• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વધુ સમય સુધી બેસી રહેવાથી પણ થઈ જાય છે પાઈલ્સ, જાણો લક્ષણો, કારણો અને ઈલાજ

By Desk
|
Google Oneindia Gujarati News

બદલતી લાઈફ સ્ટાઈલ અને વર્કિંગ કંડીશન્સના કારણે ઘણા લોકોને પાઈલ્સ(હરસ મસા)નો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પેટની બધી બિમારીઓની સમસ્યા ખોટા ખાનપાનથી જ શરૂ થાય છે. પાઈલ્સ પેટની ખરાબી, કબજિયાત કે વધુ સમય સુધી બેસી રહેવાના કારણે થાય છે. પાઈલ્સમાં એનસની અંદરના ભાગમાં મસા બની જાય છે. આ મસામાં ઘણી વાર લોહી નીકળે છે અને પીડા પણ થાય છે. ક્યારેક-ક્યારેક જોર લગાવવા પર મસા બહારની તરફ આવી જાય છે. આવો, જાણીએ પાઈલ્સના કારણો, તેનુ નિદાન, ઉપચાર અને શરીર પર તેના પ્રભાવ વિશે.

પાઈલ્સ થવાનુ મુખ્ય કારણ

પાઈલ્સ થવાનુ મુખ્ય કારણ

 • સિટિંગ વર્ક - વધુ સમય સુધી બેસી રહેવાનુ કામ કરતા હોય તો પાઈલ્સ થઈ શકે છે.
 • કબજિયાત - પાઈલ્સ થવાનુ સૌથી મોટુ કારણ કબજિયાત છે. પેટ સરખુ સાફ ન થવાની સ્થિતિમાં એનસમાં મસા બની જાય છે.
 • લાઈફસ્ટાઈલ - સિગરેટ, દારુ, જંક ફૂડ વગેરે વધુ લેવાથી પણ ડાઈજેશન બગડે છે અને પાઈલ્સ થઈ શકે છે.
 • પ્રેગ્નેન્સી - પ્રેગ્નેન્સી દરમિયાન ડાઈજેશનનો પ્રોબ્લેમ થાય છે. આના કારણે ઘણી મહિલાઓને કબજિયાતની સમસ્યા થાય છે અને આના કારણે પાઈલ્સ થઈ જાય છે.
 • ફેમિલી હિસ્ટ્રી - ફેમિલીમાં જો કોઈને આ પ્રોબ્લેમ થઈ રહ્યો હોય તો આગલી પેઢીમાં પણ તે થવાની સંભાવના રહે છે.
આ છે પાઈલ્સ થવાના 4 સ્ટેજ

આ છે પાઈલ્સ થવાના 4 સ્ટેજ

પાઈલ્સના ચાર સ્ટેજ હોય છે. પહેલા કે બીજા સ્ટેજ પર જો ધ્યાન આપવામાં આવે તો આને સીરિયસ પ્રોબ્લેમ બનવાથી બચી શકાય છે.

 • સ્ટેજ 1: આ પ્રારંભિક સ્ટેજ હોય છે. ઘણી વાર દર્દીને ખબર પણ નથી હોતી કે તેને પાઈલ્સ છે. આ સ્ટેજમાં કોઈ ખાસ પીડા નથી અનુભવાતી. બસ હળવી ખંજવાળ અનુભવાય છે. વધુ જોર લગાવતા હળવુ લોહી આવી જાય છે. આમાં પાઈલ્સ એનસની અંદર હોય છે.
 • સ્ટેજ 2: બીજા સ્ટેજમાં ટૉયલેટ કરતી વખતે મસા બહાર તરફ આવવા લાગે છે. પહેલા સ્ટેજના મુકાબલે આમાં થોડી વધુ પીડા થાય છે અને જોર લગાવતા લોહી પણ આવવા લાગે છે.
 • સ્ટેજ 3: આ સ્ટેજ ગંભીર માનવામાં આવે છે કારણકે આમાં મસા એનસની બહારની તરફ નીકળી આવે છે. આ સ્ટેજમાં દર્દીને ખૂબ પીડા થાય છે. ઝાડા સાથે લોહી પણ ખૂબ આવે છે.
 • સ્ટેજ 4: આ સૌથી વધુ એડવાંસ અને સીરિયસ સ્થિતિ હોય છે. આમાં મસા એનસની બહારની તરફ લટકવા લાગે છે. ખૂબ પીડા સાથે લોહી પણ નીકળવા લાગે છે. આ સીરિયસ સ્થિતિમાં ઈન્ફેક્શન ફેલાવાના ચાન્સ પણ વધી જાય છે.
ઘરેલુ ઉપાય

ઘરેલુ ઉપાય

વિદેશોમાં પાઈલ્સના વધુ કેસ જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે દવાઓથી લઈને ઑપરેશન સુધીની સુવિધાઓ હાજર છે પરંતુ ઘણા ઓછા લોકો આનાથી વાકેફ હશે કે ઘરેલુ નુસખાને અપનાવીને પણ આનાથી છૂટકારો મેળવી શકાય છે.

 • નાળિયેરનુ તેલ - નાળિયેરનુ તેલ પાઈલ્સના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. પ્રભાવિત ક્ષેત્રમાં નાળિયેરનુ તેલ લગાવવાથી સોજો, બળતરા અને ખંજવાળમાં ઘટાડો થાય છે.
 • કેરોસીન - પાઈલ્સની સમસ્યા થવા પર કેરોસીનનો ઉપયોગ કરો. ફ્રેશ થયા બાદ અડધા મગ પાણીમાં લગભગ 1 ચમચી કેરોસીન મિલાવીને તેનાથી પાઈલ્સવાળી જગ્યાને ધુઓ.
 • બરફના પેક - એનસથી પ્રભાવિત ક્ષેત્ર પર આઈસ પેક લગાવવાથી સોજો અને પીડા ઘટી જાય છે. આ ઉપચાર કરવા માટે ચામડીને નુકશાનથી બચાવવા માટે બરફને એક રૂમાલની અંદર લપેટવો જોઈએ. આમ કર્યા બાદ રુમાલને ગુદાના પ્રભાવિત હિસ્સા પર 15 મિનિટ માટે છોડી દો અને આ પ્રક્રિયાને દર કલાકે ફરીથી કરો.
 • ચાની પત્તી - ચાની પત્તીઓને મિક્ચરમાં સારી રીતે પીસી લો. આ પાવડરને તવી પર હળવુ ગરમ કરી લો અને એક ટીપુ પાણી નાખીને પાઈલ્સ પર લગાવો. મસા ધીમે-ધીમે સૂકાવા લાગે છે.
 • દૂધીની છાલ - દૂધીની છાલ બનાવતી વખતે આ છાલને ફેંકો નહિ પરંતુ તેને સૂકવીને સારી રીતે પીસી લો. પાઈલ્સમાં લોહીની સમસ્યા થવા પર રોજ દિવસમાં બે વાર તેના પાવડરનો ઉપયોગ કરો. જમ્યા પછી ઠંડી પાણી પીવો.
English summary
Home remedies for piles: Causes, symptoms and Stage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X