4 દિવસમાં ચરબીના થર પીગાળો, ખાલી એક ડ્રિંક પીને! જાણો રેસિપી
શું તમે તમારા શરીરની આસપાસ લટકી રહેલા ચરબીના થરથી પરેશાન છો? અને કસરત, ચાલવા જવા અને ડાયટિંગથી પણ તમારા થરને પીગળાવવામાં મુશ્કેલી આવી રહી છે? વળી, તમે ઉપાયો કરી કરી થાકી અને કંટાળી ગયા છો? તો તમને એક મફત સલાહ આપું. તમારે સૌથી પહેલા તમારા શરીરના મેટાબોલિઝને સમજવાની જરૂર છે.
Read: હવે ડુંગળી ઉગાડશે તમારી ટાલ પર વાળ
જો તમે મેટાબોલિઝમને વધારી શક્યા તો વજન ઓછું કરવું તમારા માટે સરળ બની જશે. હવે તમે કહેશો કે મેટાબોલિઝમ કેવી રીતે વધારવું? તો તેનો પણ જવાબ છે, એક ડ્રિંક પીને. આ પીણું તમારા ચરબીના થર ઓછા કરવામાં કારગર સાબિત થઇ શકે છે. આ ડ્રિંકની ખાસિયત એ છે કે તે ચરબી એટલે કે ફેટને પીગાળે છે. તો તેની રેસિપી અને અન્ય ડિટેલ વાંચો અહીં. અને હા, આ આર્ટીકલ જરૂરથી શેયર કરજો જેથી અન્ય લોકો પણ તેનો ફાયદો ઉઠાવી શકે.
ડ્રિંક બનાવાની રેસિપી:
1. 8 1/2 કપ ફિલ્ટર પાણી
2. 1 ચમચી આદુની પેસ્ટ
3. એક મીડિયમ સાઇઝની કાકડીનું છીણ
4. એક લીબુંનો રસ
5. 12 ફુદીનાના પત્તા
વિધિ:
એક ઝારમાં ઉપરોક્ત તમામ સામગ્રી ભરીને તેને આખી રાત માટે રાખો. બીજા દિવસે આદુ અને ફુદીનાના પત્તા નીકાળીને આ પીણું એક ગ્લાસમાં નાખી રાખો. આ ડ્રિંક 2 દિવસ સુધી ફ્રિઝમાં પણ રાખવાથી તાજું રહી શકે છે. પણ બે દિવસમાં તેનો ઉપયોગ કરી લેજો. સવાર અને સાંજે તમારી અનુકૂળતા મુજબ આ ડ્રિંક પીતા રહો.
કેવી રીતે કામ કરશે?
આ ડ્રિંકમાં નાખેલી તમામ વસ્તુઓ હેલ્થી છે જે શરીરને અંદરથી શુદ્ધ કરવામાં ઉપયોગી સાબિત થાય છે. વધુ જાણો અહીં.
કાકડી- કાકડી વેટ લોસ એટલે કે વજન ઓછું કરવામાં સહાયક છે. અને તે લો કેલરી પણ ધરાવે છે.
આદુ- આદુ તમારી ભૂખ ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
લીબું- લીબુંમાં પેક્ટિન ફાઇબર હોય છે. જે ફ્રૂડ ક્રેવિંગને ઓછું કરે છે. અને લીબું ટોક્સિન તત્વોને પણ શરીરમાંથી દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ફુદીનો- આ પીણાને ટેસ્ટ આપે છે સાથે જ ફૂડ ક્રેવિંગ ઓછી કરી તમને તાજગી આપે છે.