For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લસણથી ઉગાડો તમારા માથમાં વાળ, અને ટાલથી મેળવો મુક્તિ

|
Google Oneindia Gujarati News

આજ કાલ જે જુઓ તે એક જ ફરિયાદ કરે છે કે યાર પોલ્યુશનના કારણે વાળ બહુ ખરે છે. કાં તો સ્ટ્રેસના લીધે વાળ બહુ ખરે છે. અનેક યુવાનો તો નાની ઉંમરે જ વાળ ખરવાના લીધે કાકા જેવા લાગવા લાગે છે અને તેના લીધે તેમના લગ્નમાં પણ બાધા આવે છે. ત્યારે વાળ ખરવા તે હવે પુરુષ હોય કે મહિલા બન્ને માટે એક વિકટ પ્રશ્ન બની ગયો છે.

જાણો કેમ અઠવાડિયામાં બે વાર કેમ ખાવું જોઇએ કાચું લસણ

વળી બજારમાં પણ એટલા જાત જાતના પ્રોડક્ટ મળે છે કે કયું ખરીદવું કયું નહીં સમજાતું નથી અને તે મોંધાદાટ પ્રોડક્ટ ખરીદ્યા પછી પણ યોગ્ય પરિણામ ના મળતા તમે બીજા પ્રોડક્ટ ખરીદવા મંડી પડો છો. પણ આજે અમે તમારા માટે એક રામબાણ ઇલાજ લાવ્યા છે. જે માટે તમારે કંઇ ખર્ચો પણ નહીં કરવો પડે. તે તમારા વાળોની તમામ સમસ્યા ખોડાથી લઇને વાળ ખરવા સુધીની તમામ સમસ્યાનો ઉકેલ છે. અને તેનું નામ છે લસણ. લસણમાં મોટા પ્રમાણમાં સ્લફર હોય છે વળી તે એન્ટી ફંગલ એન્ટી બેકટેરિયલ પણ હોય છે. ત્યારે કેવી રીતે લસણનો ઉપયોગ કરીને વાળને ખરતા રોકવા અને તેને ચમકદાર બનાવવા તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...જેમાં આયુર્વેદ અને મોર્ડન સ્યાન્સનો છે સંગમ...

ન્યૂટ્રીશન

ન્યૂટ્રીશન

DHT કે પછી ખરાબ ડાયટના કારણે જો તમારા વાળ કૂપોષિત થઇ ગયા હોય તો લસણ તમારા વાળને પુરું પોષણ આપશે. અને તે તમારી માથાની ચામડી અને બન્નેને પોષણ આપી ચમકદાર બનાવશે.

ચેપ, ફંગસ

ચેપ, ફંગસ

તમારા માથામાં જૂ, લીખ કે પછી ફંગસ કે ખોડો હશે તો લસણ તેને દૂર કરશે કારણ કે લસણમાં પ્રાકૃતિક રીતે તેવા ગુણો રહેલા છે.

વાળને કરશે અંદરથી મજબૂત

વાળને કરશે અંદરથી મજબૂત

મોટા ભાગના લોકોના વાળ ખરતા હોય અને નવા વાળ પણ નથી ઉગતા જેથી તે ટાલિયા થાય છે. જો કે લસણમાં મોટા પ્રમાણમાં સ્લફર હોય છે જે તમારા વાળને તૂટતા, ખરતા રોકશે અને તમારા વાળને ઉગાડવામાં મદદ કરશે કારણ કે તેમાં પ્રાકૃતિક રીતે કેરેટિન હોય છે.

માથું ચોખ્ખુ રાખશે

માથું ચોખ્ખુ રાખશે

માથું ધોતી વખતે લસણના રસથી મસાજ કરો અને થોડી વાર રાખી પછી માથુ ધોવા આમ કરવાથી માથુ ચોખ્ખુ રહેશે. લસણમાં એન્ટી ફગંલ એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે જે તમારા માથાને સ્વસ્થ રાખશે.

શેમ્પુ સાથે લસણ

શેમ્પુ સાથે લસણ

તમે લસણનો હેર સિરમ પણ બનાવી શકો. લસણના જ્યૂસ અને મધ તથા લસણની દુર્ગંધ દૂર કરવા માટે થોડુંક આદુ નાખી આ હેર સિરમનો ઉપયોગ કરો. અને પછી શેમ્પુ કરો.

લસણનું તેલ

લસણનું તેલ

બજારમાં લસણનું તેલ મળે છે. તેને નારિયળના તેલ સાથે મિક્સ કરીને તેને નવસેકું ગરમ કરી માથામાં લગાવો. બીજા દિવસે માથુ ધોઇ દો. વાળ ખરતા બંધ થશે અને ફરક પણ દેખાશે.

સમય નથી તો આટલું કરો

સમય નથી તો આટલું કરો

જો તમારું જોડે આ બધુ કરવાનો સમય નથી તો લસણને વાટી તેને જ્યાં ટાલ હોય તે વિસ્તારમાં ધસો. અને પછી ઓલિવ ઓઇલ લગાવી સાવર કેપ પહેરી સુઇ જાવ. અને સવારે માથું ધોઇ લો.

English summary
Hair fall is one of the most vital problems that is faced by many today. Hair specialists say that loss of about 100 hairs per day is normal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X