• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એનર્જી ડ્રિંકની લત છોડો, આ રીતે વધારો આપની શક્તિ

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] આળસ અને થાક લાગવો આજની લાઇફસ્ટાઇલમાં સામાન્ય બાબત બની ગયું છે, અને તેનાથી બચવા માટે આપણે હંમેશા કોફી, સોફ્ટ ડ્રિંક્સ અને અન્ય એનર્જી ડ્રિંક્સનો સહારો લઇએ છીએ. પરંતુ તેને લાંબા સમય સુધી પીવાથી ઘણા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કારણ કે તેમાં મળી આવતા કૈફીન પદાર્થ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. કૈફીન થોડા સમય માટે આપના દિમાગને સચેત કરી દે છે, પરંતુ જ્યારે કૈફીનની અસર ઓછી થવા લાગે છે ત્યારે આપ ફરીથી થાકનો અનુભવ કરવા લાગો છો.

કૈફીનને જેટલું જલદી થઇ શકે આપ આપના ખાવા-પીવાની વસ્તુઓમાંથી તેની બાદબાકી કરી નાખો. આપે એવો પ્રાકૃતિક આહાર ખાવો જોઇએ જેમાં કૈફીનની માત્રા નહીં બરાબર હોય અને જે આપને આખો દિવસ ઊર્જાવાન પણ રાખે. આજે અમે અમારા આ લેખમાં કેટલાંક એવા જ ખાદ્ય પદાર્થ વિશે જણાવીશું જે આપને આપશે ફુલ એનર્જી.

જો આ ખાતા થઇ જશો તો નહીં રહે એનર્જી ડ્રિંગની જરૂર...

બદામ

બદામ

બદામમાં કેલ્શિયમ, મેગનેશિયમ, પોટેશિયમ અને પ્રોટિન મળી આવે છે જે આપના શરીરને આખો દિવસ ઊર્જાવાન રાખે છે. એક મુઠ્ઠી બદામ રોજ ખાવાથી આપનું દિમાગ તેજ બને છે અને એકાગ્રતામાં વધારો થાય છે.

હુમસ

હુમસ

હુમસ કાબુલી ચણાની ચટનીને કહેવામાં આવે છે, જેમાં આપ કાચી શાકભાજી ભેળવીને ખાઇ શકો છો. તેમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે, આપના દિમાગને ઊર્જા આપે છે.

પાલક

પાલક

પાલકમાં આયર્ન ઉપરાંત બીજા અન્ય પોષક તત્વો હોય છે જે આપણને આખો દિવસ ઊર્જાવાન રાખવા માટે પુરતું છે. આપ પાલકનો સલાદ અથવા સૂપ બનાવી શકો છો.

કેળા

કેળા

કેળામાં પોટેશિયમની માત્રા ઘણી વધારે હોય છે, જે સુસ્તી અને થાકને દૂર કરે છે. કેળામાં વિટામિન બી-6 પણ હોય છે જે આપના ઊર્જાના સ્તરને બનાવી રાખે છે અને એકાગ્રતામાં વધારો કરે છે.

પાણીની ઊણપ ના થવા દે

પાણીની ઊણપ ના થવા દે

પાણીની ઊણપથી ઊંઘ આવવી, થાક લાગવો અને નબળાઇ અનુભવાય છે. આપના કામની વચ્ચે આપ પાણી પીવાનું ભૂલી જાવ છો. જેના કારણે આપના માથામાં દુ:ખાવ અને થાક લાગવા લાગે છે, એટલા માટે ખૂબ જ પાણી પીવો.

સફળજન

સફળજન

સફળજનમાં એંટીઓક્સિડેંટ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. તેમાં વિટામિન, મિનરલ્સ અને ફાઇબરની માત્રા વધારે હોય છે, જે આપણા શરીરને ઊર્જાવાન રાખે છે.

વચ્ચે ઊભા થવું જોઇએ

વચ્ચે ઊભા થવું જોઇએ

જો આપ આખો દિવસ કમ્પ્યુટર પર બેસતા હોવ તો થોડી થોડી વાર ઊભા થતું રહેવું જોઇએ. જેથી આપને ઊંઘ નહીં આવે અને આપનું મન કામમાં પણ લાગશે. લાંબા સમય સુધી એક જ સ્થાન પર બેસી રહેવાથી આપનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઇ શકે છે.

ગીતો સાંભળો

ગીતો સાંભળો

કામમાંથી બ્રેક લેવો જોઇએ અને સારા ગીતો પણ સાંભળવા જોઇએ. જેનાથી આપનું મૂડ સારુ થઇ જશે અને આપની અંદર ઊર્જા આવશે. ગીત સાંભળવાથી દિમાગમાં ડોપામાઇન નામનું રસાયણ બને છે જે આપને ખુશ રાખે છે, સાથે જ થાકને પણ દૂર રાખે છે.

તડકામાં જવું જોઇએ

તડકામાં જવું જોઇએ

સૂર્યના પ્રકાશમાં જવાથી સેરોટોનિન નામનું રસાયણ આપના દિમાગમાં બને છે. જે થાક અને આળસને પણ દૂર કરે છે.

English summary
There are some best natural foods to boost energy. These tips work best for increasing your energy levels and focus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X