• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સારી પાંચનક્રિયા માટે કરો આ ફળોનું સેવન

|

પોતાના નિયમિત આહારમાં કેટલાક એવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવો જોઇએ જેમા દરેક પ્રકારના પોષક તત્વો અને પ્રોટીન્સ હોય. વિશેષજ્ઞોના મતે દરેક વ્યક્તિએ નિયમીત રીતે ફળોનું સેવન કરવુ જોઇએ જેનાથી આવશ્યક પ્રમાણમાં ઉર્જા મળી શકે. કેળા અને પપૈયા જેવા ફળો સવારે ખાલી પેટે ખાવા જોઇએ. આ બંનેમાં કાર્બન અને સોડિયમની પ્રચુર માત્રા હોય છે. જે તમને દિવસભર ખુબ જ એક્ટીવ બનાવીને રાખશે.

તો બીજી તરફ એવા પણ કેટલાક ફળો છે, જે જમવાનુ જમ્યા બાદ ખાવા જોઇએ. જેમકે નાશપતિ અને અનાનસ જેવા ફળો કે જેમા એન્જાઇમ્સ અને ફાઇબરની માત્રા અધિક હોય છે જેનાથી ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ સીસ્ટમ સહી રીતે કામ કરે છે. જે પચવામાં મુશ્કેલ લાગતા ખાદ્ય પદાર્થોને પણ વિભાજીત કરીને તેમાંથી પ્રોટીન કાઢવામાં મદદરૂપ બને છે.

સારી પાંચનક્રિયા માટે એવા જ કેટલાક ફળો છે જે તમારે જમ્યા બાદ ખાવા જોઇએ. અમે તમને એવા જ ફળો અંગે વાત કરી રહ્યાં છીએ.

નાશપતી

નાશપતી

નાશપતી પેટ માટે ખુબ જ સારૂં ફળ છે. અઠવાડિયામાં એક વખત ખાવી જોઇએ. હાલમાં જ થયેલા અધ્યયન અનુસાર નાશપતીમાં ફાઇબર હોય છે. જેનાથી પેટ સાફ આવે છે. નાશપતી સોડિયમ ફ્રી, કોલેસ્ટ્રોલ ફ્રી, અને ફેટ ફ્રી હોય છે. જેમા 190 મિલીગ્રામ પોટેશિયમ હોય છે. જે પાંચનને મજબૂત કરે છે.

સફરજન

સફરજન

સફરજનમાં પણ ફાઇબરની માત્રા અધિક હોય છે. જો તમને પાંચન સંબંધિત સમસ્યા હોય તો તેના માટે સફરજન એક સારૂં ફળ છે. જમવાનુ સારી રીતે પચાવવા માટે જમવાનું જમ્યાના 15 મિનીટ બાદ સફરજન ખાવુ જોઇએ.

રાસબરી

રાસબરી

જો તમને ડાયાબિટીસ કે પાંચનની સમસ્યા છે, તો રાસબરી એક સારૂં ઓપ્શન છે. રાસબરીમાં ફાઇબર અધિક પ્રમાણમાં હોય છે. શુગર અને કેલરી ઓછી હોય છે. પાંચનક્રિયા માટે આ એક સારૂ ફળ છે.

પપૈયુ

પપૈયુ

જો તમે ઝડપથી તમારા પાંચનને સુધારવા માંગો છો, તો કાચા પપૈયાનું સેવન કરો. જો આંતરડાની કમજોરીના કારણે તમે વિટામીન્સનો સંચય નથી કરી શક્તા તો પપૈયામાંથી તમે વિટામીન્સ મેળવી શકો છો.

કેળા

કેળા

આંતરડાના કાર્યોને સક્ષમ બનાવે છે. કેળા તમે જમ્યા પહેલા કે પછી ક્યારેય પણ ખાઇ શકો છે.

અનાનસ

અનાનસ

અનાનસ પાંચનક્રિયા માટે એક સારૂં ફળ છે. અનાનસમાં બ્રોમેલિન ઇંજાઇમ હોય છે. જે ખાવાનું પચાવવામાં મદદગાર હોય છે.

અંજીર

અંજીર

એક કપ સુકાયેલા અંજીરમાં 15 ગ્રામ ફાઇબર હોય છે. જે ખાવાને વિભાજીત કરીને તેને પચાવવા માટે પર્યાપ્ત છે. જમવાનુ જમ્યા બાદ એક કપ અંજીર પાંચનક્રિયા માટે સારૂં માનવામાં આવે છે.

એવોકેડો

એવોકેડો

આ ફળમાં પોષક તત્વો, વિટામીન્સ, અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. પાંચનક્રિયા માટે આ ફળ બેસ્ટ છે.

English summary
Eat These Fruits To Improve Digestion Fruits like banana and papaya should be consumed early in morning and preferably on an empty stomach. These two fruits are rich in fibre and sodium along with other elements which are good to keep you active right through the day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more