• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચમકતી ત્વચા માટે ફળ અને શાકભાજીના સ્કીન પેક

|
Google Oneindia Gujarati News

બજારમાં મળતા મોટાભાગના સૌદર્ય પ્રસાધનોના ઉત્પાદકો દાવો કરે છે કે તેમના ઉત્પાદનોમાં કોઈને કોઈ ફળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણાં લોકો આવા દાવાઓને લઈને તે પ્રસાધનો ખરીદી લે છે.

આ બધાં જ ઉત્પાદનો અલગ અલગ સ્કીન અને વિવિધ ઋતુઓને અનુરૂપ લગાવવી જોઈએ તેવા પ્રચાર સાથે વેચવામાં આવે છે. જો તમારે ચમકલી ત્વચા જોઈતી હોય તો તેને બનાવવાના સૌથી સારા ફેસપેક તો રસોડાના ફ્રીઝમાં જ પડ્યાં છે.

બસ તમારે થોડી મહેનત કરવાની છે, અને તમારૂં ફેસ પેક રેડી થઈ જશે. આવો જોઈએ સારી સ્કીન માટે ફળ અને શાકભાજીના કેટલાક ફેસપેક......

પપૈયુ

પપૈયુ

પપૈયાની એક ફાળ લઈને તેને મસળીને ચહેરા પર લગાવી 10થી 15 મિનિટ રહેવા દેવાથી સ્કીન સાફ થઈ જશે, નિયમિત ઉપયોગ કરવાથી ડાઘ દૂર થશે અને ચહેરો નિખરી જશે. જો વધુ સારૂં પરિણામ જોઈતું હોય તો તેમાં એક ચમચી મધ પણ ઉમેરી શકાય.

કેળા

કેળા

કેળાને મસળી તેમાં મધ, દહીં અથવા દળિયા ઉમેરીને પણ શાનદાર અને પોષકયુક્ત ફેસપેક બનાવી શકાય છે. આ ફેસપેકને ચહેરા અને ગળા પર લગાવી 15 મિનિટ બાદ ધોઈ નાખવું. ચહેરો નિખરી જશે.

સંતરા

સંતરા

સંતરા ખાવામાં, તેનો જ્યુસ પીવામાં અને તેનો પલ્પ ચહેરા પર લગાવવામાં આ બધાં જ વિકલ્પો ઘણાં જ ફાયદાકારક છે. સંતરાના પલ્પમાં દહીં મીલાવીને ચહેરા પર લગાવવાથી પણ સ્કીન પર તેની અસર ઘણી જ સારી થાય છે. સંતરાની છાલને સુકવીને તેનો પાવડર બનાવીને પણ તેનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકાય છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીને મસળીને તેને ચહેરા અને ગરદન પર લગાવીને 20 મિનિટ બાદ પાણી વડે ધોવાથી પણ સ્કીન સાફ થઈ જાય છે. આમ ચહેરાની ત્વચા સાફ થઈ જાય છે, અને ચહેરો ચમકે છે.

કેરી

કેરી

કેરીની સીઝનમાં ભરપુર ઉપયોગ કરી શકાય છે. કેરીમાં દુધ અથવા દહીં મીલાવીને ચહેરા પર લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે. આનાથી ત્વચા સાફ પણ થાય છે, અને મૃત કોશિકાઓને પણ હટાવશે.

લીંબુ

લીંબુ

ત્વચા પર લીંબુ લગાવવાના અનેક ફાયદા છે. ચહેરાને સાફ કરવા માટે લીંબુનો રસ ચહેરા પર લગાવી શકાય. જો લીંબુના રસમાં મધ લગાવવામાં આવે તો ચહેરો વધુ સાફ થાય છે.

બટાકા

બટાકા

બટાકાને પાતળા કાપીને તેને ચહેરા અને ગરદન પર લગાવવાથી ગજબનો ફાયદો થાય છે. અડધો કલાક રહેવા દીધા બાદ ત્વચાને સાફ કરી લો.

કાકડી

કાકડી

કાકડીનો પલ્પ ચામડીને મુલાયમ, મજબૂત, સાફ અને તાજા બનાવે છે. કાકડીનો ગુણધર્મ ઠંડો છે અને એટલે તે ત્વચા માટે વધુ લાભદાયી છે.

English summary
Using homemade face packs prepared from fruits and vegetables have benefits which no store bought products can match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X