For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુદરતી રીતે દાંત સફેદ કરવાના ઘરેલુ ઉપાય

|
Google Oneindia Gujarati News

સફેદ ચમકતા દાંત કોને ગમતા નથી? એવું પણ કહેવામાં આવે છે કે કોઇનું વ્યક્તિત્વ જાણવું હોય તો તેના દાંતોની સ્વચ્છતા અને સફેદી દ્વારા જાણી શકાય છે. દાંત આપણા સૌના માટે અત્યંત ઉપયોગી છે કારણ કે તેની મદદથી આપણે ખાવાનું ખાઇએ છીએ. આ કારણે જ દાંત સ્વસ્થ રહે તે જરૂરી છે. દાંત પ્રત્યેની નાનકડી બેદરકારી ભવિષ્યમાં દાંતને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે તેનું ધ્યાન રાખવું આપણી જવાબદારી છે. આમ તો દાંત સંબંધિત અનેક બિમારીઓ હોય છે. જેમાંથી કેટલીક સામાન્ય બિમારીઓમાં દાંત પીળા પડવા, પેઢામાંથી લોહી નીકળવું અને દાંતમાં સડો થવો છે.

હવે આ બધાથી ડરવાની કોઇ જરૂર નથી. કારણ કે આ બધી જ બિમારીઓથી બચવા માટે કુદરતે આપણે ને એક બહુઉપયોગી ઔષધી આપી છે. આ ઔષધીનું નામ છે તુલસી. તુલસી પીળા પડતા દાતોથી બચાવે છે. આ સાથે દાંતમાંથી લોહી નીકળવું જેને આપણે પાઇરિયાના નામથી જાણીએ છીએ તેનાથી પણ આપણને બચાવે છે. આવી અનેક ઔષધીઓ છે જેના વિશે આવો જાણીએ...

તુલસી ટૂથ પાવડર

તુલસી ટૂથ પાવડર


પહેલા તુલસીના થોડા પાંદડા લો. તેને સુકવી નાખો. તેને વાટીને અથવા પાવડર કરીને એક શીશીમાં ભરી લો. હવે આ પાવડરથી રોજ પોતાના દાંત ઘસો. આપને લાભ અવશ્ય થશે.

બાવળનું દાંતણ કરો

બાવળનું દાંતણ કરો


વર્ષોથી બાવળની ડાળી દાંતની સફાઇ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આજે અનેક ટૂથ પેસ્ટમાં બાળવનો અર્ક ઉમેરવામાં આવે છે. બાવળની ડાળીઓમાં રેહલું ટેનિન નામનું તત્વ દાંતને સફેદ કરવામાં મદદ કરે છે.

વડવાઇઓનું દાંતણ

વડવાઇઓનું દાંતણ


વડની ડાળખીઓને દાંતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો તે દાંતના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

કડવા લીમડાનું દાંતણ

કડવા લીમડાનું દાંતણ


કડવા લીમડાંની ડાળીઓમાં એન્ટિસેપ્ટિક તત્વ હોય છે. તેનું દાંતણ કરવાથી આપના મોંઢાની દુર્ગંધ દૂર થવા સાથે કેવિટી સામે પણ રક્ષણ આપે છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા


બેકિંગ સોડામાં થોડું લીંબુ ઉમેરીને તે દાંતે ઘસવાથી આપના દાંત સફેદ થવાની સાથે દાંત પરના પ્લાક પણ સાફ થશે. જો કે એક સાવધાની રાખવાની જરૂર છે કે જરૂર કરતા વધારે બેકિંગ સોડાનો ઉપયોગ આપના દાંતને નુકસાન પણ પહોંચાડી શકે છે.

વિટામીન સી વાળા ફળો આરોગો

વિટામીન સી વાળા ફળો આરોગો


ખાટા ફળો આપના દાંતને પીળા પડતા રોકે છે. તે આપના દાંતને બ્લીચના ઉપયોગ જેવી સફેદી આપે છે. આ માટે સ્ટ્રોબેરી, ટામેટા, આમળા, સંતરા અને લીંબુનો ઉપયોગ કરો.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી


સ્ટ્રોબેરીને બે ભાગમાં કાપીને તેના પર બેકિંગ સોડા ભભરાવીને દાંત પર ઘસી શકાય છે. આનાથી આપના દાંત મોતી જેવા ચમકતા થશે. જેમને બેકિંગ સોડાનો ઉપયોગ પસંદ નથી તેઓ એકલી સ્ટ્રોબેરી ઘસી શકે છે. તેનો રસ પણ 2-3 મીનિટ દાંત પર લગાવી રાખીને ધોવાથી પણ ફાયદો થાય છે.

રાત્રે ઉંઘી જતા પહેલા

રાત્રે ઉંઘી જતા પહેલા


રાત્રે ઉંઘી જતા પહેલા નીચેનામાંથી કોઇ પણ એક પ્રયોગ કરવાથી ફાયદો થાય છે. જેમાં નારંગીની છાલને દાંત પર ઘસી શકાય છે. લીંબુના રસમાં એક ચમચી પાણી મેળવીને બ્રશ કરવું. એકલા લીંબુનો રસ દાંતને નુકસાન કરશે.

English summary
Home made remedies for natural teeth whitening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X