For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો અડધી રાત્રે કર્યા આ કામ તો ભોગવવા પડશે ખતરનાક પરિણામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ઓગષ્ટ: હંમેશા લોકોને રાત્રે ઉંઘ નહીં આવવાની સમસ્યા બની રહે છે. એવામાં ઊંઘ નહીં આવવા પર લોકો અડધી રાત્રે પણ ટીવી જોવા લાગે છે તો ક્યારેક બાલકનીમાં જઇને સ્મોકિંગ કરવા લાગે છે, પરંતુ શું આપ જાણો છે કે અડધી રાત્રે થનારું આ કામ આપના સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે.

એવું કરવાની પાછળનું કારણ છે સારી ઊંઘની ઊણપથી એક તરફ ચિડિયાપણું થવા લાગે છે, જ્યારે ઊર્જામાં પણ ઊણપ આવવા લાગે છે. ઘણી વાર તેના માટે અજીબો-ગરીબ હરકતો પણ જવાબદાર હોય છે. એવામાં અમે આપોને જણાવવા માંગીશું કે આપ પણ મધ્યરાત્રિમાં કંઇક એવી હરકતો કરો છો તો હજી પણ સમય છે માની જાવ, એ પહેલા કે આપનું બધું જ છીનવાઇ જાય...

સિગરેટ પીવું

સિગરેટ પીવું

માનવામાં આવે છે કે નિકોટિનથી ઊંઘ પર ખૂબ જ ઘેરો પ્રભાવ પડે છે. સિગરેટ પીવાથી ઘણા કલાકો સુધી આપ જાગતા જ રહી જાય છે. સ્મોકિંગ કરવાથી નથી આપનું શરીર સ્વસ્થ રહે છે અને ના તો દીમાગ. એવામાં સારુ થશે કે અડધી રાત્રે સ્મોકિંગ કરવાથી બચવું.

દારૂ પીવું

દારૂ પીવું

જો આપ મધ્યરાત્રિમાં દારૂ પીતા હોવ તો આપની સવાર બિલકૂલ પણ સારી નહીં હોય. માનવામાં આવે છે કે જેટલી અધિક માત્રા આપ લેશો તેટલી જ ખરાબ આપની સવાર રહેશે.

કૈફીનનું સેવન

કૈફીનનું સેવન

કૈફીનને કોઇ પણ રૂપમમાં રાતના સમયમાં અથવા અડધી રાત્રે લેવું યોગ્ય નથી. જો આપ એવું કરો છો તો માનવામાં આવે છે કે આપ આપની ઊંઘ ખરાબ કરો છો.

અડધી રાત્રે મીઠા સ્નેક્સ ખાવા

અડધી રાત્રે મીઠા સ્નેક્સ ખાવા

રાત્રે મીઠા સ્નેક્સ ના આરોગવા જોઇએ. જો આપ એવું કરો છો તો આપના શરીરમાં કેલરીની માત્રા વધી જશે. જેનું દહન નથી થઇ શકતું અને આપ મેદસ્વીપણાના શિકાર બની જાવ છો.

મસાલેદાર ભોજન

મસાલેદાર ભોજન

મોડી રાત્રે વધારે સ્પાઇસી ખાવાનું ખાવાથી બચવું જોઇએ. આવું કરવાથી આપને પેટ સંબંધી બીમારીઓ લાગુ પડી શકે છે. અને ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે.

ટીવી જોવું

ટીવી જોવું

મોડી રાત સુધી ટીવી જોવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એવું કરવાથી માત્ર આપની આંખો પર જ નહીં પરંતુ દિમાગ પર પણ અસર પડે છે.

કામ કરવું

કામ કરવું

મોડી રાત સુધી કામ કરવું અને ઓફિસના કામને ઘરે કરવાનો વિચાર પણ ઊંઘ ખરાબ કરી શકે છે. જે આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે.

English summary
Do You Know Which 7 things you should not do in midnight or after midnight. If You are still Doing it will spoil your life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X