For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટાપો ઓછો કરવા માટે બદલો આ પાંચ ગંદી આદતો

|
Google Oneindia Gujarati News

દરેક જાડી વ્યક્તિ એવુ જ વિચારે છેકે કંઇ પણ થઇ જાય આવતીકાલથી તે ડાયટીંગ અને એક્સરસાઇઝ કોઇ પણ હાલતમાં શરૂ કરશે. પરંતુ કેટલાક વ્યક્તિઓની કેટલીક ગંદી આદતો હોય છે, જેને લઇને તેઓ ક્યારેય પાતળા નથી થઇ શક્તા.

જો તમે તમારા ખાવા પીવાની આદતો પર કંટ્રોલ નહીં રાખી શકો તો તમે ક્યારેય પાતળા નહીં થઇ શકો. બજારમાં જઇને કંઇ પણ ખાવાપીવાની વસ્તુઓ ઉઠાવી લાવવી અને તેને દિવસભર ખાધા કરવી બહુ જ ગંદી આદત છે.

યાદ રાખો કે મોટાપો માત્ર બિમારી જ નથી, પણ અન્ય બિમારીઓનો સ્રોત્ર પણ છે. જો તમે મોટાપો ઘટાડવા માંગો છો, તો તમારી આ પાંચ ગંદી આદતોને બદલી નાખો નહીંતર તમે ક્યારેય પાતળા નહીં થઇ શકો અને તમારા જૂના જીન્સને જોઇને હંમેશા દુખી થશો.

ગળ્યુ ખાવાની આદત

ગળ્યુ ખાવાની આદત

વિવિધ પ્રકારે શરીરમાં ગળ્યુ હોમ્યા કરવુ મોટાપો ઘટાડવા માટે સૌથી મોટો દુશ્મન સાબિત થઇ શકે છે. ગળપણથી શરીરની ચરબીમાં વધારો થાય છે. બજારમાંથી કોઇ પણ વસ્તુ ખરીદતા પહેલા લેબલ પર શુગર કંન્ટેન્ટ જરૂરથી ચેક કરો.

ડેઝર્ટનો વધુ ઉપયોગ

ડેઝર્ટનો વધુ ઉપયોગ

આજકાલ લોકોને એટલી હદે ગળ્યુ ખાવાની આદત પડી ગઇ છે કે તેમને રોજેરોજ ખાવાનુ ખાધા બાદ ગળપણ જોઇએ છે. પરંતુ ડેઝર્ટમાં મોટાપ્રમાણમાં ગળપણ હોય છે. જેને રાત્રે ખાવાથી મોટાપો ખુબ જ ઝડપથી વધે છે.

કઇંકનું કઇંક ખાધા જ કરવુ

કઇંકનું કઇંક ખાધા જ કરવુ

જો તમે ઓફિસમાં બેસીને દિવસ દરમ્યાન કઇંકનું કઇંક ખાધા જ કરો છો, તો તમે ક્યારેય સ્લીમ નહીં થઇ શકો. આ ઉપરાંત ધ્યાન રાખો કે તમે ઘરનો બનાવેલો ખોરાક ખાવ.

આલ્કોહોલ

આલ્કોહોલ

રોજ ડીનરની સાથે કેટલાક લોકો આલ્કોહોલનું સેવન કરે છે, તેનાથી શરીરમાં ડાયરેક્ટ શુગર ઠલવાય છે. જો તમે તમારી આ આદતને કંટ્રોલ કરો તો, તે પણ મોટાપો ઘટાડવામાં મદદરૂપ થશે.

વ્યાયામ ના કરવો

વ્યાયામ ના કરવો

જો તમારૂ શરીર રેગ્યુલર કામ નથી કરતુ તો તમે ક્યારેય સ્લીમ નહીં થઇ શકો. શરીરની ચરબી ઘટાડવા માટે નિયમીત રીતે કસરત કરવી જોઇએ.

English summary
5 Habits That Lead To Belly Fat There’s nothing quite as frustrating as belly fat that sits around your waist, makes your pants tight and destroys your confidence. If you have belly fat to lose, chances are you’re harboring one or more of these 5 habits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X