers get a fair idea on how to remove blockage in heart naturally are listed below-:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X