For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઇપોથાઇરોઇડિઝમ સાથે વજન ધટાડવું હોય તો અપનાવો આ ટિપ્સ

By Desk
|
Google Oneindia Gujarati News

ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિમાં થાયરાક્સિન હાર્મોન ઓછું થવાને મેડિકલ ભાષામાં હાઇપોથાઇરોઇડિઝમ કહે છે. આ બિમારીના કારણે શરીરનું મેટાબોલિઝમ ધીમું થવા લાગે છે. અને તમારું વજન અનિયંત્રત રહેવા લાગે છે. તમે પ્રયાસ કરો, કસરત કરો તેમ છતાં તમારું શરીર ફુલતું જાય છે.

વળી મોટા ભાગે આ બિમારીથી મહિલાઓ સૌથી વધુ પીડિત હોય છે. અને આ જ કારણે તેમને તેમનું વજન કંટ્રોલ કરવામાં ભારે મુશ્કેલી આવતી હોય છે. અને વજન વધવાના કારણે તે લધુતાગ્રંથિ પણ અનુભવતી હોય છે કારણ કે તે અન્ય મહિલાઓની જેમ ડાયેટ અને જીમ જઇને વજન ઓછું નથી કરી શકતી.

1 પીણું + 1 અઠવાડિયું= 5 કિલો વજન ઓછું!

પણ ડોક્ટરોનું માનીએ તો જો આ મહિલાઓ તેમના સ્વાસ્થય અને દિનચર્યાનું યોગ્ય પ્લાનિંગ કરે અને ધ્યાન આપે તો આ વાત તેટલી અશક્ય પણ નથી. તો આ બિમારી સાથે વજન ઓછું કરવું હોય તો નીચેની કેટલીક હેલ્થ ટીપ્સ તમને જરૂરથી મદદ કરી શકે છે. તો વાંચો આ આર્ટીકલ અને તેને શેયર કરવાનું ના ભૂલતા જેથી કરીને જરૂરિયાતમંદ મહિલાઓ તેનો યોગ્ય ફાયદો લઇ શકે...

પોષણ વધારો

પોષણ વધારો

તમે દિવસભરમાં જે ખાવ છો તેમાં પોષણયુક્ત આહાર કેટલો છે તેની પર ધ્યાન આપો. તમારી ડાયેટ લો ફેટ વાળી હોવી જોઇએ. અને તેમાં આયોડિન પણ હોવું જોઇએ. તમે ફેટ વિનાનું, મીટ, ઓલિવ ઓઇલ કે નારીયળના તેલથી બનેલું ભોજન લઇ શકો છો. સાથે જ દલિયા અને બીજોનું સેવન કરી શકો છો.

મેદો નહીં ધઉં

મેદો નહીં ધઉં

મેદાથી બનતી વસ્તુઓને છોડીને તમે ધઉંથી બનતી વસ્તુઓનો ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરો. તેનાથી તમારી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહેશે.

પાણી

પાણી

પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ છોડી વધુને વધુ માત્રામાં પાણી પીવો. ફ્રૂટ જ્યૂસ, વેજીટબલ સુપ પીને પોતાના શરીરને હેલ્થી બનાવો.

ગ્રીન ટ્રી

ગ્રીન ટ્રી

સાથે જ ગ્રીન ટીનું પણ સેવન કરો. તે તમારા મૂડ સ્વિંગમાં પણ મદદ કરશે. અને ફેટ પણ બર્ન કરશે. સાથે જ પાચનક્રિયા સારી બનાવશે. અને થાકને દૂર રાખશે.

ફાઇબર લો

ફાઇબર લો

તમારા ખાવામાં બની શકે તેટલી ફાઇબર વાળી વસ્તુઓ ખાવ. જેનાથી તમારી કબજિયાતની મુશ્કેલી દૂર થઇ શકે. આ કબજિયાતથી જ તમારું શરીર ફૂલે છે.

ભૂખ્યા ના રહો

ભૂખ્યા ના રહો

આ બિમારીના દર્દીઓ બ્રેકફાસ્ટ જરૂરથી ખાવો જોઇએ. થોડા થોડા અંતરે ખાવ પણ એક સાથે બહુ ખાવ નહીં. અને પોતાનો ખાવોનો એક રૂટિન બનાવો. સાથે જ 30 મિનિટ દરરોજ ચાલવાનો નિયમ બનાવો.

English summary
How to Lose Weight when You Suffer from Hypothyroidism In today’s article we want to share some important tips for losing weight if you’ve been diagnosed with hypothyroidism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X