For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાન ખાઇ, આ 13 બિમારીઓને છૂમંતર કહો

|
Google Oneindia Gujarati News

પાન ખાયે સૈયા હમારો...જો કે આ આર્ટીકલ વાંચી તમે પણ તમારા સૈયા સાથે પાન ખાવા લાગો તો નવાઇ નહી. જો કે મોટાભાગના લોકોને પાન ખાવાનો શોખ હોય છે. વળી આપણા ગુજરાતમાં તો જાત જાતના અને ભાત ભાતના પાન મળે છે. ચોકલેટ પાન, મીઠા પાન, કોલા પાન...આ નામોને લખતા જ મોઢામાં પાણી આવી જાય છે.

પણ શું તમને ખબર છે કે આ પાન એક ઐષધી છોડ છે. અને તેને ખાવાથી અનેક બિમારી દૂર થાય છે. તો હવે જ્યારે બીજી વાર તમને પાન ખાવાનું મન થાયને તો શોખથી ખાજો. કારણ કે આ પાન તમારા શરીર માટે છે લાભકારી.

શું તમને ખબર છે, નસકોરી ફૂટવા, આંખો લાલ થવી, અવાજને મોટો કરવા માટે પણ પાન લાભકારી છે. ચલો ત્યારે આજે તમને જણાવીએ કે કેવી બિમારી વખતે પાનનો કેવી રીતે ઉપયોગ કરવો અને સ્વસ્થ થવું. સાથે જ પાનના આ ગુણકારી ઉપયોગને પરિવાર અને મિત્રોમાં શેયર કરવાનું ના ભૂલતા. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

કફ

કફ

15 પાનના પત્તા લો તેને 3 ગ્લાસ પાણીમાં નાખો અને તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે 1/3 ના થઇ જાય. પછી દિવસમાં ત્રણ વાર આ પાણી પીવો જેનાથી તમારો કફ છૂટો થશે.

બ્રોનકાઇટિસ

બ્રોનકાઇટિસ

સાત પાનના પત્તાને બે કપ પાણીમાં ખડી સાકર થોડી નાંખી ઉકાળો પાણી અડધું થઇ જાય ત્યારે બંધ કરી દિવસમાં ત્રણ વાર તે પાણી પીવો.

શરીરની દુર્ગંધ

શરીરની દુર્ગંધ

પાંચ પાનના પત્તા લઇને બે કપ પાણીમાં તેને ઉકાળો. આ પાણીને જ્યારે અડધુ થઇ જાય ત્યારે તેને બપોરના સમયે પીવો.

દાઝી જવું

દાઝી જવું

પાનના પત્તાને પીસીને રાખી દો. દાઝી બાદ, દાઝેલા ભાગ પર આ પાનનો રસ અને થોડુ મધ લગાવો તમને જરૂરથી ઠંડક મળશે.

નસકોરી

નસકોરી

ઉનાળામાં જ્યારે તમારા નાકમાંથી લોહી વારંવાર નીકળે ત્યારે પાનના પત્તાને થોડું મસળી તેની સુંગધ લો તમને રાહત મળશે.

છાલા પડવા

છાલા પડવા

મોં માં ચાંદી પડી હોય તો પાનના પત્તાને ચાવી પછી પાણીથી કોગળા કરો. આમ દિવસમાં બે વાર કરવાથી પીડા ઓછી થશે.

આંખો આવવી

આંખો આવવી

5-6 નાના પાનના પત્તાને એક ગ્લાસ પાણી સાથે ઉકાળો. અને આ નવસેકા પાણીથી આંખો સાફ કરો તેનાથી આંખને આરામ મળશે.

ખજંવાળ

ખજંવાળ

20 જેવા પાનના પત્તાને પાણીમાં ઉકાળો. પછી આ પાણીને અન્ય ગરમ પાણી સાથે મેળવી સ્થાન કરો જેનાથી શરીરની ખજંવાળ, અળાઇ ઓછી થશે.

પેઢાના સોજા

પેઢાના સોજા

બે કપ પાણીમાં ચાર પાનના પત્તા નાખી ઉકાળો અને તેનાથી કોગળા કરો.

સ્તનપાન

સ્તનપાન

જો તમને સ્તનમાં ગાંઢ પડી ગઇ હોય અને દૂધ છૂટતું ના હોય તો પાનના પત્તાને પાણીથી સાફી કરીને તેને પર નવસેકું કર્નેલ તેલ (એપ્રિકોટ ઓઇલ) લગાવી, આ નવસેકાલા પત્તાને સ્તનની આજુબાજુ મૂકો. તેનાથી સોઝા ઓછા થશે અને બાળકને સ્તનપાન કરાવામાં પણ સરળતા રહેશે.

મોઢાની દુર્ગંધ

મોઢાની દુર્ગંધ

પાનને પાણીથી સાફ કરી પાનને ચાવો. વધુમાં પાન નાખીને ઉકાળેલા પાણીની કોગળા કરવાથી પણ મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

પીમ્પલ

પીમ્પલ

પાનના પત્તાનો રસ બનાવી પીમ્પલ પર લગાવો. પીમ્પલ જરૂરથી ઓછા થશે.

સફેદ પાણી પડવું

સફેદ પાણી પડવું

પાનના 10 પત્તાને 2.5 લીટર પાણીમાં ઉકાળો. અને આ પાણીની તમારા યુરિનલ એરિયાને સાફ કરો. તેનાથી સફેદ પાણી અને ચળની સમસ્યામાં રાહત રહેશે.

English summary
Betel leaves are useful for treating various diseases. Here This recipes using beetal leaf for varius diseases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X