• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ હેરપેક લગાવશો તો એડમાં હિરોઇનો જેવા વાળની ચમક મેળવશો

|
Google Oneindia Gujarati News

જાહેરાતોમાં જે રીતે હિરોઇનોના લસલસતા ચમકદાર વાળ બતાવવામાં આવે છે તે જોઇને તમારું પણ ક્યારેક મન થયું હશેને કે કાશ મારા વાળ પણ આવા સ્લિકી અને સ્મૂધ હોત તો! પણ ગરમી, પોલ્યુશન અને આપણી ખાવા પીવાની રીતો નેચરલી તો આપણને આવા વાળ આપવાથી રહી. અને જ્યારે ને ત્યારે બજારમાં મળતા મોંધા હેર પ્રોડક્ટ અને હેર સ્પા પાછળ આ મોંધવારીના સમયમાં કેટલા પૈસા ખર્ચાય!

ત્યારે આજે અમે તમને એક તેવા હેરમાસ્ક વિષે જણાવાના છીએ જેનાથી તમારા વાળાનું ચમક પણ વધશે અને સ્મૂધનેશ પણ. અને સૌથી મોટી વાત આ માટે તમારે કોઇ મોટો ખર્ચો નહીં કરવો પડે. ઘરમાં વપરાતી વસ્તુઓથી જ તમે મેળવો શકો છો ચમકિલા, કાળા સુંદર વાળ. તો વાંચો કેવી રીતે બનાવશો આ હેરમાસ્ક અને કેવી રીતે તમારા વાળને બનાવશો સિલ્કી સ્મૂધ...

શું શું લેશો?

શું શું લેશો?

આ માસ્ક બનાવવા માટે તમારે એરડિયાનું (દિવેલ) તેલ અને મધની જરૂર પડશે. આ 5 ચમચી એરડિંયાનું તેલ અને 5 ચમચી મધ લો.

વાળ પ્રમાણે માપ

વાળ પ્રમાણે માપ

જો તમારા વાળ લાંબા હોય તો વધુ માત્રા લો અને ટૂંકા તો ઓછી. મૂળ મુદ્દે બન્ને વસ્તુઓને અડધી અડધી લો.

શું છે એરડિંયા અને મધના ફાયદા

શું છે એરડિંયા અને મધના ફાયદા

હેરગ્રોથ માટે એરડિંયુનું તેલ જૂનો, જાણીતો અને અસરદાર ઉપાય છે. તે તમારી માથાની ચામડીને કૂણી કરે છે. વધુ વાળ ઉગાડે છે અને વાળને મોટા પ્રમાણમાં વિટામિન અને ન્યૂટિશ્યન આપે છે. વળી મધ વાળોને સુવાળા અને સીલ્કી બનાવે છે.

કેવી રીતે બનાવશો હેરમાસ્ક

કેવી રીતે બનાવશો હેરમાસ્ક

બન્ને વસ્તુઓને વ્યવસ્થિત રીતે મીક્સ કરો અને પછી કોરા વાળમાં જે રીતે આપણે માથામાં ડાઇ લગાવીએ છીએ તે રીતે જડથી વાળના છેડા સુધી લગાવો. અને વધેલા માસ્કથી વાળને માલિશ કરો.

20 મિનિટ

20 મિનિટ

પછી આ હેર માસ્કને 20 મિનિટ સુધી માથામાં રહેવા દો અને પછી માઇલ્ડ શેમ્પુથી માથુ ધોઇ લો. અને આ રીતે મેળવો ચમચમતા સિલ્કી અને સ્મૂધ વાળ.

English summary
Imagine having celebrity-like hair that can gain you a lot of attention! Does that sound like a far-fetched fantasy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X