• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ જડીબુટ્ટીઓનો લો સહારો અને ધુમ્રપાનને કહો અલવિદા

By Kumar Dushyant
|

સિગરેટ પીવાની લત છોડવી મુશ્કેલ કામ છે. કારણ કે તેમાં તમાકુની સાથે-સાથે નિકોટીન પણ હોય છે, એટલા માટે સિગરેટ પીવાવાળા લોકોએ આનાથી મુક્તિ મેળવવી આસાન હોતી નથી. બની શકે કે તમે કંઇક નવું કરવાના ચક્કરમાં બાળપણથી સિગરેટ પીવાનું શરૂ કરી દિધું હોય. બની શકે છે કે તમારા મિત્રોએ કહ્યું હોય કે આને પીવામાં અલગ જ આનંદ આવે છે અને તમે તેની વાત માની લીધી હોય. કે પછી એ એમપણ બની શકે છે કે તમે સ્ટાઇલ તરીકે અપનાવી લીધી હોય. સિગરેટ પીવાની આદત ગમે તે કારણસર લાગી હોય, પરંતુ એક સમય આવે છે જ્યારે તમે તેને છોડવાનું મન બનાવી લો છો.

જોકે સિગરેટને છોડવાનું મન બનાવવું એકદમ આસાન છે, પરંતુ આમ કરવું એકદમ મુશ્કેલ છે. એવા નશા મુક્તિ કેન્દ્ર છે જે નિકોટીન ટેબલેટ, ઇ-સિગરેટ, પેચ વગેરેની મદદથી સિગરેટ છોડાવે છે. કેટલાક કિસ્સાઓમાં તો આ અસરદાર પણ નિવડે છે. પરંતુ આ ઉપરાંત કેટલીક જડીબુટ્ટી અને હર્બલ સપ્લીમેન્ટ્સ પણ છે, જે સિગરેટ છોડાવવામાં મદદગાર સાબિત થાય છે.

ધુમ્રપાન છોડવા માટે પરિવારનો સપોર્ટ ખૂબ જરૂરી હોય છે. જો તમે આર્યુવેદિક ઉપચારના માધ્યમથી ધુમ્રપાન છોડવા માંગો છો તો આ દરમિયાન કેટલાક લક્ષણો જોવા મળશે. એમાં સામાન્ય ચક્કર, ઉબકાથી માંડીને ગંભીર બિમારીઓનો સમાવેશ થાય છે. આ તેના પર નિર્ભર છે કે તમારી લત કેટલી વધુ છે અને કેટલીવારમાં તમને ધુમ્રપાનની ઇચ્છા થાય છે. જ્યારે તમે ધુમ્રપાન છોડવા માટે હર્બલ ઉપચારનો રસ્તો અપનાવો છે, તો તમને ઘણા પ્રકારની જડીબુટ્ટીઓ આપવામાં આવે છે, જે અલગ-અલગ પ્રકારના નિકોટીનની ખોટ પૂરી પાડે છે. આવો અમે તમને જણાવીએ કે ધુમ્રપાન છોડવા માટે કેટલાક આર્યુવેદિક ઉપચાર વિશે.

સેંટ જોનનો છોડ

સેંટ જોનનો છોડ

એવું કહેવામાં આવે છે કે સ્મોકિંગ છોડવા માટે આ છોડ સૌથી કારગર સાબિત થાય છે. જ્યારે તમે નિકોટીન લેવાનું છોડી દો છો તમને તણાવ અને ગભરામણનો અનુભવ થાય છે. આ છોડ શરીરને શાંત અને રિલેક્સ કરવામાં મદદ કરે છે.

લોબેલિયા

લોબેલિયા

જે કામ નિકોટીન મગજ માટે કરે છે, તે જ કામ આ જડીબુટ્ટી પણ કરે છે, પરંતુ કોઇપણ જાતની લત વિના. એટલા માટે સ્મોકિંગ છોડવા માટે શક્તિશાળી જડીબુટ્ટી માનવામાં આવે છે. બજારમાં સ્મોકિંગ છોડાવવા માટે કેટલાય ઉત્પાદનોમાં આ જડીબુટ્ટીનું તત્વ રહે છે.

બ્લૂ વર્વેન

બ્લૂ વર્વેન

બ્લૂ વર્વેન નેચરલ ટ્રેંક્વલાઇઝર કામ કરે છે. આ દબાણ, ચિંતા, તણાવ તથા ગભરાહટનું પરિણામ છે. એટલે કે નિકોટીન છોડ્યા બાદ જે-જે લક્ષણો સામે આવે છે, તેનાથી તમને છુટકારો મળી જાય છે. આ સાથે જ સ્મોકિંગની ઇચ્છા પણ શાંત થઇ જાય છે.

પિંપરમેન્ટ

પિંપરમેન્ટ

નિકોટીન છોડ્યા બાદ તમને ચક્કર, ઉબકા આવે છે અને કેટલાક કિસ્સામાં ઉલટી પણ થાય છે. પિપરમિંટ તમને ચક્કર, ઉબકામાંથી મુક્તિ અપાવવાની સાથે-સાથે તણાવમાંથી પણ મુક્તિ અપાવે છે. આ સાથે તેમાં એનિસ્થિટિક અને દર્દમાંથી આરામ અપાવવાનો પણ ગુણ ધરાવે છે.

કોરિયન ગિનસેંગ

કોરિયન ગિનસેંગ

આ એક શક્તિશાળી જડીબુટ્ટી છે, જે શરીરમાં ઉર્જાનું સ્તર વધારે છે, જેનાથી તણાવ ઓછો થાય છે. જ્યારે તમે સ્મોકિંગ છોડી રહ્યાં હોવ છો, તો તમારું શરીર તણાવ અને આળસની ચપેટમાં આવી જાય છે. ગિનસેંન આ બધાનો સામનો કરવામાં મદદ કરે છે.

મધરવર્ટ

મધરવર્ટ

આ જડીબુટ્ટીમાં પણ દર્દ દૂર કરવાની અને તણાવ ઓછો કરવાનો ગુણ જોવા મળે છે. ચિંતાના સમયે આ તમને શાંત કરવામાં મદદ કરે છે. જ્યારે તમે સ્મોકિંગ છોડી રહ્યાં હોવ છો, તો વ્યાગ્રતા ઘણી વધી જાય છે. મધરવર્ડ વ્યાગ્રતા દરમિયાન સકારાત્મક અસર પાડે છે.

બ્લેક કોહોશ

બ્લેક કોહોશ

આ પણ એક જાણીતી જડીબુટ્ટી છે, જે ગભરાહટ અને ચિંતામાંથી મુક્તિ અપાવે છે. સ્મોકિંગ છોડતી વખતે આ સમસ્યા વધી જાય છે. બ્લેક કોહોશ નિકોટીન છોડ્યા બાદ થનાર લક્ષણો પર ખૂબ અસર કરે છે.

સ્લીપરી એલ્મ

સ્લીપરી એલ્મ

ઘણીવાર સ્મોકિંગ છોડ્યા બાદ પાચન શક્તિની સમસ્યા વધી જાય છે. આ જડીબુટ્ટી પોષક તત્વોથી ભરપૂર હોય છે અને પાચનમાં મદદ કરે છે. સ્મોકિંગ છોડતી વખતે સારું ભોજન ગણવામાં આવે છે.

English summary
These herbal remedies are gaining popularity for being purely natural as they have no side effects. They can be extracted from certain plants, flowers, leaves or sometimes fungal extracts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more