આ સ્નેક્સ ખાવ પેટ ભરીને, કેમકે હૃદય માટે છે હેલ્દી

Posted By:
Subscribe to Oneindia News

આપણા શરીરમાં હૃદય એવું અંગ હોય છે જે આપણને જીવીત રાખે છે. જે આખા હૃદયમાં લોહીને પહોંચાડવાનું કાર્ય કરે છે. વ્યક્તિના હૃદયના ધબકારા તેના મહત્વપૂર્ણ પેરામીટર હોય છે. પરંતુ જો દિલમાં સામાન્ય પણ ખામી થઇ જાય તો આખા શરીરમાં હજારો સમસ્યાઓ પેદા થઇ જાય છે.

એવામાં જરૂરી છે કે પોતાના દિલને સ્વસ્થ રાખવામાં આવે, જેથી આપ હંમેશા ખુશ અને તંદુરસ્ત રહો.ઘણીવાર જોવામાં આવે છે કે વ્યક્તિની ખાણીપીણી યોગ્ય ના હોવાના કારણે તેને હૃદયની ઘણી બિમારીઓ થઇ જાય છે.

 

જેમકે વધારે તેલયુક્ત ભોજન લેવું, જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે અને હાર્ટને બ્લડ પમ્પ કરવામાં મુશ્કેલી આવે છે. માટે હૃદયને સ્વસ્થ રાખવા માટે સૌથી જરૂરી હોય છે કે આપ યોગ્ય અને સારુ ભોજન ગ્રહણ કરો, હેલ્ધી સ્નેક્સ લો અને પોતાના હાર્ટને મજબૂત અને સ્વસ્થ બનાવો.

હૃદય માટે હેલ્ધી સ્નેક્સ આ પ્રકારના છે:

ઓટ્સ
  

ઓટ્સ

ઓટ્સ હૃદય માટે સૌથી શ્રેષ્ટ સ્નેક્સ હોય છે. તેને ખાવાથી પેટ ભરાઇ જાય છે. આ આને ઘણા પ્રકારે ખાઇ શકો છો. જેમકે દૂધવાળું ઓટ્સ અથવા શાકભાજીવાળું ઓટ્સ. તેને નિયમિત રીતે ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા સર્જાતી નથી અને હૃદય સ્વસ્થ રહેશે. આપ ઇચ્છો તો તેને નાસ્તામાં પણ લઇ શકો છો. હોલ્ધી હાર્ટ માટે ઓટ્સ જરૂર ખાવ.

બ્રાઉન બ્રેડ સેન્ડવિચ
  

બ્રાઉન બ્રેડ સેન્ડવિચ

સાધારણ બ્રેડ, મેદામાંથી બને છે, જેને આરોગ્યા બાદ તે સુપાચ્ય નથી હોતી, એવામાં બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરવો. તેમજ નાસ્તામાં બ્રાઉન બ્રેડ સેન્ડવિચનો ઉપયોગ કરવો. સેન્ડવિચને બનાવવામાં આપ ઘણા પ્રકારની શાકભાજીઓનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના ખાદ્ય પદાર્થમાં વિટામિન, મિનરલ અને પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે.

સૂપ
  
 

સૂપ

સૂપ સૌથી સારા સ્નેક્સ હોય છે, જે પેટને સારી રીતે ભરી દે છે અને સ્વાસ્થ્ય વર્ધક પણ હોય છે. સૂપ, ઘણા પ્રકારની શાકભાજી અને દાળથી બને છે. પાલક અને ટામેટાનો સૂપ સૌથી લાભદાયક હોય છે, તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વ અને એન્ટી-ઓક્સિડેન્ટ તત્વ હોય છે. શાકભાજીવાળા સૂપ સૌથી વધારે લાભકારી હોય છે. આપ બ્રેકફાસ્ટ અથવા ડિનરમાં સૂપનું સેવન કરી શકો છો.

સ્પ્રાઉટ
  

સ્પ્રાઉટ

સ્પ્રાઉટમાં ખૂબ બધા પોષક તત્વો હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલને મેન્ટેન કરે છે અને હૃદયને સ્વસ્થ બનાવી રાખે છે. દરરોજ સવારે નાસતામાં અંકુરિત ચણા, મગ અથવા અન્ય કોઇપણ સ્પ્રાઉટને ડૂંગણી, ટામેટા, લીલા મરચા કતરીને તેને મિલાવીને તેમાં લીંબૂ નિચોવીને મિક્સ કરીને ખાવું જોઇએ. તેમજ ઉપરથી ચાટ મસાલો પણ નાખી શકો જેનાથી તે ટેસ્ટી બની જશે. આ સ્નેક્સ આપના હાર્ટને હંમેશા સ્વસ્થ રાખશે.

દહી અને ફળ
  

દહી અને ફળ

દહીની અંદર કોઇપણ ફળને ભેળવીને ખાવાથી પણ પેટ ભરાઇ જાય છે અને સ્વાસ્થ્ય માટે સારું રહેશે. આનાથી હૃદયને ભરપૂર ઉર્જા મળે છે. તેમાં લૉ ફેટ હોય છે અને ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ પણ હોય છે. દહી અને ફળ, સારા ડેઝર્ટ સ્નેક્સ હોય છે. આના સેવનથી હાર્ટ સ્વસ્થ રહે છે, કારણ કે આમાં ફેટ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે.

English summary
The best snacks for heart health are many. Here is a list of heart healthy snacks. To know healthy snacks for heart, read on.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.