• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુખી-સ્વસ્થ જીવન માટે શિવજીના આ અવતારની કરો પૂજા

By Staff
|

[ધર્મશાસ્ત્ર] ભૈરવને શિવનું રૂદ્ર સ્વરૂપ માનવામા આવે છે. તંત્ર સાધના ભૈરવના આઠ રૂપ પણ વધારે લોકપ્રિય છે- 1. અસિતાંગ ભૈરવ, 2. રૂ-રૂ ભૈરવ, 3. ચંડ ભૈરવ, 4.ક્રોધોન્મત ભૈરવ, 5. ભયંકર ભૈરવ, 6. કપાલી ભૈરવ 7.ભીષણ ભૈરવ, 8. સંહાર ભૈરવ. જોકે પ્રમુખ રૂપે કાલ ભૈરવ અને બટુક ભૈરવની સાધના જ પ્રચલનમાં છે. તેમનું જ વધારે મહત્વ માનવામાં આવે છે. આગમ રહસ્યમાં દસ બટુકોનું વિવરણ છે. ભૈરવનું સૌથી સૌમ્ય રૂપ બટુક ભૈરવ અને ઉગ્ર રૂપ છે કાલ ભૈરવ.

મહા-કાલ-ભૈરવ મૃત્યુના દેવતા છે. સ્વર્ણાકર્ષણ-ભૈરવને ધન-ધાન્ય અને સંપતિના અધિષ્ઠાતા માનવામાં આવે છે, તો બાલ-ભૈરવની આરાધના બાલકના રૂપમાં કરવામાં આવે છે. સદ-ગૃહસ્થ પ્રાય: બટુક ભૈરવની ઉપાસના જ કરે છે, જ્યારે સ્મશાન સાધક કાલ-ભૈરવની. ભૈરવ શબ્દનો વિગ્રહ કરીને સમજીએ તો 'ભ' એટલે કે વિશ્વનું ભરણ કરનાર, 'ર' એટલે વિશ્વમાં રમનાર અને 'વ' એટલે કે સૃષ્ટિનું પાલન પોષણ કરનાર. આ દાયિત્વોનું નિર્વિહન કરવાના કારણે તેમનું નામ ભૈરવ થયું.

'બટુક' શબ્દ વિશે જાણીએ

બટુકનો અર્થ થાય છે નાની ઉંમરનો બાળક. એટલે કે આઠ વર્ષથી ઓછી ઉંમરના બાળકને 'બટુક' કહેવામાં આવે છે. વર્ણન મળે છે કે મહર્ષિ દધિચી ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમણે પોતાના પુત્રનું નામ શિવદર્શન રાખ્યું પરંતુ ભકવાન શિવે તેનું વધું એક નામ રાખ્યું અને તે હતું બટુક. એટલે કે આ નામ ભગવાન શિવને પ્રિય છે. એટલા માટે બટુક ભૈરવને ભગવાન શિવનું બાળરૂપ માનવામાં આવે છે. બટુક ભૈરવજી તુરંત જ પ્રસન્ન થનાર દુર્ગાના પુત્ર છે. બટુક ભૈરવની સાધનાથી વ્યક્તિ પોતાના જીવનમાં સાંસારિક અડચણોને દૂર કરીને સાંસારિક લાભ ઉઠાવી શકે છે.

ભૈરવને રિઝવવા શું કરશો, વાંચો સ્લાઇડરમાં...

સાધનાનું મંત્ર

સાધનાનું મંત્ર

।।ॐ ह्रीं वां बटुकाये क्षौं क्षौं आपदुद्धाराणाये कुरु कुरु बटुकाये ह्रीं बटुकाये स्वाहा।।

આ મંત્રનો રોજ 11 માળા 21 મંગળ સુધી જપ કરો. મંત્ર સાધના બાદ અપરાધ-ક્ષમતા સ્તોત્રનો પાઠ કરો. ભૈરવની પૂજામાં શ્રી બટુક ભૈરવ અષ્ટોત્તર શત-નામાવલીનો પણ પાઠ કરવો જોઇએ.

સાધના યંત્ર

સાધના યંત્ર

શ્રી બટુક ભૈરવનું યંત્ર લાવીને તેને સાધના સ્થળ પર ભૈરવજીના ચિત્રની પાસે રાખો. બંનેને લાલ વસ્ત્ર બિછાવીને તેની પર યથાસ્થિતિમાં રાખો. ચિત્ર અથવા યંત્રની સામે હાર, ફુલ, થોડા કાળા ઉડદ ચઢાવીને તેની વિધિવત પૂજા કરીને લાડવાનો ભોગ ચડાવો.

સાધના સમયે

સાધના સમયે

આ સાધનાને કોઇ પણ મંગળવારે અથવા મંગળ વિશેષ અષ્ઠમીના દિવસે કરવી જોઇએ, સાંજે 7થી10 વાગ્યાની વચ્ચે. સાધના ચેતવણી: સાધના દરમિયાન ખાન-પાન શુદ્ધ રાખો. સહવાસથી દૂર રહેવું. વાણીની શુદ્ધતા રાખો અને કોઇ પણ કિંમતે ક્રોધ કરવો નહીં. આ સાધના કોઇ ગુરુ પાસેથી બરાબર રીતે જાણીને જ કરવી.

સાધના નિયમ અને સાવધાની

સાધના નિયમ અને સાવધાની

1. જો આપ ભૈરવ સાધના કોઇ મનોકામના માટે કરી રહ્યા હોવ તો આપની મનોકામનાનો સંકલ્પ બોલો અને પછી સાધના શરૂ કરો.

2. આ સાધના દક્ષિણ દિશામાં મુખ કરીને કરવામાં આવે છે.

3. રૂદ્રાક્ષ અથવા હકીકની માળાથી મંત્ર જપ કરવામાં આવે છે.

4. ભૈરવની સાધના રાત્રિકાળમાં જ કરવી.

5. ભૈરવ પૂજામાં માત્ર તેલના દીપકનો જ ઉપયોગ કરવો જોઇએ.

સાધના નિયમ અને સાવધાની

સાધના નિયમ અને સાવધાની

6. સાધકલાલ અથવા કાળા વસ્ત્રો ધારણ કરે.

7. દરેક મંગળવારે લાડવાના ભોગને પૂજા-સાધના બાદ કૂતરાઓને ખવડાવી દો અને નવો ભોગ રાખી દો.

8. ભૈરવને અર્પિત નૈવેધને પૂજા બાદ તે જ સ્થાન પર ગ્રહણ કરવું જોઇએ.

કયા વારે કયો ચઢાવો

કયા વારે કયો ચઢાવો

9. ભૈરવની પૂજામાં દૈનિક નૈવેધ દિવસ અનુસાર કરવામાં આવે છે, જેમકે રવિવારે ચોખા-દૂધની ખીર,

સોમવારે મોતીચૂરના લાડવા,

મંગળવારે ઘી-ગોળ અથવા ગોળની બનેલી લાપસી,

બુધવારે દહીની વાનગી,

ગુરુવારે ચણાના લોટના લાડવા,

શુક્રવારે બાફેલા ચણા,

શનિવારે તળેલા પાપડ, અડદના ભજીયા અથવા જલેબીનો ભોગ ચડાવવામાં આવે છે.

ભૈરવ નામના જાપથી ઘણા રોગોમાંથી મુક્તિ

ભૈરવ નામના જાપથી ઘણા રોગોમાંથી મુક્તિ

ભગવાન ભૈરવની મહિમા અનેક શાસ્ત્રોમાં મળે છે. ભૈરવ જ્યાં શિવના ગણના રૂપમાં ઓળખાય છે, જ્યારે તેઓ દુર્ગાના અનુચારી માનવામાં આવે છે. ભૈરવની સવારી કૂતરો છે. ચમેલી ફૂલ પ્રિય હોવાના કારણે ઉપાસનામાં વિશેષ મહત્વ છે. સાથે જ ભૈરવ રાત્રિના દેવતા માનવામાં આવે છે. ભૈરવના નામનો જપમાત્રથી જ ઘણા રોગોમાંથી મુક્તિ મળે છે. તેઓ સંતાનને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. જો આપ ભૂત-પ્રેત બાધા, તાંત્રિત ક્રિયાઓથી પરેશાન હોવ તો, આપ શનિવારે અથવા મંગળવારે ભૈરવ પાઠનું વાચન કરાવવાથી સમસ્ત કષ્ટો અને પરેશાનિયોથી મુક્તિ મેળવી શકો છો.

English summary
Lord Bhairav is an fierce incarnation of Lord Shiva.The Bal Rup(cradle)of Lord Kala Bhairav is known as Batuk Bhairav. Bhairav Sadhna Can Change Your Life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more