For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PCOSની સારવાર કરો યોગથી

|
Google Oneindia Gujarati News

જે મહિલાઓ ભાવનાત્મક રૂપે અસુરક્ષિત અને પરેશાન રહે છે. તે મહિલાઓમાં હોર્મોન્સ ઇમ્બેલેન્સની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. આપણે હંમેશા યાદ રાખવુ જોઇએ કે ચાહે આપણા પર લાખ જવાબદારીઓ આવે આપણી પહેલી જવાબદારી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે હોવી જોઇએ. કારણ કે જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખો તો જીવનમાં કંઇ નહીં કરી શકો.

Pics : બોલીવૂડ સેલેબ્રિટી અને તેમનો યોગ પ્રેમ

જો તમને PCOSના શિકાર થયો છો, તો તમારે તમારી દિનચર્યામાં ફેરફાર કરવાની ખુબ જ જરૂરિયાત છે. આ ઉપરાંત તમારે તમારા મગજને પણ સ્વસ્થ્ય રાખવાની જરૂર છે.

વિવાદ નહીં જીવન છે યોગ, જાણો સૂર્ય નમસ્કારના 10 ફાયદાવિવાદ નહીં જીવન છે યોગ, જાણો સૂર્ય નમસ્કારના 10 ફાયદા

PCOSની બિમારીને કાબુમાં રાખવા માટે યોગાસન પણ અક્સીર ઇલાજ છે. નિયમીત રીતે યોગ કરવાથી તમારૂં શરીર તો સ્વસ્થ્ય રહે જ છે, સાથે જ મગજ અને મન પણ શાંત રહે છે. આવો જાણીએ એવા જ કેટલાક આસનો અંગે જે મહિલાઓમાં PCOSની બિમારીનો ઇલાજ કરી શકે છે.

ભદ્રાસન

ભદ્રાસન

"ભદ્ર"નો અર્થ થાય છે "અનુકુળ" અથવા તો "સુંદર". આ આસાન લાંબા સમય સુધી ધ્યાનમાં બેસવા માટે અનુકુળ છે. આ આસાનથી શરીર નિરોગી અને સુંદર રહે છે જેથી તેને ભદ્રાસન કહેવામાં આવે છે. આ આસન રોજ કરવાથી કમર અને પીઠના નીચેના ભગાને આરામ મળે છે. સાથે જ આ આસન માસિક ધર્મની પરેશાનીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. અને પાચનતંત્રને પણ સારૂ રાખે છે.

ભુજંગાસન

ભુજંગાસન

આ આસન કરવાથી કરોડરજ્જુના હાડકા લચીલા બને છે. ગળાના રોગો માટે તેમજ દમના દર્દીઓ માટે આ આસન લાભદાયી નિવડે છે. મહિલાઓમાં માસિક ધર્મ સંબંધીત સમસ્યાઓમાં પણ લાભ મળે છે.

કોણાસન

કોણાસન

આ આસનને નિયમીત રીતે માત્ર 10 મિનીટ સુધી કરવામાં આવે તો કમર દર્દમાં આરામ મળે છે. આ આસન કરવાથી હાથ, કમર અને પગના મસલ્સને મજબૂતી મળે છે. સાથે જ કબજીયાતમાં પણ આરામ મળે છે.

ચક્રાસન

ચક્રાસન

ચક્રાસન કરવાથી ગળા, છાતી, કમર, હાથ, પેટ, ખભા, પગ અને ઘૂંટણના અંગોમાં લચીલાપણું આવે છે. તેમજ મજબૂતી મળે છે. ચક્રાસન નિયમીત કરવાથી મહિલાઓને માસિકધર્મ સમયે થતી પીડામાં રાહત મળે છે. તેમજ માસિકધર્મની અનિયમીતતાનો સામનો પણ નથી કરવો પડતો.

સુખાસન

સુખાસન

સુખાસન બેસીને કરવામાં આવે છે. આ યોગ કરવાથી શરીરને સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે. આ યોગાસન શ્વાસોશ્વાસ માટે અત્યંત લાભદાયી છે.

પ્રાણાયમ

પ્રાણાયમ

આ યોગમાં શ્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આ આસન રોજ 5થી 10 મિનીટ કરવાથી ક્રોધ, ચિંતા, ભય, તણાવ અને અનિદ્રા જેવા માનસિક વિકારોમાં આરામ મળે છે. મન અને મગજ શાંત થાય છે, તેમજ યાદશક્તિમાં વધારો થાય છે.

English summary
Can yoga help treat my PCOS problem? Do you know that yoga can help PCOS treatment. Yoga helps to balancing hormones by reducing the androgens and encouraging egg production.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X