8 ફળો અને શાકમાં સૌથી વધુ કીટનાશક હોય છે

Posted By:
Subscribe to Oneindia News

પર્યાવરણ કાર્યકારી સમૂહ, દરવર્ષે ખાદ્ય પદાર્થોનું એક લિસ્ટ જાહેર કરે છે જેમાં જેમાં સૌથી વધુ જંતુનાશક દવાઓ હોય છે તે વિષે આ લિસ્ટ જણાવે છે. આ લિસ્ટ આપેલી જાણકારી મુજબ આર્ગેનિક વસ્તુઓની ખરીદી કરવી પર વધુ સલાહભરી છે. કારણ કે એક વાર જ્યારે આવા ખાદ્ય પદાર્થો પર જંતુનાશક દવા નાંખવામાં આવે છે ત્યારે તેને નીકાળવી સૌથી વધુ મુશ્કેલ હોય છે.

પર્યાવરણ કાર્યકારી સમૂહ દરવર્ષે કૃષિ વિભાગથી આ આંડકા મેળવી તેમની પર રિસર્ચ કરે છે. અને સાથે જ આ ખાદ્ય પદાર્થો પર આધારિત જંતુનાશકનું રેકિંગ પણ કરે છે. ત્યારે આ રિસર્ચ મુજબ કયા ફળો અને શાકભાજી પર સૌથી વધુ જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે તે વિષે જાણો નીચેના આ આર્ટીકલમાં...

સફરજન
  

સફરજન

જાણકારો મુજબ સફરજનમાં લગભગ 45 ટકા વધુ પડતા જંતુનાશકો મળે છે. આ જ કારણે તે લાંબા સમય સુધી કીટકોથી બચીને રહે છે.

સ્ટ્રોબેરી
  

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં પણ 40 ટકા જેટલો કીટનાશક નાખવામાં આવે છે. જો કે ફ્રોઝન સ્ટ્રોબેરીમાં ઓછા કિટકો હોય છે. તમે સ્ટ્રોબેરીના બદલે અનાનસ અને કીવી પણ ખાઇ શકો છો.

દ્રાક્ષ
  

દ્રાક્ષ

દ્રાક્ષમાં સૌથી વધુ માત્રામાં જંતુનાશક દવાઓ હોય છે. તેમાં 50 અલગ પ્રકારના જંતુનાશક હોય છે.વળી કિશમીસમાં પણ આજ કારણે વધુ જંતુનાશક જોવા મળે છે.

પીચ
  

પીચ

પીચ પર પણ 60 ટકા જેટલા જંતુનાશક નાખવામાં આવે છે. આ ફળોને આર્ગેનિક હોય તો જ ખાવા હિતાવહ છે. નહીં તો મોસબી, નારંગી જેવા અન્ય વિટામીન સી વાળા ફળો ખાવ.

પાલક
  
 

પાલક

પાલકમાં પણ વિવિધ પ્રકારના 50 જેટલા જંતુનાશક દવાઓ જોવા મળે છે. જો કે ક્રેનમાં આવેલી પાલકમાં ઓછા જંતુનાશક હોય છે. તો પાલક વ્યવસ્થિત સાફ કરીને જ ખાજો.

ચેરી ટમેટા
  

ચેરી ટમેટા

ચેરી ટામેટાને ઉગાવા મુશ્કેલ હોય છે માટે જ તેને પર અનેક રસાયણો નાખવામાં આવે છે. જેથી સારું તે જ રહેશે કે તેને તમે કોઇ ઓર્ગેનિક માર્કેટથી ખરીદો.

બટાકા
  

બટાકા

યૂએસડીએના રિચર્સમાં બટાકા પર 30 અલગ અલગ પ્રકારની જંતુનાશક દવાઓ મળી છે. જેને આ સૌથી લોકપ્રિય શાકને વિષેલું બનાવી દીધુ છે.

મરચાં
  

મરચાં

મરચાંમાં પણ મોટા પ્રમાણમાં જંતુનાશક દવા જોવા મળે છે. આથી જ ઓર્ગેનિક મરચા લેવા વધુ હિતાવહ છે.

English summary
8 Fruits And Veggies With The Most Pesticides This means that you should always try to buy these foods organic, because it’s pretty hard to get rid of those nasty pesticides in them.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.