For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોનું દૂધ છે સ્વાસ્થ્યવર્ધક- ગાયનું કે ભેંસનું?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કેટલાક લોકો કહે છે કે ભેંસનું દૂધ વધુ ફાયદાકારક હોય છે જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે ગાયના દૂધમાં વધુ પોષક તત્વ હોય છે. દરેક પ્રકારના દૂધમાં પોષક તત્વોની ભરમાર હોય છે, બસ ઉંમર અને શરીરની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આગળ આ વિશે કંઇ કહેતાં પહેલાં તમને ગાય અને ભેંસના દૂધમાં પોષક તત્વોની માત્રા વિશે જણાવવામાં આવે છે, જે પ્રતિ 100 મિલી.માં હોય છે:

ભેંસ:
કેલેરી-97
પ્રોટીન-3.7 ગ્રામ
ફેટ- 6.9 ગ્રામ
પાણી- 84 ટકા
લેક્ટોસ- 5.2 ગ્રામ
ખનિજ લવણ- 0.79 ગ્રામ

cow-milk

ગાય:
કેલેરી-61
પ્રોટીન-3.2 ગ્રામ
ફેટ- 3.4 ગ્રામ
પાણી- 90 ટકા
લેક્ટોસ- 4.7 ગ્રામ
ખનિજ લવણ- 0.72 ગ્રામ

જો તમે તમારું વજન ઘટાડવા માંગો છો તો ગાયનું દૂધ વધુ ફાયદાકારક હોય છે. તેના 100 મિલી. દૂધમાં ફક્ત 61 કેલેરી હોય છે જ્યારે ભેંસમાં 100 મિલી.માં 97 કેલેરી હોય છે. ભેંસના દૂધમાં (6.9 ગ્રામ ચરબી) ગાયના દૂધમાંથી (3.4 ચરબી) વધુ ચરબી હોય છે.

જો તમે તમારું વજન અને માંસપેશીઓ વધારવા માંગો છો, તો ભેંસનું દૂધ તમારા માટે સારું છે. ભેંસના દૂધમાં ગાયના મુકાબલે વધુ પ્રોટીન હોય છે, જો કે માંસપેશીઓ વધારવામાં મદદગાર છે.

જો તમને પાચન સંબંધિત સમસ્યા છે તો ગાયના દૂધનું સેવન કરો. આથી જ નવજાત બાળકોને ગાયનું દૂધ આપવામાં આવે છે કારણ કે આ સરળતાથી પચી જાય છે. જ્યારે ભેંસનું દૂધ ભારે હોય છે અને પચવામાં ગાયના દૂધની તુલનાએ સારું હોતું નથી કારણ કે તેમાં પાણીની માત્રા ઓછી હોય છે.

English summary
If you want to gain weight and build muscles, buffalo milk is good for you. Protein present in buffalo milk is higher than that of cow’s milk by approximately 15%.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X