
Desi Ghee Benefits : સવારે ઉઠીને ખાલી પેટે ખાઓ એક ચમચી દેશી ઘી, ફાયદા જાણીને ચોંકી જશો
Desi Ghee Benefits : સામાન્ય રીતે વજન ઘટાડવા અને પોતાને સ્વસ્થ રાખવા માટે તૈલી ખોરાકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ આ પ્રયાસમાં દેશી ઘીથી બિલકુલ દૂર ન રહો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે, ઘીનો ઉપયોગ ડાયટિંગ માટે કરી શકાય છે.

દેશી ઘી વિશેના અભિપ્રાય
દેશની જાણીતી ન્યુટ્રિશનિસ્ટએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જણાવ્યું કે, દેશી ઘી ખાવાથી માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધતો પણસ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. જો તમે સવારે ખાલી પેટે ઘી ખાઓ છો, તો તેનાથી તમને અદ્ભુત લાભ મળી શકે છે.

સવારે ખાલી પેટ દેશી ઘી ખાવાના 6 ફાયદા
1. ખાલી પેટે ઘી ખાવું ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમ કરવાથી ચહેરા પર ગ્લો આવવા લાગે છે.
2. દેશી ઘી ખાવાથી પાચનતંત્ર સારું રહે છે, જેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી.
3. સવારે ઉઠ્યા પછી ખાલી પેટે એક ચમચી ઘી ખાવાથી પેટમાં સારા એન્ઝાઇમ્સ વધવા લાગે છે.
4. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે સવારે ઉઠીને અવશ્ય ખાવું, તેનાથી આંતરડાની ગતિમાં સુધારો થાય છે.
5. દેશી ઘી ભૂખને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે
6. ઘી ખાવાથી હાડકા મજબૂત બને છે અને શરીરમાં નબળાઈ આવતી નથી.

આ રીતે ઘરે તૈયાર કરો દેશી ઘી
જ્યારે પણ આપણે બજારમાંથી ઘી ખરીદીએ છીએ, ત્યારે તે અસલી છે કે નહીં તે અંગે શંકા રહે છે, કારણ કે ઘણી વખત તેમાં તેલ અનેચરબી ભેળવવામાં આવે છે.
આવી સ્થિતિમાં, સારું રહેશે કે તમે ઘરે ઘી તૈયાર કરો, જે બહુ મુશ્કેલ કામ નથી. આ માટે, દૂધનો ઉપયોગકરતી વખતે, તેમાં હાજર ક્રીમને દૂર કરો અને તેને રેફ્રિજરેટરમાં રાખો, જ્યાં સુધી ક્રીમની પૂરતી માત્રા જમા ન થઈ જાય ત્યાં સુધી આકરવાનું ચાલુ રાખો.
ત્યારબાદ ક્રીમને એક વાસણમાં કાઢીને ગરમ કરો. થોડી વાર પછી, ઘી દેખાવા લાગશે, પછી તેને ગાળી લો અને તેનેસ્વચ્છ બોક્સમાં સ્ટોર કરો.