શું બ્રોકલી પ્રદૂષણ વિરોધી શાકભાજી છે? જાણો તેના ફાયદા
હાલ દિલ્હીમાં ફટાકડા અને પરાળી બાળવાના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. આ પ્રદૂષણનો મુદ્દો સતત ચર્ચામાં છે. દિવસે દિવસે વધી રહેલા પ્રદૂષણે કારણે લોકોને આંખો બળવી, શ્વાસ લેવામાં તકલીફ, શરદી ઉધરસ જેવી મુશ્કેલી પડી રહી છે. જો યોગ્ય ભોજન અને ડિટોક્સ લેવાનું રાખો તો આ મુશ્કેલીથી બચી શકાય છે. ડોક્ટરે આપેલી દવા ઉપરાંત ઘરેલુ ઉપાયથી પણ તમે આ બીમારીઓથી ઘણી રાહત મેળવી શકો છો. એર પ્યોરિફાયર અને માસ્કનો ઉપયોગ કરીને પણ તમે પ્રદૂષણથી બચી શકો છો.
પરંતુ આ તમામ વાતોની સાથે જરૂરી છે કે આપણે એવા શાકભાજી આરોગીએ જે આપણને અંદથી સ્વસ્થ બનાવે.તાજેતરમાં જ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને પણ ડાયટમાં એટીઓક્સિડેન્ટ તત્વો ધરાવતા ફળ લેવાની સલાહ આપી હતી. જેથી પ્રદૂષણથી થતા નુક્સાનથી બચી શકાય. આ શાકભજીના લિસ્ટમાં બ્રોકલી પણ સામેલ છે. બ્રોકલીને ડાયટમાં સામેલ કરવાથી સકારાત્મક અસર થાય છે.

શું બ્રોકલી કરશે મદદ ?
ન્યુટ્રિશિયન્સથી ભરપૂર બ્રોકલી એક સુપરફૂડ છે, જેમાં ઢગલાબંધ ફાઈબર છે. આ ફાઈબર ડાઈજેશન અને બોડીમાં રહેલા ટોક્સિન સામે લડવામાં મદદ કરે છે. એટલું જ નહીં બ્રોકલી પ્રદૂષિત હવા પાણી અને કેન્સરકારક તત્વોથી થતા ટોક્સિનથી પણ બચાવે છે.

કેન્સરથી બચાવે છે
બ્રોકલી શરીરમાંથી ખરાબ તત્વોને કાઢીને તેમાં સારા એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન, બીટા કેરોટીન, બી કોમ્પલેક્સ, ફૉલિક એસિડ, મિનરલ્સ જેવા તત્વો પહોંચાડે છે. આ તમામની મદદથી આપણને પેટમાં થતી બળતરા સહિતની મોટી બીમારીથી બચાવતી કોશિકાઓ મજબૂત થાય છે. ચમત્કારિક બ્રોકલી લોહીમાં સુગર લેવલ પણ જાળવી રાકે છે. તેમાંથી મળતા ગુણકારી તત્વોને કારણે કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકાય છે.

બ્રોકલી છે પ્રદૂષણ વિરોધી
બ્રોકલી એન્ટી પોલ્યુશન સબજી તરીકે પણ ઓળખાય છે. કારણ કે તે પ્રદૂષણથી થતી તમામ બીમારીથી બચાવે છે. ચીનમાં આ મામલે થયેલા અભ્યાસમાં ખુલાસો થયો છે કે બ્રોકલીના સ્પ્રાઉટ્સને કારણે શરીરને પ્રદૂષણથી થયેલું નુક્સાન જડમૂળથી દૂર કરી શકાય છે. જ્યારે આપણે બ્રોકલી ખાઈએ છીએ ત્યારે તેમાં રહેલા ફોટોકેમિકલ શરીરમાં પહોંચીને પ્રદૂષણથી શરીરને થયેલા નુક્સાનને સુધારી દે છે. એટલે કે શરીરમાંથઈ એવા ટોક્સિન નીકળઈ જાય છે, જે પ્રદૂષણની સાથે સાથે તમાકુ ખાવાથી શરીરમાં પહોંચે છે.

જ્યુસ, સ્મૂધી અને ચાથી પણ કરો ડિટોક્સ
બોડીને ડિટોક્સ કરવા માટે તમે બ્રોકલીના જ્યૂસ, સ્મૂધી, સૂપને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. તાજેતરમાં જ એક રિસર્ચમાં ખુલાસો થયો હતો કે જે લોકોએ બ્રોકલીના સ્પ્રાઉટ્સની ચા પીધી, તેમાંથી 64 ટકા લોકોની બોડીમાંથી બેનજેન (ક્રૂડ ઓઈલમાં હોય એ કેમિકલ) શરીરમાંથી નીકળ્યું અને 23 ટકા લોકોની બોડીમાંથી ‘આર્કિલોન' (એક એવું કેમિકલ જેનાથી આંખ બળે છે) તે નીકળી જાય છે.