
ઊંચાઇ વધારવા ઇચ્છો છો તો આ અજમાવી જુઓ
ધણીવાર લાંબા વ્યક્તિઓને પણ થતું હોય છે કે મારી ઊંચાઇ હજી થોડી વધારે હોત તો સારું હોત. તો વળી જેની હાઇટ ઓછી હોય છે તે તો ઊંચાઇ વધારવા માટે ધરખમ પ્રયાસો કરતા જ રહેતા હોય છે.
તો બીજી બાજુ કેટલાક માતા-પિતા પણ તેવા હોય છે જે તેમના બાળકોની ઊંચાઇ વધારવા માટે પ્રયત્નો કરતા હોય છે. વળી મોટાભાગના મા-બાપ બાળકોને દૂધ ઊંચાઇ વધશે તેવી ટ્રિક વાપરીને જ પીવડાવતા હોય છે.
તો જો તમે પણ તમારી ઊંચાઇને વધારવા માંગો છો તો આ આર્ટીકલ તમારા માટે છે. કારણ કે આજે અમે તમને કેટલીક ટિપ્સ આપશું જે તમારી ઊંચાઇ વધારવામાં મદદરૂપ થઇ શકે છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કેવી કેવી રીતે તમે તમારી ઊંચાઇ વધારી શકો છો...

અશ્વગંધા
અશ્વગંધાનો પાવડર તેટલી જ માત્રામાં ખાડ સાથે મેળવીને રોજ રાત્રે સૂતા પહેલા એક ગરમ દૂધમાં નાખીને પીવો. લગભગ 45 દિવસ સુધી નિયમિત આનો ઉપયોગ કરો ફાયદો જરૂરથી થશે.

દોરડા કૂદો
હાઇટ વધારવા માટે દોરડા કૂદવા એક સારી કસરત છે. તેનાથી બોડીની માંસપેશી પણ સારી થશે અને તમે ચુસ્ત અને તંદુરસ્ત પણ બનશો.

દૂધ
ખરેખરમાં દૂધ પીવાથી હાઇટ વધશે. બાળકોએ દિવસમાં બે વાર દૂધ પીવું જોઇએ. સાથે જ દહીં, પનીર, ચીઝ જેવા પદાર્થો પણ સારી માત્રામાં લઇ શકાય છે.

યોગ
સૂર્ય નમસ્કાર અને તાડાસનથી તમે તમારી ઊંચાઇ વધારી શકો છો. આમ કરવાથી કમરના હાડકાં ખેંચાય છે અને લંબાઇ વધે છે.

બોડી સ્ટ્રેચિંગ
રોજ નિયમિત પણે પોતાની બોડીના વિવિધ અવયવોને સ્ટ્રેચ કરો. તમે ફોટોમાં બતાવ્યા પ્રમાણે પણ કોબરા પોઝ કરી શકો છો. નાની ઉંમરેથી આમ કરવાથી ફાયદો થાય છે.

બેસવાનું
હાઇટ વધારવા માટે યોગ્ય પોસ્ચરમાં બેસવું પણ જરૂરી છે. તમારું સ્પાઇન અને ગળું ટટ્ટાર રાખવાનો પ્રયાસ કરો.

ઇંડા
ઇંડામાં કેલશ્યિમ, પ્રોટિન અને વિટામિન ડી હોય છે. વધુમાં બાફેલા ઇંડાને દૂધ સાથે ખાવાથી પણ ફાયદો રહે છે.

સોયાબીન
વેજીટેરિયન માટે સોયાબીન ખૂબ જ ઉપયોગી છે. તો ખોરાકમાં સોયા ચંક કે સોયા ટોફૂનો નિયમિત ઉપયોગ કરો.

માર્શલ આર્ટ
માર્શલ આર્ટ પણ ઊંચાઇ વધારવા માટે મદદરૂપ થઇ શકે છે. એક જગ્યાએ ઊભા રહીને એક પગ ઊંચકીને વારંવાર કિક કરો. પછી બીજા પગે આ મુજબ કરો. તેનાથી તમારા પગ મજબૂત થશે.

સીધા લટકો
જમીનથી ફોટામાં બતાવ્યું તે મુજબ લટકીને લાંબો સમય રહેવાનો પ્રયાસ કરો તે પણ ફાયદાકારક છે.