• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

16 એવી વસ્તુઓ જે ખાવાથી બેડ પર ઝડપથી વધશે તમારી એનર્જી

By Staff
|

વિવિધ પ્રકારના તણાવ, જીવનની રેસ અને ખોટા ખાનપાનની અસર લોકોના જીવન પર ખરાબ અસર કરી રહી છે. આ બધાની અસર લાઈફસ્ટાઈલ પર તો પડી જ રહી છે ઉપરાંત લોકોમાં સેક્સની ઈચ્છા પણ ઓછી થતી દેખાઈ રહી છે. ઘણા લોકો આનો ઈલાજ કરાવવા માટે હોસ્પિટલના ધક્કા ખાતા રહે છે પરંતુ ખાનપાનમાં અમુક ખાસ વસ્તુઓ શામેલ કરીને તમે તણાવભરી લાઈફસ્ટાઈલના દબાણથી છૂટકારો મેળવીને પોતાની સેક્સ ડ્રાઈવ સુધારી શકો છો.

સૂકા મેવા અને બીજ

સૂકા મેવા અને બીજ

કોળુ અને સૂરજમુખીના બીજ, બદામ, મગફળી, અખરોટ અને અન્ય સૂકા મેવાઓમમાં જરૂરી મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ બનાવે છે. તમારા સેક્સ હોર્મોન બરાબર કામ કરી શકે એના માટે બૉડીમાં આ કોલેસ્ટ્રોલ હોવુ જરૂરી છે. પ્રોટીન અને ફાઈબરથી ભરેલા ડ્રાયફ્રૂટ્સ સેક્સ પાવર વધારવા સાથે સાથે હ્રદયને પણ તંદુરસ્ત રાખે છે.

સ્ટ્રૉેબેરી અને બ્લૂબેરી

સ્ટ્રૉેબેરી અને બ્લૂબેરી

સ્ટ્રૉબેરીનો લાલ રંગ મૂ઼ડને સારો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્ટ્રૉબેરીમાં પુષ્કળ માત્રામાં વિટાબીન બી અને ફોલેટ હોય છે જે બર્થ ડિફેક્ટ રોકવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં મળી આવતુ વિટામિન સી સેક્સ પાવરને વધારવાનુ કામ કરે છે. રાતે સૂતા પહેલા બ્લૂબેરી ખાવાથી તમને એનર્જીનો અહેસાસ થશે. સ્ટ્રૉબેરી અને બ્લૂબેરી બ્લડ વેસલ્સને રિલેક્સ કરે છે અને પ્રાકૃતિક વિયાગ્રાનુ કામ કરે છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ સેક્સ ડ્રાઈવને વધારવા માટે સુપરફૂડની જેમ કામ કરે છે. ડાર્ક ચોકલેટમાં ફેનાઈલેથેમાઈન હોય છે. 'જર્નલ ઑફ ધ અમેરિકન ડાઈટેટિક એસોસિએશન' ના એક અભ્યાસ અનુસાર ફેનાઈલેથેલામાઈનથી એંડોર્ફિન હોર્મોન બને છે અને આ જ હોર્મોન બે લોકો વચ્ચે સેક્સ અને આકર્ષણની ભાવના વધારે છે.

કેળા

કેળા

સેક્સ કરતા પહેલા જોતે પ્રકારના તણાવમાં હોય તો કેળા ખાવ. કેળા મૂડને સારુ કરનાર ન્યૂરોકેમિકલ સેરોટોનિનને લોહી સુધી પહોંચાડે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે. ધ ગ્રેટ લવર્સ પ્લેબુકના લેખક લો પગેટે જણાવ્યુ, 'કેળામાં પોટેશિયમ હોય છે, જે માંસપેશીઓની તાકાત વધારે છે, જે સેક્સ કરવામાં કામ લાગે છે.'

લીલા શાકભાજી

લીલા શાકભાજી

લીલા શાકભાજીમાં પૌષ્ટિક તત્વો, વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને પાલક, બ્રોકોલી અને કોબીજ ફર્ટિલિટી અને સ્પર્મની ક્વૉલિટી વધારે છે. જાપીની શોધકર્તાઓ અનુસાર પાલક મેગ્નેશિયલનુ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે જે બ્લડ વેસલ્સને પાતળુ કરે છે. સારો રક્ત પ્રવાહ, પુરુષો અને મહિલાઓમાં ઉત્તેજના પેદા કરે છે.

અંજીર

અંજીર

અંજીર સેક્સ ડ્રાઈવ વધારનાર ફૂડ માનવામાં આવ્યુ છે. અંજીરને સેક્સ સ્નેક્સ પણ કહેવામાં આવે છે. ફળો અને શાકભાજીની સરખામણીમાં અંજીરમાં ફાઈબર હોય છે અને તે સેક્સની ક્ષમતા વધારે છે. અંજીર પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ સહિત યૌન સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ ઘણા પોષક તત્વથી ભરપૂર હોય છે.

એવોકાડો

એવોકાડો

એનોકાડોમાં પુષ્કળ માત્રામાં ફોલેટ હોય છે જે સ્પર્મ બનાવવામાં મદદરૂપ બને છે. જે લોકો ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે તેમને પોતાના ડાયેટમાં એવોકાડો જરૂરથી શામેલ કરવુ જોઈએ. આમાં મળતુ ફોલેટ સ્પર્મને મ્યુટેશનથી બચાવે છે.

કૉફી

કૉફી

સેક્સ ડ્રાઈવ વધારવી હોય તો કૉપી પીવાનુ શરૂ કરી દો કારણકે કેફીન આરોગ્ય માટે ઘણી રીતે લાભકારક છે. કૉફી પીધા બાદ મસ્તિષ્કમાં ડોપામાઈન નીકળે છે. ડોપામાઈન એક ન્યૂરોકેમિકલ છે જે દિમાગની સતર્કતા અને ખુશીને વધારવામાં મદદ કરે છે. ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી કે દિવસમાં 2થી 3 કપ કૉફી પીવાથી પુરુષોમાં સેક્સ પાવર વધી શકે છે.

સેલેરી

સેલેરી

સેલેરીમાં એન્ડ્રોસ્ટેનન અને એન્ડ્રોસ્ટેનોલ મળી આવે છે જેની ગંધ વિપરીત લિંગને પોતાની તરફ આકર્ષિત કરે છે. ડૉક્ટર એલન હિર્શના જણાવ્યા મુજબ સેલેરી ખાવાથી શરીરમાં ઉત્તેજના વધે છે અને આનાથી આવતી સુગંધ તમારી તરફ આકર્ષિત કરે છે.

ફેટી ફિશ

ફેટી ફિશ

ડૉક્ટરોનુ કહેવુ છે કે જે ફૂડ તમારા હ્રદય માટે સારી હોય છે. તમારી લવ લાઈફ માટે પણ એટલુ સારુ હોય છે. સેક્સોલોજિસ્ટ ડૉક્ટર યવોન ફૂલબ્રાઈટ અનુસાર માછલીમાં મળતુ ઓમેગા-3 ફેટી એસિડ ડીએચએ અને ઈપીએ દિમાગમાં ડોપામાઈનના સ્તરને વધારવામાં મદદ કરે છે. આનાથી શરીરમાં ઉત્તેજના પેદા થાય છે.

લસણ

લસણ

સેક્સ કરવાના મૂડમાં હોય તો, લસણ એ છેલ્લી વસ્તુ હશે જેને કોઈ પણ ખાવા ઈચ્છશે કારણકે લસણ ખાવાથી મોઢામાંથી દૂર્ગંધ આવે છે પરંતુ અભ્યાસ મુજબ રોજ લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશન અને કેન્સરનુ જોખમ ઘટે છે અને બ્લડ સર્ક્યુલેશન સારુ થાય છે જેનાથી સેક્સ પાવર વધી જાય છે.

લીલા મરચા

લીલા મરચા

મરચામાં કેપ્સાઈન મળી આવે છે જે એન્ડોર્ફિનને વધારે છે. મરચુ મેટાબોલિઝન અને હાર્ટ રેટને પણ વધારે છે અને શરીરમાં સેક્સ ડ્રાઈવ ઘટાડનાર પ્રભાવોને ઘટાડે છે.

વધુ પ્રોટીન

વધુ પ્રોટીન

ઈંડા અને માંસ ઉપરાતં તમારા ડાયેટમાં બીન્સ શામેલ કરવુ જોઈએ. ઘણા અભ્યાસમાં એ માહિતી સામે આવી છે કે જે લોકો બીન્સ નથી ખાતા તેમની સરખામણીમાં દૂબળા પાતળા અને વધુ સ્વસ્થ હોય છે. અમેરિકન કૉલેજ ઑફ ન્યૂટ્રીશન્સના લેખ અનુસાર જે લોકો એક દિવસમાં ત્રણ કપ કે ઓછામાં ઓછા એક કપ બીન્સ ખાય છે તેમનુ બ્લડ પ્રેશર ઓછુ રહે છે અને તેમની કમર પણ વધતી નથી.

મધ

મધ

મધમાં મળી આવતા વિટામીન બી ટેસ્ટોસ્ટેરોનના પ્રોડક્શનમાં મદદરૂપ બને છે. આ ઉપરાંત તે બૉડીમાં સેક્સ હોર્મોન એસ્ટ્રોજનને પણ વધારે છે જેનાથી શરીરમાં સેક્સ કરવાની ઈચ્છા વધે છે.

ઈંડા

ઈંડા

ઈંડામાં મળી આવતુ ફોલેટ, આયર્ન, ફોસ્ફરસ અને સેલેનિયમ સહિચત અન્ય પોષક તત્વ હ્રદયને પણ સ્વસ્થ રાખે છે. આ મહિલાઓના યુટ્રસ અને પ્રાઈવેટ પાર્ટના ટિશ્યુને બરાબર રાખે છે. ઈંડા વિટામિન બી6 અને બી5થી ભરપૂર હોય છે. જે હોર્મોનના સ્તરને સંતુલિત કરવા અને તણાવને ઘટાડવામાં મદદ કરે છે જેનાથી સેક્સ લાઈફ સારી થાય છે.

પીચ અને અન્ય ફળ

પીચ અને અન્ય ફળ

એક અભ્યાસ મુજબ વિટામિન સી મહિલાઓમાં સેક્સની ઈચ્છાને વધારે છે. જે લોકો વધુ વિટામિન સી લે છે તેમનો મૂડ હંમેશા સારો રહે છે અને તે સેક્સમાં પણ વધુ રસ લે છે. વિટામિન સી લોહીના પ્રવાહને વધારે છે. જે પુરુષ એક દિવસમાં ઓછામાં ઓછુ 200 મિલીગ્રામ વિટામિન સીનુ સેવન કરે છે તેમના સ્પર્મ કાઉન્ટમાં ઝડપથી સુધારો થાય છે.

રાહુલ ગાંધીનો સરકારને સવાલ - આપણા 20 જવાનોની હત્યાને કેવી રીતે યોગ્ય ગણાવી રહ્યુ છે ચીન?

English summary
Eating these 16 things will boost your energy in bed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more