For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાળને કલર કે ડાઇ કરતા પહેલા આ આર્ટીકલ વાંચી લો

|
Google Oneindia Gujarati News

આજકાલ મોટાભાગની યુવતીઓ નાની ઉંમરે જ વાળોમાં કલર કરાવતી હોય છે. કારણ તે તેમનું માનવું છે કે ફેશન છે તો કરાવવું જોઇએ. વળી પ્રદૂષણ અને અન્ય કારણોના કારણે પણ હાલ વાળ ખૂબ જ નાની ઉંમરે સફેદ થઇ જાય છે. સાથે જ મોટી ઉંમરે કોઇ તમને આન્ટી કે અંકલ ના કહી જાય તે માટે કરીને પણ અનેક લોકો વાળને કલર કે ડાય કરતા હોય છે.

પણ આમ કરતા જાણે અજાણે આપણે આપણી શરીરની ચામડી કે પછી વાળને નુક્શાન પહોંચાડીએ છીએ. આપણે ફેશન તો મારી લઇએ છીએ અને સારા પણ લાગીએ છીએ પણ તેમ છતાં વાળ ડાઇ કરતા પહેલા નીચે મુજબ વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો વાંચો આ આર્ટીકલ...

સ્કીન ટેસ્ટ

સ્કીન ટેસ્ટ

વાળમાં રંગ કરતા પહેલા એક સ્ક્રીન ટેસ્ટ કરી લો. બગલના વાળમાં આ સ્ક્રીન ટેસ્ટ કરીને ચેક કરી લો કે તેનાથી તમને કોઇ બળતરા તો નથી નથી તે. વધુ પડતી બળતા થાય તો તમારા સંવેદનશીલ માથાની ચામડીને નુક્શાન પહોંચાડી શકે છે.

વધુ વાર ના રાખો

વધુ વાર ના રાખો

મોટા ભાગના વાળ કલર કરવાના પ્રોડક્ટમાં બ્લિચ વાપરવામાં આવે છે. તમે એમોનિયા ન હોય તેવા પ્રોડક્ટ વાપરી શકો છો. પણ ક્યારેય પણ વાળના કલરને 30-40 મિનિટથી વધુ ના રાખો.

વાળના મૂળને ના રંગો

વાળના મૂળને ના રંગો

વાળને જ્યારે પણ કલર કરો ખાસ ધ્યાન રાખો કે વાળના મૂળ પર રંગ ના જાય.

પેટ્રોલિયમ જેલી

પેટ્રોલિયમ જેલી

વાળ જ્યારે પણ કલર કરવા બેસો કાન, હાથ અને ગરદનની પાછળના ભાગમાં અને કપાળ પર પેટ્રોલિયમ જેલી લગાવાનું ના ભૂલો.

માથું ધોવાનું

માથું ધોવાનું

વાળમાં જ્યારે થોડું તેલ લગાડેલું હોય છે તેનાથી વાળની ચામડી કેમિકલથી દૂર રહે છે. તો માથુ ધોવાના 24 કલાક પહેલા વાળ ના ધોવો. અને ધ્યાન રાખો કે રંગ કરતા પહેલા તમારા વાળ અન્ય કોઇ હેર સ્પ્રે કે પછી હેર જેલ લગાડેલા ના હોય.

હીટ ના કરો

હીટ ના કરો

જો તમે કેમિકલ દ્વારા વાળ રંગ્યા હોય તો વાળમાં સ્ટેટનર ના ફેરવો. તમે બ્લો ડ્રાય કરી શકો છો.

English summary
How To Prevent Chemical Burns Due to Hair Dyes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X