For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઇએ? જાણો નવી રીત

સામાન્ય રીતે દરેક પુખ્ત વ્યક્તિએ ઓછામાં ઓછા રોજ 2 લીટર પાણી પીવું જોઇએ. પ્રમાણમાં પાણી પીવાથી તમે ઘણી બિમારીઓથી બચી શકો છો. શરીરમાં મેટાબોલિઝમ જળવાઇ રહે છે. આ સાથે ભૂખ પણ કંટ્રોલમાં રહે છે.

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે દરેક પુખ્ત વ્યક્તિએ ઓછામાં ઓછા રોજ 2 લીટર પાણી પીવું જોઇએ. પ્રમાણમાં પાણી પીવાથી તમે ઘણી બિમારીઓથી બચી શકો છો. શરીરમાં મેટાબોલિઝમ જળવાઇ રહે છે. આ સાથે ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. જો તમે વધારે પાણી પીવો છો તો તમારી સ્કીન ગ્લો કરવા લાગે છે. જોકે ઘણા ડૉક્ટર્સનું માનવું છે કે, પોતાના વજન પ્રમાણે પાણી પીવું જોઇએ. તો આજે આપણે આ પાણી પીવાના સરળ ફોર્મ્યુલા વિશે જાણીશું.

પાણી પીવાનો નવો ફોર્મ્યુલા

પાણી પીવાનો નવો ફોર્મ્યુલા

સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટે તમારે પાણી પીવાની ફોર્મ્યુલા જાણી લેવી પડશે. આ માટે પહેલા તમારું વજન કરવું પડશે. વજન કર્યા પછી જે સંખ્યા આવે છે, તેને 30 વડે ભાગો. જે નંબર આવશે, તે તમારા પીવાના પાણીની ગણતરી છે.

ઉદાહરણ તરીકે, તમારું વજન 60 કિલો છે, અને 60 ને 30 વડે ભાગ્યા પછી 2 આવે છે. એટલે કે તમારે સ્વસ્થ રહેવા માટે દરરોજ 2 લીટર પાણી પીવું જોઈએ.

વધું પાણી પીવાના ફાયદા

વધું પાણી પીવાના ફાયદા

વજન ઘટાડવા માટે પૂરતું પાણી પીવું ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું જણાવવું છે કે, જો તમે યોગ્ય માત્રામાં પાણી પીઓ છો, તો તે તમને વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે.

વાસ્તવમાં પાણીમાં કેલરી હોતી નથી, જેના કારણે તમે જેટલું વધુ પાણી પીશો તેટલું વજન ઓછું થશે અને શરીર પણ હાઇડ્રેટેડ રહેશે.

કામ પ્રમાણે પીવો પાણી

કામ પ્રમાણે પીવો પાણી

કહેવાય છે કે, ખોરાક અને પાણી વ્યક્તિના કામ પર આધાર રાખે છે. તમારા કામ પ્રમાણે શરીરમાંથી ઉર્જાનો વ્યય થાય છે. ઊર્જાના વપરાશને કારણે આપણા શરીરમાં પાણીની અછત સર્જાય છે.

ધારો કે, કોઈ વ્યક્તિ નિષ્ક્રિય બેસી રહે છે, અને વધુ કામ નથી કરી રહી તો તેની ઓછી શક્તિનો વ્યય થાય છે. આવી સ્થિતિમાં તેમાં પાણીની વધુ અછત નહીં થાય. એટલા માટે તમારે તમારા કામને આધારે જ પાણી પીવુ જોઈએ.

આ સાથે જો તમે ગરમ સ્થળ પર કામ કરો છો તો તમારે પાણી વધુ પ્રમાણમાં પીવું જોઇએ. જો તમે સખત મહેનત કરો છો, તો દરરોજ 10 થી 15 ગ્લાસ પાણી પીવો. બીજી તરફ ઓછું કામ કરતા લોકો માટે 5 થી 6 ગ્લાસ પાણી પીવું પૂરતું રહે છે.

આ વાતોનું રાખો ધ્યાન

આ વાતોનું રાખો ધ્યાન

તમારી કસરત અને વર્કઆઉટ પ્રમાણે પાણી પીવું જરૂરી છે. જો તમે કસરત કરતા હોવ તો દર અડધા કલાકે ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવો. કારણ કે, વ્યાયામ કરવાના કારણે શરીરમાંથી પરસેવો નીકળે છે અને શરીરમાં પાણીની કમી થઈ જાય છે.

આવા સમયે ખોરાક ખાતા પહેલા અડધો લીટર પાણી પીવો. આ તમારી ભૂખ ઓછી કરીને તમને ફાયદો કરશે. તરસ ન લાગી હોય તો પણ પાણી પીવું જોઇએ.

English summary
How much water should be drunk during the day?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X