તમારા શરીરને અંદરથી સાફ કરવા અપનાવો આ કુદરતી નુસખા

Posted By:
Subscribe to Oneindia News

આપણે આપણા ઘરની ઓફિસની સફાઇ જ્યારેને ત્યારે કરતા રહીએ છીએ. વળી આપણા હાથને પણ દિવસમાં 5 વાર સાફ કરીએ છીએ. ખાવા પીવાનું જગ્યાએ પણ તેની સફાઇને બરીકાઇથી નીહાળીએ છીએ. આમ આ બધું કરીને બાહ્ય રીતે આપણે આપણા શરીર અને સ્વાસ્થયનો બનતો ખ્યાલ રાખીએ છીએ.

જાણો: શરીરમાંથી વધારે મીઠાને ઓછું કરતા આહાર અંગે

પણ શું તમે કદી વિચાર્યું કે આપણા શરીરની અંદરની સફાઇ કોણ કરશે? કેવી રીતે આપણે અંદરથી સ્વસ્થ થઇશું? કારણ કે આપણે જો અંદરથી સ્વસ્થ હોઇશું તો જ આપણે બહારથી પણ મજબૂત બની શકશું અને આપણું શરીર પણ બિમારીઓથી દૂર રહેશે.

 

35 વર્ષની ઉંમર બાદ ભૂલથી પણ ના ખાતાં આ ખોરાક

ત્યારે આજે અમે તમારા શરીરની અંદરથી સફાઇ કરવા માટે કેટલાક પ્રાકૃતિક નુસખા લાવ્યા છીએ. જેનો ઉપયોગ કરીને તમે તમારા શરીરને ખાલી અંદરથી જ નહીં પણ બહારથી પણ સ્વસ્થ કરી શકશો. તો જાણો આ કુદરતી નસુખા નીચેના આ રસપ્રદ અને રોચક ફોટોસ્લાઇડરમાં...

લસણ
  

લસણ

લસણની અંદર એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો હોય છે. સવારે નયણાકોઠે તેને લેવું ખૂબ જ લાભકારી છે. તે સિવાય પણ દિવસમાં એક વાર લસણની તાજી ચટણી ખાવી પણ લાભકારી છે.

એલોવેરા જ્યૂસ
  

એલોવેરા જ્યૂસ

તમારે એક વાર તો એલોવેરા જ્યૂસ ટ્રાય કરવું જ જોઇએ. તેમાં ડિટોક્સીફાયિંગ ગુણો હોય છે. તે તમારા પેટને અંદરથી સાફ કરે છે. અને તમારી પાચનક્રિયા વધારે છે. વળી જેના કબજીયાતનો પ્રશ્ન હોય તેના માટે પણ આ લાભકારક હોય છે.

ફાઇબરથી ભરપૂર ખોરાક
  
 

ફાઇબરથી ભરપૂર ખોરાક

દિવસમાં એક વાર તો ફાઇબરથી ભરપૂર ખોરાક ખાવા જ તેવો નિયમ બનાવી લો. તેનાથી કબજિયાતનું મુશ્કેલી પણ ઓછી થશે. તો પછી દલિયા, ફળો, શાકભાજી જેવી વસ્તુઓને રોજ ખાવ.

નાળિયરનું તેલ
  

નાળિયરનું તેલ

ખાવામાં અને રાંધવામાં નાળિયરના તેલનો ઉપયોગ કરો. તે પાચન માર્ગના ખરાબ માઇક્રો સજીવોને મારે છે. અને તેમાં પણ એન્ટી ફંગલ જેવા ગુણો હોય છે જે તમારા શરીર માટે ખૂબ જ સ્વાસ્થયવર્ધક છે.

બ્રેકફાસ્ટમાં આ લો
  

બ્રેકફાસ્ટમાં આ લો

બ્રેરફાસ્ટમાં ગ્રીન સ્મુધી લેવાનું શરૂ કરો. કોઇ ફળો કે શાકભાજીનો જ્યૂસ. તેનાથી શરીરના ઝેરી તત્વો દૂર થશએ. તમે પાલક અને કેળાની સ્મુધી બનાવી પી શકો છો.

રિલેક્સ
  

રિલેક્સ

દિવસમાં એક વાર તો મેડિટેશન કરજો જ. યોગ અને ધ્યાન કરવાથી ઊંધ પણ સારી આવે છે, શરીરને આરામ પણ મળે છે અને શરીર સારી રીતે કામ પણ કરી શકે છે.

પ્રોબાયોટિક
  

પ્રોબાયોટિક

કેટલાક સ્વાસ્થય જાણકારો દિવસમાં એક વાર પ્રોબાયોટિક લેવાનું પણ જણાવે છે. દહીં જેવા પ્રોબાયોટિક લેવાથી આંતરડાં સારા રહે છે.

સિસ્ટમને ડિહાઇડ્રેડ કરો
  

સિસ્ટમને ડિહાઇડ્રેડ કરો

થોડા થોડા સમયે ચોક્કસથી પાણી પીવાનું રાખો. વળી તડબૂચ, શક્કર ટેટી જેવા મળો ખાવ. જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે.
ત્યારે આવા જ કેટલાક નસુખા અપનાવી સ્વસ્થ રહો.

English summary
The human body needs a harmonious balance of good bacteria in the intestines for healthy digestion and a robust immune system. But when you ignore healthy eating habits, or when you undergo tremendous amounts of stress or if you over use antibiotics or when you consume too much of alcohol, the balance of healthy bacteria goes for a toss.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.