For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીનારા સાવધાન

|
Google Oneindia Gujarati News

આજ કાલ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાનું ચલણ વધ્યું છે. કોઇ પણ લાંબી મુસાફરી હોય કે ક્યાંક જવું હોય તો લોકો પાણીની નાની મોટી બોટલ રાખતા હોય છે.

તેમને લાગે છે કે સાબુથી પ્લાસ્ટિકની બોટલ સાફ કરી દીધી એટલે બસ. તેમાં કંઇ ચિંતા કરવા જેવું કે અયોગ્ય નથી. પણ મિત્રો આ જ એક પાણીની બોટલ તમારા શરીર માટે કેટલીક ખતરનાક સાબિત થઇ શકે છે તેનો તમને જરા પણ અંદાજો નથી.

પ્લાસ્ટિકની બોટલથી પાણી પીવું એક ધીમા ઝહેર જેવું છે જેની અસર લાંબે ગાળે થાય છે અને માટે જ આપણે તેની ગંભીરતા નથી સમજી શકતા. પ્લાસ્ટિકની આ બોટલ તમારા શરીર માટે કેટલી ખતરનાક સાબિત થઇ શકે છે તે જાણો આ ફોટો સ્લાઇડરમાં...

કેન્સર

કેન્સર

હવાઇના કેન્સર હોસ્પિટલનું કહેવું છે કે પ્લાસ્ટિકની બોટલથી પાણી પીવાથી કેન્સર થઇ શકે છે. કારણ કે પ્લાસ્ટિકની બોટલ તડકામાં વધારે વખત રહેવાથી તેમાંથી ડાઇઓક્સિન નામના કેમિક્લનો રસાવ થાય છે જે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધારી શકે છે.

મગજનું વીક થવું

મગજનું વીક થવું

પ્લાસ્ટિકની બોટલમાં ઉપયોગમાં લેવાતો બાઇસફેનોલ ના કારણે મગજની કાર્યપ્રણાલી પર અસર પડે છે. જેનાથી તેની યાદ રાખવાની અને સમજવાની શક્તિ પર અસર પડે છે.

કબજિયાત અને પેટમાં ગેસ

કબજિયાત અને પેટમાં ગેસ

પ્લાસ્ટિકની બોટલ બનાવા માટે વપરાતા બાઇસફેનોલના કારણે બીપીઇ નામનું રસાયણ પેટમાં જાય છે જે પાચન ક્રિયાને પ્રભાવિત કરે છે. જેથી કબજિયાત અને ગૈસની બિમારી રહે છે.

બાળકોમાં થઇ શકે જન્મદોષ

બાળકોમાં થઇ શકે જન્મદોષ

બોટલ બનાવામાં વપરાતો કેમિકલ ભ્રૃણના ગુણસૂત્રમાં અસામાન્યતાઓ પેદા કરે છે જેથી થઇ શકે છે બાળકોમાં જન્મ દોષ. જો ગર્ભઅવસ્થા દરમિયાન પ્લાસ્ટિક બોટલનો દરરોજ ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેનાથી મોટો થઇને આ શિશુમાં પ્રોસ્ટ્રેટ કેન્સર કે બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે.

પેટની બિમારી

પેટની બિમારી

જો તમારી બોટલ લાંબા સમયથી ધોવાઇ નથી અને તમે તે જ બોટલમાં પાણી ભરીને પી રહ્યા છો તો તેનાથી તમને સરળતાથી પેટની બિમારી થઇ શકે છે. કારણ કે આવી બોટલમાં બેક્ટેરિયા પોતાનું ઘર બનાવે છે.

ગર્ભપાતનો ખતરો

ગર્ભપાતનો ખતરો

તેવી મહિલાઓ જેમને પ્રેગનેન્ટ થવામાં મુશ્કેલી પડી રહી હોય અને જેનો પહેલા પણ એક વાર મિસકેરેજ થઇ ચૂક્યો હોય તેવી મહિલાઓએ પ્લાસ્ટિકની બોટલથી વધુ વખત પાણી પીવું ટાળવું જોઇએ. આનાથી પુરુષોના સ્પર્મ કાઉન્ટને પણ અસર થાય છે.

સસ્તી ક્વોલિટીના પ્લાસ્ટિકને કહો ના

સસ્તી ક્વોલિટીના પ્લાસ્ટિકને કહો ના

કેટલાય લોકો પૈસા બચાવા માટે રસ્તા પર મળતી સસ્તી પ્લાસ્ટિકની બોટલ ખરીદતા હોય છે. જો તમે પણ આમ કરતા હોવ તો જણાવી દઇએ કે સસ્તી બોટલનો કેમિકલ તાપમાનમાં ગરમી વધતા પાણીમાં રસાયણ છોડે છે જે સ્વાસ્થ માટે ખતરનાક હોઇ શકે છે.

English summary
Drinking water from a plastic water bottle poses serious health risks to you and your family. Let's take a look at some of these dangers to give you a better idea of why bottled water is not the healthy choice you've been led to believe it is.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X