For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાકાહારી છો તો આ 12 ખોરાક ખાઇ પ્રોટિન મેળવો

|
Google Oneindia Gujarati News

આપણા શરીર માટે પ્રોટિન ખૂબ જ મહત્વ છે. તે કોષિકાઓની જાળવણી કરે છે અને અમીનો એસિડ બનાવવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે.

વળી બાળકો માટે પ્રોટિશ મહત્વપૂર્ણ આહાર છે. જે તેને ગ્રોથ વધારે છે. એક અધ્યન મુજબ 1-3 વર્ષની ઉંમરના બાળકોએ રોજ 13 ગ્રામ પ્રોટિન ખાવું જોઇએ. જ્યારે 4-8 વર્ષના બાળકોએ 19 ગ્રામ અને 9-13 વર્ષના બાળકો 34 ગ્રામ તથા 14-18 વર્ષની છોકરીઓએ 46 ગ્રામ અને છોકરાઓએ 52 ગ્રામ પ્રોટિન રોજ ખાવું જોઇએ.

ત્યારે આપણે મોટાભાગે શાકાહારી ભોજન ખાઇ છીએ ત્યારે આ પ્રોટિનની માત્રા રોજ રોજ પૂર્ણ કરવી આપણા માટે મુશ્કેલ હોય છે. ત્યારે આજે અમે તમને તેવા 12 ખોરાક વિષે જણાવાના છીએ જે તમે રોજ ભોજનમાં ઉપયોગમાં લઇ શકો છો. અને આ દ્વારા તમારા બાળકોને યોગ્ય પ્રોટિનની પૂર્તિ કરાવી શકો છો. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

વટાણા

વટાણા

વટાણામાં ફાઇબર અને પ્રોટિન પુરતી માત્રામાં હોય છે. જે તમને પેટના કેન્સરથી બચાવે છે. વળી તેમાં પોટેશ્યમ, મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે. અને વિટામીન સી પણ સારી માત્રામાં હોય છે.

ઓટ્સ

ઓટ્સ

ઓટ્સમાં ફેટની માત્રા ઓછી હોય છે. અને પ્રોટિન ઉચ્ચ માત્રામાં હોય છે.

રાજમા

રાજમા

ભારતમાં રાજમાનો પ્રોટિનના સ્ત્રોત તરીકે મોટે પાયે ઉપયોગ થાય છે.

દાળ

દાળ

તુવેર, મગની દાળ વગેરે દાળો તમારા શરીરને પ્રચૂર માત્રામાં પ્રોટિન આપે છે.

નટ્સ

નટ્સ

કાજુ, બદામ, પિસ્તા જેવા નટ્સમાં પણ સારી માત્રામાં પ્રોટિન હોય છે. 10 બદામ ખાવાથી લગભગ 2.5 ગ્રામ પ્રોટિન મળે છે.

બીન્સ

બીન્સ

ચણા, લીલા વટાણા, સોયાબીન જેવા બીન્સ પણ પ્રોટિનની ઉત્તમ માત્રા ધરાવે છે.

બીજ

બીજ

કોળાના બીજ, તલ, સુરજમુખીના બીજમાં ભેગા કરીને રોજ ખાવ તેનાથી પણ પ્રોટિન મળશે.

રાગી

રાગી

રાગી કે નાચણીમાં પણ પ્રોટિન, કેલ્શિયમ, આયરન અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. વળી તમે તેને લોટમાં ભેગી કરીને પણ ખવડાવી શકો છો.

પનીર

પનીર

પનીર, તેને સલાડમાં નાખો કે પછી તેનું શાક બનાવો તમામ સ્વરૂપમાં પનીર છે તમારા શરીર માટે લાભકારી.

મગફળીનું માખણ કે પીનટ બટર

મગફળીનું માખણ કે પીનટ બટર

પીનટ બટર એક હેલ્થી બટર છે. ભારતીય ભોજન તરીકે તે નવું છે પણ જો તમને તેના સ્વાદ ભાવે તો તમે તેને સવારે બ્રેડ સાથે લઇ શકો છો.

ધઉંની રોટી

ધઉંની રોટી

રોટલીમાં પણ પ્રોટિન અને કોર્બોહાઇડ્રેડ સારી માત્રામાં હોય છે. બે રોટલી ખાવાથી તમે 5.2 ગ્રામ જેટલું પ્રોટિન મેળવી શકો છો.

પાલક

પાલક

પાલકમાં પ્રોટિન, કેલ્શિયમ, પોટેશિયમ, બીટા કેરોટીન જેવા અનેક સ્વાસ્થય વર્ધક ન્યૂટ્રિએન્ટ્રસ છે. તો આવા ખોરાકને તમારા રોજ બરોજના જીવનમાં ઉપયોગ કરી પ્રોટિન મેળવો.

English summary
If one follows a vegetarian diet, a more conscious consumption of protein-rich foods is required to ensure that these daily protein requirements are met.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X