For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: તમારા હાથ શું કહે છે તમારા આરોગ્ય માટે

|
Google Oneindia Gujarati News

શું તમને ખબર છે તમારા હાથ તમારા સ્વાસ્થની અનેક માહિતીઓ ઉજાગર કરે છે. સામાન્ય રીતે આપણે આપણા હાથ અને આંગળીઓ પર ભાગ્યેજ ધ્યાન આપતા હોઇએ છે. પણ આ હાથ તમે સ્વસ્થ છો કે અસ્વસ્થ તે વાતની ચાડી તરત જ ખાઇ લે છે.

કહેવાય છે કે તમારી હથેળી તમારું આખું જીવન વ્યક્ત કરે છે. તો શું છૂપાયેલું છે તમારી હથેળીમાં? શું સંદેશો આપે છે જો તમારી હથેળી વધુ પડતી લાલ હોય કે પછી પગની આંગળી લાંબી હોવાનો મતલબ શું છે. જાણો તમારી હથેળીમાં છૂપાયેલા તમામ રાઝ આ ફોટો સ્લાઇડરમાં...

લાલ રંગની હથેળી

લાલ રંગની હથેળી

જો તમારી હથેળી ગાઢ લાલ રંગની હોય અને હંમેશા તેનો કોઇ ભાગ વધુ પડતો લાલ રહેતો હોય તો તેને ચિકિત્સકીય ભાષામાં પાલ્મર ઇર્થીમિયા કહેવાય છે. જે લીવરની બિમારીનો સંકેત કરે છે. જો કે ગર્ભઅવસ્થા દરમિયાન આવું થવું સામાન્ય છે.

આંગળીની લંબાઇ

આંગળીની લંબાઇ

જો મહિલાઓની રિંગ ફિંગર પહેલી આંગળીથી લાંબી હોય તો તેમને ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો રહે છે. જો કે પુરુષોમાં આવું સામાન્ય પણે હોય છે અને તેમાં ચિંતાની કોઇ વાત નથી.

સૂઝેલી આંગળીઓ

સૂઝેલી આંગળીઓ

જો તમારો હાથ સખ્ત અને સૂજેલી હોય તો આ હાઇપોથાયરાયડિજ્મનો સંકેત હોઇ શકે છે. જે બતાવે છે કે તમારા શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી ગયું છે અને શરીરમાં પાણી ભરાવાનું અને મોટાપો થવાની શક્યતા થઇ શકે છે.

પીળા નખ

પીળા નખ

જો તમારા નખ પીળા પડી ગયા હોય અને દબાયા બાદ તે તરત સફેદ થઇ જતા હોય તો તેનો મતલબ છે કે તમે એનિમિક છો અને તમારા શરીરમાં બલ્ડ સેલની કમી છે.

નખ નીચે દાગ

નખ નીચે દાગ

શું તમારા નખ નીચે લાલ કે ભૂરા રંગના દાગ છે. જો તેવું હોય તો તમને સ્પિલિંટર હૈમરેજ છે. જે રક્ત સંક્રમણ અને હદયની બિમારીઓનો સંકેત આપે છે.

મોટી અને ગોળ આંગળીઓ

મોટી અને ગોળ આંગળીઓ

જો તમારી આંગળી મોટી અને ગોળાકાર હોય અને બહારની તરફથી વળેલી હોય તો તમને ફેંફસાની અને હદયની બિમારી ભવિષ્યમાં થઇ શકે છે.

બ્લુ આંગળી

બ્લુ આંગળી

જો તમારી આંગળી ગ્રે કે બ્લુ રંગની હોય કે પછી તે વારંવાર સુન્ન થઇ જતી હોય તો તે એ બતાવે છે તમારી આંગળીમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર નથી થઇ રહ્યું.

હાથ પર ભૂરા દાગ

હાથ પર ભૂરા દાગ

ડાયાબિટીઝના દર્દીઓની નસો નબળી પડતા તેમાં આંતરિક રક્તસ્ત્રાવ અને હૈમરૈજ થાય છે જેના કારણે તેમના હાથ પર લાલ કે ભૂરા રંગના ચક્તા જોવા મળે છે.

English summary
To Avoid Importance of hands are many, however a research shows that hands can predict the condition of your health. They can give you signal regarding any early signs of dangerous diseases. Your hands can tell you about your well-being.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X