
‘કોરોના વાયરસ'થી બાળકોને બચાવવા માટે તેમને શીખવાડો હાઈજીનની આ ટિપ્સ
દુનિયાભરમાં હાલમાં બહુચર્ચિત વિષય છે 'કોરોના વાયરસ', ચીનમાં અત્યાર સુધી ઘણા લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના રિપોર્ટ અનુસાર અત્યાર સુધી આ જાનલેવા બિમારીના 20,000 થી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં પણ કોરોના વાયરસના કેસ સામે આવી ચૂક્યા છે. દેશમાં આ બિમારી અત્યાર સુધી ઓછી હોવાથી બાળકો અને પ્રેગ્નેન્ટ મહિલાઓં આનો ખતરો ઓછો છે. પરંતુ તેમ છતાં પણ પોતાની સાથે સાથે બાળકોને થોડા સતર્ક કરવા જરૂરી છે.

કોરોના વાયરસની કોઈ દવા કે વેક્સીન નથી બની શકી
ઈન્ટરનેટ, વૉટ્સએપ અને ન્યૂઝપેપરમાં આ બિમારીના બચાવની રીતો અંગે જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ આ ચર્ચાઓ પર વધુ ભરોસો કરી શકાય નહિ. આવુ એટલા માટે કારણકે હજુ સુધી કોરોના વાયરસની કોઈ દવા કે વેક્સીન નથી બની શકી. આ જ કારણ છે કે આ ઘાતક વાયરસ સામે પોતાને સુરક્ષિત કરવા માટે લોકો પોતાના સ્તરે શોધી રહ્યા છે. એવામાં WHOએ અમુક ગાઈડલાઈન્સ ઈશ્યૂ કરી છે જેનાથી એક સ્તર સુધી આ બિમારીથી બચાવ કરી શકાય છે.

WHOએ ઈશ્યુ કરી ગાઈડલાઈન્સ
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને કોરોના વાયરસ પ્રત્યે સતર્ક રહેવા માટે અમુક ગાઈડલાઈનસ ઈશ્યુ કરી છે. જો કે આ વાયરસ સાથે જોડાયેલી બધી ડિટેલ્સ બહુ ધીમે ધીમે મળી રહી છે. એટલા માટે જરૂરી થઈ ગયુ છે કે આપણે આપણા બાળકોને આ વાયરસ વિશે જણાવીએ અને એ પણ શીખવીએ કે તેના પ્રત્યે કઈ રીતની સાવચેતી રાખવી જોઈએ. વાસ્તવમાં WHOએ nCoV 19 ને ફેલાતો રોકવા અને તેનાથી બચાવ માટે થોડી ટિપ્સ આપી છે, જેને આપણે અને બાળકો સરળતાથી ફોલો કરી શકીએ છીએ.

સાફ સફાઈ રાખવી છે જરૂરી
બાળકોને સાફ સફાઈનુ મહત્વ સમજાવો. તેમણે શીખવો કે તે દિવસમાં ઘણી વાર હાથ ધુએ. આના માટે તે પાણી, સાબુ કે પછી એલ્કોહૉલ બેઝ્ડ ક્લીનરનો ઉપયોગ કરી શકે છે. બિમાર લોકોને મળવા, હાથ મિલાવવા, છીંકવા કે વસ્તુઓને અડ્યા પછી જો તમે હાથ ધોઈ લો તો બિમાર પડવાના ચાન્સ ઘટી જાય છે.
જ્યારે બાળકો, કફ કે છીંક્યા બાદ હાથ ધોઈ લે છે તો તેમના સંક્રમણ ઓછુ ફેલાય છે. ભલે બાળકો સ્કૂલમાં રમે, પાર્કમાં રમે કે પછી કોઈ પણ પ્રકારની એક્ટિવિટીમાં વ્યસ્ત કેમ ન હોય, એ જરૂર સુનિશ્ચિત કરી લો કે તેમના હાથ સાફ હોય, જેથી તે કોઈ પણ પ્રકારના કિટાણુથી બચી શકે.
માતાપિતા હોવાના નાતે બાળકોને યોગ્ય રીતે હાથ ધોવાનુ શીખવો. દરેક પ્રકારના કિટાણુથી દૂર રહેવા માટે હાથ ધોવા સૌથી કારગર રીત છે. બાળકોને યોગ્ય રીતે હાથ ધોતા જરૂર શીખવો.
સૌથી પહેલા હાથને ચોખ્ખા અને વહેતા પાણીથી ધુઓ, પછી નળને બંધ કરી દો. હવે હાથ પર સાબુ લગાવો. યાદ રાખો કે બાળકો માટે પાણી બહુ વધુ ગરમ ન હોય.
ઓછામાં ઓછા 20 મિનિટ સુધી સાબે હાથ પર આગળ અને પાછળ આંગળીઓ ની વચ્ચે ઘસો. નખ અને કાંડાને પણ જરૂરથી સાફ કરો.
હવે સાબુને વહેતા પાણીથી ધોઈ લો.
બાળકોને શીખવો કે હાથ ધોયા બાદ ડ્રાયરના બદલે ચોખ્ખા, કૉટન ટૉવલનો ઉપયોગ કરે. બાળકોને ઉતાવળ ખૂબ હોય છે એટલા માટે બની શકે કે તે ડ્રાયરનો યોગ્ય ઉપયોગ ન કરી શકે.

હંમેશા યાદ રાખો
યાદ રાખો કે બાળકોના હાથ હંમેશા ચોખ્ખા રહે. ખાસ કરીને જમ્યા પછી અને પહેલા.
ટૉયલેટ ગયા બાદ.
છીંક્યા બાદ.
કફ અને શરદીમાં.
કોઈ પ્રકારના જાનવરને અડ્યા બાદ અને એનીમલ ફૂડને હાથ લગાવવા પર.
કચરો અડ્યા બાદ.
ઘાને અડ્યા કે પછી બેન્ડેજ બદલવા પર.
બગીચામાં કે પછી રમકડાઓ સાથે રમ્યા બાદ.
આ પણ વાંચોઃ લગ્ન વિના મા બનેલી કલ્કિ કોચલિને દીકરીનુ નામ રાખ્યુ Sappho, લખી ઈમોશનલ પોસ્ટ