For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Benefits of Banana: રોજ ખાઓ એક કેળુ, મળશે આટલા જબરદસ્ત ફાયદાઓ

Benefits of Banana : શરીરના સ્નાયુઓ મજબુત કરવા માટે લોકો કેળા ખાય છે, આ સાથે ઠંડીમાં રોજ એક કેળું ખાવાથી તમારી સ્કીનને પણ ગજબના ફાયદાઓ મળશે. ઠંડીની સિઝનમાં સ્કીન શુષ્ક થઇ જાય છે, જેનાથી ફેસ ડલ થઇ જાય છે.

|
Google Oneindia Gujarati News

Benefits of Banana : શરીરના સ્નાયુઓ મજબુત કરવા માટે લોકો કેળા ખાય છે, આ સાથે ઠંડીમાં રોજ એક કેળું ખાવાથી તમારી સ્કીનને પણ ગજબના ફાયદાઓ મળશે. ઠંડીની સિઝનમાં સ્કીન શુષ્ક થઇ જાય છે, જેનાથી ફેસ ડલ થઇ જાય છે. જોકે, આ સમસ્યાનો ઇલાજ સાવ સરળ છે.

જો તમે રોજ એક કેળુ ખાવાનું શરૂ કરી દો છો, તો તમારા ચહેરાનો નિખાર(ગ્લો) તમને ફરીથી મળી જશે. કેળાને સ્કીન પર લગાવવાથી પણ ઘણા ફાયદાઓ જોવા મળે છે. કેળામાં પોટેશિયમ હોય છે, જે શરીરમાં બ્લડ ફ્લોને વધારવામાં મદદ કરે છે. આજે આપણે કેળા ખાવાના ફાયદાઓ વિશે જાણીશું.

કેળા ખાવાના ફાયદા

કેળા ખાવાના ફાયદા

શિયાળામાં રોજ એક કેળું ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે. કારણ કે, તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે તમારી ત્વચાને ચમકદારબનાવવામાં મદદ કરે છે.

કેળામાં પોટેશિયમ હોય છે, જે શરીરમાં લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચાના તમામ કોષોને પુષ્કળ પ્રમાણમાંઓક્સિજન મળે છે. તેનાથી સ્કીનમાં ગ્લો આવે છે.

કેળા કોલેજનનું સ્તર વધારવામાં પણ મદદરૂપ છે. તે એક પ્રોટીન છે, કેળા ત્વચાની રચના અને સ્થિતિસ્થાપકતાને જાળવી રાખે છે. તેનાથીત્વચા કુદરતી રીતે કોમળ બને છે.

કેળામાં મેંગેનીઝ, મેગ્નેશિયમ અને વિટામિન સી પણ હોય છે. જે ત્વચાના કોષોને રિપેર કરવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા પણ સ્વસ્થ રહેછે.

ત્વચા પર કેળા લગાવો

ત્વચા પર કેળા લગાવો

જો તમે શિયાળામાં કેળા નથી ખાઈ શકતા તો તેને ત્વચા પર પણ લગાવી શકો છો. આનાથી તમે ત્વચાને સ્વસ્થ રાખી શકો છો. આ માટેતમારે અડધા કેળાને મેશ કરીને તેમાં અડધી ચમચી મધ નાખવું પડશે, પછી તેમાં બે ચમચી દહીં ઉમેરીને પેસ્ટ બનાવવી પડશે.

હવે આપેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગભગ 20 મિનિટ સુધી રહેવા દો અને તેને સૂકાવા દો, બાદ ચહેરા અને ગરદનને હૂંફાળા પાણીથીધોઈ લો. તેનાથી તમારી ત્વચામાં ભેજ આવશે.

કેળામાં પોષક તત્વો મળી આવે છે

કેળામાં પોષક તત્વો મળી આવે છે

કેળા અનેક પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં વિટામિન સી, ડાયેટરી ફાઈબર અને મેંગેનીઝ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન B6 પણ હોય છે. કેળાને ફેટ ફ્રી, કોલેસ્ટ્રોલ ફ્રી પણ માનવામાં આવે છે. કેળાને ઊર્જાનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે.

કેળા ઘણા ફાયદા આપે છે

કેળા ઘણા ફાયદા આપે છે

ડાયટ એક્સપર્ટ ડૉ. રંજના સિંહના જણાવ્યા અનુસાર કેળામાં પોટેશિયમ જોવા મળે છે, જેના કારણે આપણા સ્નાયુઓમાં ખેંચાણ નથી આવતી. કેળામાં કાર્બોહાઈડ્રેટ મળી આવે છે, જે આપણા શરીરને ઉર્જાવાન રાખે છે અને આપણને થાક ઓછો લાગે છે.

English summary
Benefits of Banana : Eat a banana every day, you will get so many great benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X