For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે તમારો શ્વાસ કહેશે કે તમને શાની બિમારી છે

|
Google Oneindia Gujarati News

આ વાત અચરજ ભરેલી અને થોડીક અસુગ જરૂર લાગશે પણ તમારા શ્વાસ લેવાની રીત અને તમારા શ્વાસમાં આવતી દુર્ગંધ તમે કયા રોગથી પિડાવો છો તે જણાવી દેશે. ચિકિત્સા જગતમાં ડોક્ટર્સોને પણ શ્વાસની દુર્ગંધ દ્વારા બિમારીના મૂળ જાણવામાં મોટી સફળતા મળી છે.

જો તમે તમારા શ્વાસમાં સુગંધ આવે છે કે દુર્ગંધ કે પછી તમે કેવી રીતે શ્વાસ લઇ અને છોડી રહ્યા છો તેના વિષે યોગ્ય ઓબર્વેશન કરો તો તમે પણ મહદ અંશે આ સમસ્યાને જાણી તેનું હલ નીકાળી શકો છો.

તો આવી જ કેટલીક શ્વાસ અને તેની લગતી બિમારીઓ વિષે જાણો અમારા આ ફોટો સ્લાઇડરમાં. અને હા આ માહિતીથી અન્યને પણ માહિતગાર કરવા તેને શેર કરવાનું ના ભૂલતા.

માછલી જેવી ગંધ

માછલી જેવી ગંધ

જો તમારા મોઢામાંથી અતિશય ગંદી માછલી જેવી ગંધ આવતી હોય તો તેનો તે મતલબ છે કે તમારા લોહીમાં અમોનિયાની માત્રા વધારે છે. અમોનિયા સામાન્ય રીતે યૂરિન દ્વારા બહાર નીકળે છે પણ જો કિડની યોગ્ય રીતે કામ ના કરતી હોય તો મોઢામાંથી આવી દુર્ગંધ આવવાની શરૂઆત થઇ જાય છે.

એસિડ રિફ્લેક્સ

એસિડ રિફ્લેક્સ

ક્યારેક એસિડિટીની સમસ્યા વધી જાય છે જે સમયે ઓડકાર લેતી વખતે ગળામાં ખટાશ આવે છે. જેના કારણે શ્વાસમાં એસિડ જેવી દુર્ગંધ ફેલાય છે.

ફેંફડામાં સંક્રમણ

ફેંફડામાં સંક્રમણ

અસ્થમા, બ્રોન્કાઇટિસ, સાઇનસ વગેરે સમસ્યા વખતે શ્વાસ લેવા માટે વધુ પ્રયાસ કરવો પડતો હોય છે વધુમાં શ્વાસ છોડતી વખતે પણ એક હળવી દુર્ગંધ આવે છે. કારણ કે ફેંફસામાં તેનાથી બેક્ટેરિયલ સંક્રમણ થાય છે.

મોટાપો

મોટાપો

હાલમાં એક સંશોધનમાં બહાર આવ્યું છે કે તમે ભવિષ્યમાં જાડા થશો કે નહીં તે વિષે શ્વાસ દ્વારા જાણી શકાય છે. જે લોકોના શ્વાસમાં મોટી માત્રામાં હાઇડ્રોજન અને મિથેન જોવા મળે છે તેમના મોટા થવાની શક્યતા વધી જાય છે

અજીબ દુર્ગંધ

અજીબ દુર્ગંધ

જે લોકોને ડાયાબિટીઝની પ્રોબ્લેમ હોય છે. તે લોકો જ્યારે શ્વાસ છોડે છે ત્યારે તેમના શ્વાસમાં અજીબ દુર્ગંધ આવે છે.

એલર્જી

એલર્જી

છાતીમાં ભાર લાગવો, નાકમાં હંમેશા પાણીથી ભરાયેલું રહેવું આ એક એલર્જીના લક્ષણ છે. એલર્જી થવાથી પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે. કારણ કે તે સમયે મોઢામાં બેક્ટેરિયલ ઇન્ફેંક્શન થઇ જાય છે.

હાર્ટ એટેક

હાર્ટ એટેક

શ્વાસનું વિશ્લેષણ કરીને જાણી શકાય છે કે વ્યક્તિને જીવનમાં હાર્ટ એટેક આવશે કે નહીં. આ ટેકનિકને બ્રેથ પ્વાઇંટ કહે છે.

English summary
Breath odour diagnosis can be justified by the fact that you can feel the smell of many chemical substances in your mouth when you are suffering from any underlying diseases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X