• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાળની સારવાર માટે ડુંગળી અને મધથી થતા લાભ...

By desk
|

ડુંગળીનો ઉપયોગ જમવાનું બનાવવા માટે ક્યાં તો પછી સલાડ માટે પણ આપણે કરતા હોઈ છે. ડુંગળી ના ઘણા બધા ઉપયોગ છે જે આપણે કરીએ છે. કેટલાક લોકો સલાડમાં કાચી ડુંગળી, ફ્રાયમાં ક્યાં તો પછી સબ્જીમાં ઉપયોગ કરે છે. તમે ડુંગળીનો ગમે તે રીતે ખાવ પરંતુ તેનો ટેસ્ટ હંમેશા સારો જ રહે છે.

ડુંગળીનો ઉપયોગ ખાલી જમવાનું બનાવવા માટે જ નહી પરંતુ હેલ્થ અને સુંદરતા માટે પણ થાય છે. શું તમને ખબર છે કે ડુંગળીથી બનેલા હેર પેકનો ઉપયોગ કરવાથી વાળ મજબુત અને સુંદર બને છે.

આજે અહી અમે ડુંગળીનો ઉપયોગ વાળને સુંદર અને મજબુત બનાવવા માટે કઈ રીતે થાય છે તે વિશે ચર્ચા કરીશું.

વાળને ખરતા રોકે

વાળને ખરતા રોકે

જો તમારા વાળ ખુબ જ ખરતા હોઈ તો ડુંગળીનો રસ લગાવવાથી તેને ફાયદો થાય છે. ડુંગળીમાં એવા તત્વો હોઈ છે જે વાળને ખરતા રોકે છે અને તેને પોષિત કરે છે.

ડુંગળીના લાભ

ડુંગળીના લાભ

ડુંગળીમાં ખનીજ અને પોષકતત્વો ખુબ જ વધારે પ્રમાણમાં હોઈ છે. જે વાળને પોષણ આપે છે અને વાળના મૂળ ને મજબુત કરે છે.

ડુંગળીનો રસ કાઢવો

ડુંગળીનો રસ કાઢવો

ડુંગળીનો રસ કાઢી તેને વાળ પર માલીસ કરી લગાવો.

એલર્જી વિશે જાણો

એલર્જી વિશે જાણો

કેટલાક લોકોને ડુંગળીનો રસ વાળ પર લગાવવાથી એલર્જી પણ હોઈ શકે છે. એટલે પહેલા એ વાત જાણી લો કે તમને ડુંગળીના રસની એલર્જી તો નથી ને?

કઈ રીતે લગાવવું ?

કઈ રીતે લગાવવું ?

ડુંગળીના રસને વાડકીમાં લો. વાળમાં સારી રીતે કાંસકો ફેરવી લો. માથા પર રસને સારી રીતે લગાવો 30 મિનીટ સુધી તેને રહેવા દો. તમે ત્યાં સુધી માથા પર ટુવાલ કે પછી શોવર કેપ પણ લગાવી શકો છો. 30 મિનીટ બાદ વાળને શેમ્પુથી બરાબર ધોઈ નાખો.

ડુંગળી અને મધ

ડુંગળી અને મધ

ડુંગળીનો રસ કાઢ્યા બાદ તેમાં મધ મેળવી દો. આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાવો તેનાથી વાળને લંબાઈમાં વધારો થશે.

લાંબા વાળ માટે ડુંગળી અને મધ

લાંબા વાળ માટે ડુંગળી અને મધ

જો તમારા વાળ ખુબ પાતળા હોઈ તો 2 ચમચી મધમાં 1 ચમચી ડુંગળીનો રસ લો. આ પેસ્ટના વાળમાં લગાવીને એક રાત સુધી રાખો આવું 3 મહિના સુધી દર અઠવાડિયે કરો.

English summary
Benefits Of Onion And Honey For Hair Care If you think it is limited only to culinary use, then think again. There are studies to prove its efficacy be it in hair or skin care. It is known to be an excellent hair mask that can keep hair loss at bay.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X