For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ Healthy Drinks તમારા દિલને રાખશે તંદુરસ્ત

|
Google Oneindia Gujarati News

હ્રદય આપણાં શરીરનું સૌથી મહત્વનું અંગ છે. અને એટલે જ હ્રદયને સ્વસ્થ્ય અને સાફ રાખવાથી નિરોગી અને લાંબુ જીવન માણી શકાય છે. વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલીના કારણે વિવિધ બિમારીઓ મોતનું સૌથી મોટું કારણ બની છે. તેવામાં નિયમીત વ્યાયામની સાથે સારા ખોરાકની પણ તેટલી જ જરૂરિયાત હોય છે.

જો તમે તમારા હ્રદયને હંમેશા સ્વસ્થ્ય રાખવા માંગો છો, તો કેટલાક જ્યુસ અને પીણા પીવાની શરૂઆત કરી દો. જેમકે રેડ વાઇન, ચા, કોફી, અને ફળોનો રસ તમને દિલની બિમારી થવાથી બચાવી શકે છે. જ્યારે પણ આ ડ્રીંક્સનું સેવન કરો, ત્યારે ધ્યાન રાખો કે આ ડ્રીંક્સમાં શુગર અને કેલરી બિલકુલ ન હોય.

હંમેશા ઘરમાં તૈયાર કરેલા ડ્રીંક્સ પીવાનો જ આગ્રહ રાખો. આવો હવે જાણીએ કે એવા કયા ડ્રીંક્સ છેકે જે તમારા હ્રદયને હંમેશા સ્વસ્થ્ય રાખી શકે છે.

એનર્જી ડ્રીંક

એનર્જી ડ્રીંક

ઘરમાં જાતે જ લો કેલરી ફુડ બનાવીને તેનું સેવન કરો. લીંબુનું પાણી અને તેમા એક ચમચી મધ, બેસ્ટ એનર્જી ડ્રીંક છે. જેનાથી તમને તરત જ એનર્જી મળે છે, સાથે જ હ્રદયની બિમારીઓ પણ દૂર રહે છે.

સોડા

સોડા

કોલ્ડ્રીકથી સારૂં ડ્રીંક સોડા છે. સોડામાં લો કેલરી હોય છે, અને તેમાં સાકરની માત્રા પણ ઓછી હોય છે.

વોડકા કે જીન

વોડકા કે જીન

બીઅર અને વિસ્કીની જગ્યાએ તમે લીંબુ કે સોડાની સાથે વોડકા અથવા તો જીનનો ઉપયોગ કરી શકો છો.

કોફી

કોફી

જો કોફીમાં સાકર અને ક્રીમ હોય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. પણ જો તમે ઘરે બનાવેલી ફિલ્ટર કોફી પીવો તો તે હ્રદય માટે સારી છે.

સ્પોર્ટ ડ્રીંક

સ્પોર્ટ ડ્રીંક

સ્પોર્ટ ડ્રીંક, હાર્ટ બીટ્સને તેજ કરતા હોવાથી સારા માનવામાં આવે છે. પરંતુ તેમા કોઇ પૌષ્ટીક તત્વો નથી હોતા, એટલે તેનુ સેવન ઓછું કરવુ હિતાવહ છે.

ચા

ચા

ચા માત્ર હ્રદય માટે જ નહીં પણ મગજ માટે પણ સારી માનવામાં આવે છે. દિવસમાં એક વખત ચા પીવી જોઇએ.

ફળોનો રસ

ફળોનો રસ

બજારમાં મળતા ફળના રસમાં ખુબ જ સાકર હોય છે, તેની જગ્યાએ ઘરે બનાવેલા ફળના રસ વધુ હેલ્થી છે.

દૂધ

દૂધ

ઓછી ફેટ વાળુ દુધ અને સોયા મિલ્ક બંને હ્રદય અને મગજ બંને માટે સારા માનવામાં આવે છે.

પાણી

પાણી

પાણીમાં બિલકુલ કેલરી નથી હોતી. કોશિષ કરો કે દિવસમાં 8 ગ્લાસ પાણી અવશ્ય પીવાય.

રેડ વાઇન

રેડ વાઇન

રેડ વાઇન હ્રદય માટે ઉત્તમ ડ્રીંક છે. કારણ કે તે દ્રાક્ષમાંથી બને છે. અને એમાં એક એવો તરલ પદાર્થ હોય છેકે જે નસોમાં લોહીને જમા થતા રોકે છે.

English summary
Healthy Drinks That Are Good For Your Heart There are certain healthy drinks which have proven to be the best for your heart. If you take a look at these heart-healthy drinks you will be amazed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X